બ્રહ્માંડના રહસ્યો ખોલવા સક્ષમ વિશ્વનો સૌથી મોટો 3200 મેગાપિક્સલનો ડિજિટલ કેમેરા તૈયાર

Updated: Apr 6th, 2024


Google NewsGoogle News
બ્રહ્માંડના રહસ્યો ખોલવા સક્ષમ વિશ્વનો સૌથી મોટો 3200 મેગાપિક્સલનો ડિજિટલ કેમેરા તૈયાર 1 - image


World's largest camera: અંતરીક્ષના અભ્યાસ માટે વૈજ્ઞાનિકોએ વિશ્વનો સૌથી મોટો ડિજિટલ કેમેરા બનાવ્યો છે. આ કેમેરા 3200 મેગાપિક્સલનો છે. 'લેગસી સર્વે ઓફ સ્પેસ એન્ડ ટાઈમ' કેમેરાને ચિલીમાં હાજર રુબિન ઓબ્ઝર્વેટરીના સિમોની સર્વે ટેલિસ્કોપમાં લગાવવામાં આવશે. 

બ્રહ્માંડના રહસ્યો ખોલવા સક્ષમ વિશ્વનો સૌથી મોટો 3200 મેગાપિક્સલનો ડિજિટલ કેમેરા તૈયાર 2 - image

કેમેરાનું નિર્માણ

અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી ઓફિસ ઓફ સાયન્સ દ્વારા ખગોળશાસ્ત્રીય તકનીકમાં મહત્ત્વપૂર્ણ એવા એલએસએસટી કેમેરાને બનાવવા માટે  યોગદાન આપવામાં આવ્યું છે. બ્રહ્માંડના રહસ્યો ઉજાગર કરવાની ક્ષમતા ધરાવતા આ કેમેરાને બનાવવામાં વૈજ્ઞાનિકોને 20 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. 

બ્રહ્માંડના રહસ્યો ખોલવા સક્ષમ વિશ્વનો સૌથી મોટો 3200 મેગાપિક્સલનો ડિજિટલ કેમેરા તૈયાર 3 - image

વૈજ્ઞાનિકોનો મત

વૈજ્ઞાનિકોને ભરસો છે કે, આ કેમેરા અંતરીક્ષની એચડી તસવીર લેવા સક્ષમ છે. આ કેમેરા કોસમોસની વિગતો મેળવવાની સાથે ડાર્ક મેટર, ડાર્ક એનર્જી, આકાશગંગા અને સૌરમંડળનો અભ્યાસ કરવા મદદ કરશે. યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનના પ્રોફેસરજેલ્કો ઈવેજિકના જણાવ્યા અનુસાર, આ કેમેરા અંતરીક્ષની નવી ફિલ્મો બનાવવાની સાથે સુંદર તસવીરો લેશે. 

બ્રહ્માંડના રહસ્યો ખોલવા સક્ષમ વિશ્વનો સૌથી મોટો 3200 મેગાપિક્સલનો ડિજિટલ કેમેરા તૈયાર 4 - image

કેમેરાની ખૂબીઓ

આ કેમેરા નાની કારના આકારનો છે. તેનું વજન 3000 કિલોગ્રામ છે. તેનો આગળનો લેન્સ 1.5 મીટર એટલે લગભગ 5 ફીટના વ્યાસનો છે. જ્યારે, બીજો લેન્સ 3 ફીટ પહોળો છે. આ બંને લેન્સને ખાસ રીતે તૈયાર કરવામાં આવેલા વેક્યુમ ચેમ્બરમાં સેટ કરવામાં આવ્યો છે. 

બ્રહ્માંડના રહસ્યો ખોલવા સક્ષમ વિશ્વનો સૌથી મોટો 3200 મેગાપિક્સલનો ડિજિટલ કેમેરા તૈયાર 5 - image

તસવીરની ખાસિયતો

આ કેમેરાની તસવીરોમાં એટલી બધી વિગતો હશે કે, તેના દ્વાર 25 કિલોમીટર દૂર રહેલા ગોલ્ફ બોલની પણ એચ.ડી. તસવીર લઈ શકાય છે. એ પૂર્ણ ચંદ્રની તસવીરો લઇ શકે છે. હવે, આ કેમેરાને યોગ્ય રીતે બાંધીને 8980 ફીટ ઉંચાઈ પર હાજર ટેલિસ્કોપ સુધી પહોંચાડવામાં આવશે. 

બ્રહ્માંડના રહસ્યો ખોલવા સક્ષમ વિશ્વનો સૌથી મોટો 3200 મેગાપિક્સલનો ડિજિટલ કેમેરા તૈયાર 6 - image



Google NewsGoogle News