આ છે દુનિયાનું સૌથી મોંઘું મોટર હોમ, આ કિંમતમાં તો અલ્ટ્રા લક્ઝુરિયસ ઘર ખરીદી શકાય

Updated: Aug 19th, 2024


Google NewsGoogle News
આ છે દુનિયાનું સૌથી મોંઘું મોટર હોમ, આ કિંમતમાં તો અલ્ટ્રા લક્ઝુરિયસ ઘર ખરીદી શકાય 1 - image


Worlds Most Expensive MotorHome: કસ્ટમ બિલ્ડ લોકી કોચ પ્રીવોસ્ટ મોટર હોમની કિંમત છે 2.5 મિલિયન ડોલર એટલે કે અંદાજે 21 કરોડ રૂપિયા. આ એક RV (રિક્રિએશનલ વ્હીકલ) છે એટલે કે દેખાવમાં તો એ બસ લાગે છે, પરંતુ એમાં રહેવા માટેની તમામ સુવિધા હોય છે. બેડથી લઈને કિચન અને વોશરૂમ પણ. કહેવામાં તો આ વ્હીકલ છે, પરંતુ તે રસ્તા પર ચાલતુ ઘર છે. જો કે લોકી કોચ પ્રીવોસ્ટમાં એક લક્ઝુરિયસ મહેલ જેવી સુખસુવિધાઓ છે.

યુટ્યુબર એરિક વેન કોનોવરે હાલમાં જ આ મોટર હોમનો વીડિયો બનાવ્યો છે. આ વીડિયો બાદ આ મોટર હોમ ખૂબ જ ચર્ચામાં આવી ગયું છે. આ મોટર હોમની આગળની બે સીટ એટલે કે ડ્રાઇવર સીટ અને એની બાજુની સીટ એ બેની કિંમત 16.78 લાખ રૂપિયા છે. આ સીટમાં ઇનબિલ્ટ મસાજર પણ છે.

આ પણ વાંચો: સંખ્યાબંધ ટૅક્સીના હૉર્ન અચાનક વાગતા લોકોની ઉંઘ હરામ, લોકોએ ગૂગલ પર ભડાશ કાઢી

આ છે દુનિયાનું સૌથી મોંઘું મોટર હોમ, આ કિંમતમાં તો અલ્ટ્રા લક્ઝુરિયસ ઘર ખરીદી શકાય 2 - image

આ મોટર હોમમાં 96000Wની બે મૌટી લિથિયમ બેટરી આપવામાં આવી છે જે એક દિવસ સુધીનું ઇલેક્ટ્રિક બેકઅપ આપે છે. એમાં 2540Wની સોલર પેનલ પણ આપી છે જે સતત ચાર્જ કરતું રહે છે. આથી ઇલેક્ટ્રિસિટી માટે અન્ય એનર્જી પર નિર્ભર પણ નહીં રહેવું પડે. આ સાથે જ અલ્ટ્રા ફાસ્ટ ચાર્જિંગ છે જે બેટરીને ખૂબ જ ઝડપથી ચાર્જ કરે છે.

આ છે દુનિયાનું સૌથી મોંઘું મોટર હોમ, આ કિંમતમાં તો અલ્ટ્રા લક્ઝુરિયસ ઘર ખરીદી શકાય 3 - image

આ મોટર હોમમાં એક નહીં, પરંતુ દસ ટચ-સ્ક્રીન પેડ્સ આપવામાં આવ્યા છે. આઇપેડ જેવા દેખાતા આ પેડ્સની મદદથી લાઇટથી લઈને ટીવીથી લઈને દરેક વસ્તુ એનાથી ઓપરેટ થાય છે. કેટલાક પેડ્સને જે-તે જગ્યાએ ફિક્સ પણ કરેલા છે જેથી કરીને સોફા પર બેઠા હોય તો ત્યાથી ઓપરેટ કરી શકાય. આ સાથે જ હોલમાં 65 ઇન્ચનું ટેલીવિઝન આપવામાં આવ્યું છે. આ ટેલિવિઝન મોટર હોમની રૂફ પરથી નીચે આવે છે.

આ પણ વાંચો: વીડિયો જોતા સૂવાની ટેવ છે? ટેન્શન લેવાની જરૂર નથી યૂટ્યુબ પર આવ્યું સ્લીપ ટાઇમર ફીચર

આ સાથે જ એમાં સાઉન્ડ સિસ્ટમ પણ છે જે મૂવી થિએટર્સ જેવી ફીલ આપે છે. લક્ઝુરિયસ કિચન અને એમાં માઇક્રોવેવની સાથે ડિશવોશર પણ છે. મેગેઝિન રેકથી લઇને કિંગ સાઇઝ બેડરૂમનો પણ સમાવેશ થાય છે. તેમ જ દરેક વસ્તુ ટચ કરવાથી ઓન-ઓફ થાય છે. વોશબેસિનનો નળ ચાલુ કરવા માટે પણ એને ટક કરવાથી એ ચાલુ થઈ જાય છે. આ સાથે જ બે સોફા પણ આપવામાં આવ્યા છે. આ બે સોફા ફોલ્ડેબલ છે અને એને બેડ પણ બનાવી શકાય છે. આ મોટર હોમમાં છ વ્યક્તિ આરામથી સૂઈ શકે છે.

આ છે દુનિયાનું સૌથી મોંઘું મોટર હોમ, આ કિંમતમાં તો અલ્ટ્રા લક્ઝુરિયસ ઘર ખરીદી શકાય 4 - image

આ મોટર હોમમાં દરેક વસ્તુ ઇલેક્ટ્રો મેગ્નેટિક છે એટલે કે વાહન જ્યારે ચાલી રહ્યું હશે ત્યારે પણ એક પણ વસ્તુએની જગ્યાએથી નહીં હલશે. આ મોટર હોમનો બેડરૂમ એટલો જોરદાર છે કે એવો બેડરૂમ લોસ એન્જલસમાં 335.6 કરોડ રૂપિયાના ઘરમાં જોવા મળે છે. આ બેડરૂમમાં પણ 50 ઇન્ચના રિટ્રેક્ટેબલ ટેલિવિઝનનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ મોટર હોમ હોલીવૂડની મ્યુઝિક ઇન્ડસ્ટ્રીની મોટી મોટી હસ્તીઓ, ફોર્મ્યુલા વન ડ્રાઇવર્સ અને કોર્પોરેટ હાઉસની ખૂબ જ મોટી-મોટી હસ્તીઓ પાસે જ છે.


Google NewsGoogle News