તમારું નામ લખો પૃથ્વીના પટ પર !

Updated: Sep 11th, 2024


Google NewsGoogle News
તમારું નામ લખો પૃથ્વીના પટ પર ! 1 - image


- RLxhLkux-M{kxoVkuLkLke {ò yu Au fu íku yLkuf rð»kÞkuLkk hMk«Ë yÇÞkMk{kt ykÃkýLku Ãký òuzkðkLke íkf ykÃku Au

ઇન્ટરનેટ અને સ્માર્ટફોનની એક મજા એ છે કે એ આપણને દેશ-વિદેશના નાના-મોટા રિસર્ચ કે અન્ય પ્રોજેક્ટ્સમાં જો઼ડાવાની તક આપે છે. કોર સાયન્સની અનેક સ્ટ્રીમ્સ, ઇકોલોજી, જિયોલોજી, જ્યોગ્રાફી, મેથ્સ, હિસ્ટ્રી વગેરે આપણે માટે જાણીતા (ખરેખર?!) વિષયો ને એટીમોલોજી, એન્થ્રોપોલોજી, ઓર્નિથોલોજી જેવા આપણે માટે થોડા અજાણ્યા વિષયોમાં પણ આખી દુનિયામાં કોઈ ખૂણે કંઇક ઇન્ટરેસ્ટિંગ કામ ચાલતું હોય, તો આપણેય તેમાં સંકળાઈ શકીએ (આ નામ માથેથી ગયાં હોય તો થોડું ગૂગલિંગ કરી લો. નામ અજાણ્યાં હશે, બાકી તમે એના વિશે જાણતા જ હશો).

બાકી તમે જ કહો, ઇન્ટરનેટ કે સ્માર્ટફોન ન હોત તો, છેલ્લાં ૫૦ વર્ષથી અમેરિકન નાસાના સેટેલાઇટ્સ આપણી અદભુત પૃથ્વીની જે તસવીરો લે છે એ આપણને ક્યારે જોવા મળત? અને હવે, ફક્ત તસવીરો જોવાની વાત નથી. પૃથ્વીની ઇમેજિસમાંથી આપણું નામ શોધવાની રસપ્રદ કવાયત પણ હવે થઈ શકે છે - ગણતરીની ક્લિક્સમાં. નીચે આવા જ કેટલાક પ્રોજેક્ટ્સની વાત છે.

જો તમારા દિલ-દિમાગ પર ઉંમરની અસર ચઢી ગઈ હશે તો કદાચ રસ નહીં પડે. બાકી, બાળક જેવું કુતૂહલ જીવતું રાખવું હોય તો સાયન્સ જેવો કોઈ મજાનો વિષય નથી અને સ્માર્ટફોન જેવું મજાનું કોઈ સાધન નથી!

ઉપરની તસવીરો ધ્યાનથી જુઓ. ઇંગ્લિશ આલ્ફાબેટ્સ જેવું કંઈ દેખાય છે? ઉકેલી ન શકો, તો એક હિન્ટ - તમારા હાથમાં જે પાનું છે, એના જ નામનો ઇંગ્લિશ સ્પેલિંગ અહીં લખેલો છે! યસ્સ, Technoworld! જવાબ મળી ગયો છે, તો હવે ફરી ધ્યાનથી જુઓ! મજા પડી? હજી વધુ મજા કરવી હોય, તો આ પેજ પર પહોંચો - https://landsat.gsfc.nasa.gov/apps/YourNameInLandsat-main/index.html. અથવા તમારા ફોન કે પીસીમાં, બ્રાઉઝરમાં સર્ચ કરો Your Name In Landsat.

અમેરિકાની નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા) સંસ્થાએ ‘લેન્ડસેટ’ નામે સેટેલાઇટની એક સીરિઝ લોન્ચ કરી છે, જે છેલ્લાં પચાસેક વર્ષથી પૃથ્વીના ખૂણે ખૂણાની ઇમેજિસ કેપ્ચર કરે છે. નાસા તરફથી સ્પેસ સાયન્સને પોપ્યુલર બનાવવા માટે અવારનવાર પ્રયાસો થતા રહે છે અને તેના ભાગરૂપે નાસાએ ‘યોર નેમ ઇન લેન્ડસેટ’ નામે એક ઇન્ટરએક્ટિવ વેબપેજ તૈયાર કર્યું છે.  આપણે આ પેજ પર પહોંચીને સર્ચ બોક્સમાં પોતાના નામનો સ્પેલિંગ લખીએ એટલે સિસ્ટમ એ દરેક લેટરને મળતી આવતી સેટેલાઇટ ઇમેજિસ શોધીને આપણી સમક્ષ મૂકે છે. તમે ઇચ્છો તો એ બધા લેટર્સથી બનતી ઇમેજ એક ક્લિકમાં ડાઉનલોડ પણ કરી શકો છો.

નાસા ઉપરાંત અન્ય લોકોએ પણ આવું કામ કર્યું છે. ઘણી વાર એવું બનતું હોય છે કે આપણને આકાશમાંનાં વાદળોમાં કોઈ વ્યક્તિનો ચહેરો કે ઘોડો વગેરે દેખાતું હોવાનો આભાસ થાય. જે વાસ્તવમાં હોય નહીં, પરંતુ તેવો આભાસ ઊભો થાય એવી માનસિક સ્થિતિ ‘પેરેડોલિયા’ તરીકે ઓળખાય છે. જે લોકોમા પેરેડોલિયા જરા વધુ જાગ્રત હોય અને આવી આભાસી બાબતો શોધવાની વૃત્તિ જોરાતી હોય તેમને ગૂગલ મેપ લોન્ચ થતાં મજા પડી ગઈ.

તેમને મેપ્સમાં સેટેલાઇટ મોડ ઓન કરીને પૃથ્વીને ફંફોસી વિવિધ કુદરતી આકારો કે વિશાળ ઇમારતોના આકારનો ઇંગ્લિશ આલ્ફાબેટ સાથે મેળ બેસાડવાની પ્રવૃત્તિ મળી ગઈ. ૨૦૦૯માં આવા એક ઉત્સાહીએ સેટેલાઇટ ઇમેજિસ ફંફોસીને એ ટુ ઝેડ, તમામ આલ્ફાબેટનો આભાસ આપતી ઇમેજિસ એકઠી કરી અને ઇન્ટરનેટ પર મૂકી. તેમણે એ માટે ફક્ત ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા સ્ટેટની જ ઇમેજિસનો ઉપયોગ કર્યો હતો. પછી તો ઘણા લોકો આ પ્રવૃત્તિમાં જોડાયા ને આખી પૃથ્વીના પટ પર એ ટુ ઝેડ શોધવા લાગ્યા.

કેટલાંક વર્ષ પછી અમુક લોકોએ 0 થી 9 ડિજિટનો આભાસ ઊભો કરતી ઇમેજિસ શોધી કાઢી. પછી તેમની જેમ બીજા કેટલાય લોકો એ જ પ્રકારની ઇમેજ તારવવા લાગ્યા.

અમુક ઉત્સાહીઓએ ભેજું કામે લગાડીને આ ઇમેજિસમાંથી એક ડિજિટલ ક્લોક (https://earthclock.cwandt.com/ મોબાઇલમાં ફક્ત પ્રીવ્યૂ મળશે) પણ બનાવી, જેમાં સમય દર્શાવતી બધી ઇમેજ સતત બદલાતી રહે છે (નીચેની તસવીરમાં તમે આ લખાઇ રહ્યું છે ત્યારનો સમય વાંચી શકો છો?)! પૃથ્વીના પટ પર એ ટુ ઝેડ કે ઝીરો ટુ નાઇનનો આભાસ ઊભી કરતી દરેક ઇમેજ ક્યા લોકેશનની છે એ પણ આપણે જાણી શકીએ છીએ.

આમ જુઓ તો આ પ્રવૃત્તિ ફક્ત બે ઘડી ટાઇમપાસ માટેની છે. પરંતુ સ્કૂલમાં બાળકોને આ ઇમેજિસ બતાવીને સ્પેસ, સેટેલાઇટ તેમજ પૃથ્વી સંબંધિત બાબતોમાં તેમનો રસ જગાવી શકાય. એ જ રીતે કમ્પ્યૂટર સાયન્સના વિદ્યાર્થીઓને સેટેલાઇટ ઇમેજિસમાંથી જુદાં જુદાં રસપ્રદ ઇન્ટરએક્ટિવ વેબપેજ બનાવવાના આઇડિયા પણ મળી શકે છે. 


Google NewsGoogle News