Facebook અને Instagram પર ફ્રીમાં મળતી આ સર્વિસના X પૈસા વસૂલશે, યુઝર્સમાં નિરાશા
Image Twitter |
X Live Streaming Service: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ને લઈને એક જાહેરાત કરવામાં આવી છે, કે હવે X પર લાઈવ સ્ટ્રીમિંગની સુવિધા માત્ર સબ્સક્રાઈબર્સ યુઝર્સ માટે ઉપલબ્ધ હશે, સામાન્ય યુઝર્સ આ સુવિધાનો ઉપયોગ કરી શકશે નહીં. જોકે, X એ હજુ સુધી સ્પષ્ટ નથી કર્યું, કે આ ફેરફાર ક્યારે લાગુ કરવામાં આવશે, પરંતુ માહિતી પ્રમાણે આ ટૂંક સમયમાં કરવામાં આવશે.
Xની અધિકૃત લાઇવ પ્રોફાઈલની એક પોસ્ટ જાહેર કરતાં લખ્યું હતું કે, આ ટુંક સમયમાં આ સુવિધા માત્ર X ના પ્રીમિયમ સબ્સક્રાઈબર્સ જ ઉપયોગ કરી શકશે. જેમા X ઈન્ટિગ્રેશનવાળા એન્કોડર સાથે લાઇવ થવાનો પણ સમાવેશ થાય છે. લાઈવ ચાલુ રાખવા માટે Premium પર અપગ્રેડ કરવાનું રહેશે. આ ઉપરાંત યુઝર્સ હવે X ઈન્ટિગ્રેશનવાળા એન્કોડર પ્લેટફોર્મ પર લાઈવ સ્ટ્રીમિંગ શરૂ કરી શકશે નહીં.
X આવું પહેલું પ્લેટફોર્મ હશે
અહીં એક વાત નોંધનીય છે કે Instagram, Facebook, YouTube અને TikTok જેવા અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઈવ સ્ટ્રીમિંગ માટે કોઈ પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શનની જરૂર નથી. આ ફેરફાર પછી X એકમાત્ર એવુ પ્લેટફોર્મ બની જશે, જે લાઈવ સ્ટ્રીમિંગ માટે પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શનની માંગણી કરે છે.
ઈલોન મસ્કએ 2022 માં X હસ્તગત કર્યા પછી ઘણા મોટા ફેરફારો કર્યા છે, જેમાં જૂના વેરિફાઇડ પ્રોગ્રામને નાબૂદ કરવા, કંપનીનું નામ ટ્વિટરમાંથી બદલીને X કરવું અને એકાઉન્ટને બ્લોક કરવાની સુવિધા હટાવવાની સામેલ છે. પરંતુ આ નવા અપડેટ સાથે X પર લાઈવ સ્ટ્રીમિંગ જેવી સુવિધાઓ માટે પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન પાછળ રાખી X યુઝર્સને સબ્સ્ક્રાઇબ કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યું છે.
Xનું પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન વેબ પર દર મહિને રુપિયા 215 થી શરૂ થાય છે, અને પ્રીમિયમ+ ટિયર માટે રુપિયા 1,133 સુધીનો ચાર્જ કરવામાં આવે છે. આ ફેરફાર સાથે Xના પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શનના દરમાં વધારો થવાની ધારણા છે.