આંખોને રાહત આપવા તમને ડાર્ક થીમ અનુકૂળ થશે ? તપાસી જુઓ
આપણી આંખો રાતદિવસ સ્માર્ટફોનના સ્ક્રીનમાં પરોવાયેલી રહેતી હોય ત્યારે તેમાં
ડાર્ક થીમ આંખ માટે રાહતરૂપ સાબિત થઈ શકે છે. અલબત્ત, આ બાબત દરેક વ્યક્તિએ વ્યક્તિએ બદલાતી હોય છે, તમને શું વધુ અનુકૂળ આવશે એ તમારે જ નક્કી કરવું પડશે.
મૂળ વાત એટલી કે હવે વધુ ને વધુ એપ્સમાં ડાર્ક થીમ મળવા લાગી છે. આપણે ફોનની
આખી સિસ્ટમ માટે પમ ડાર્ક થીમ પસંદ કરી શકીએ. તેનો લાભ લેવા માટે તમારા ફોનમાં
સેટિંગ્સમાં Device Theme સર્ચ કરો. મોટા ભાગે તે
ડિસ્પ્લે સંબંધિત પેજમાં જોવા મળશે. અહીંથી તમે ફોનની સિસ્ટમ માટે ડાર્ક થીમ પસંદ
કરી શકો છો.
ફોનના વોલપેપર મુજબ, એપ્સનાં ટાઇટલ અને અન્ય વિગતો
વાંચવા માટે જરૂરી હોય તો જ ડાર્ક થીમ ઇનેબલ થાય એવું સેટિંગ પણ કરી શકાય. એટલું
યાદ રાખશો કે ફોનમાંની અન્ય એપ્સ આપણા આ સેટિંગને અનુસરે અથવા ન અનુસરે એવું બની
શકે છે. તમને ડાર્ક થીમ અનુકૂળ આવતી હોય તો હવે ઘણી ખરી એપ તેની સુવિધા આપે છે, તેનો લાભ લેવા જે તે એપના સેટિંગમાં જઈને તેને ઇનેબલ કરવી પડશે.