જાણો, એલન મસ્ક એઆઇને કેમ ગણાવે છે દુનિયાની સૌથી વિનાશક તાકાત, તાજેતરમાં બ્રિટનમાં યોજાઇ હતી દુનિયાની પ્રથમ એઆઇ સમિટ

કોઇ જાદૂઇ જીન તમારી તમામ ઇચ્છાઓ પૂર્ણ કરે તો પછી જીવનનો શો અર્થ ?

જીવન અર્થ શોધવોએ ભવિષ્યના કેટલાક પડકારો પૈકીનો એક હશે

Updated: Nov 6th, 2023


Google NewsGoogle News


જાણો, એલન મસ્ક એઆઇને કેમ ગણાવે છે દુનિયાની સૌથી વિનાશક તાકાત, તાજેતરમાં બ્રિટનમાં યોજાઇ હતી દુનિયાની પ્રથમ એઆઇ સમિટ 1 - image

લંડન,૬ નવેમ્બર,૨૦૨૩,સોમવાર 

બ્રિટનના બ્લેચલી પાર્કમાં યોજાયેલી દુનિયાની પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી (એઆઇ) પરિષદ યોજાઇ હતી. આ સમિટમાં બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુણોક ઉપરાંત સ્પેસ એકસ અને ટેસ્લા જેવી કંપનીઓના માલિકોએ ભાગ લીધો હતો. એઆઇ બાબતે પોતાના સ્પષ્ટ વિચારો માટે જાણીતા વિશ્વના ધનાઢયોમાં સ્થાન ધરાવતા મસ્કે જણાવ્યું હતું કે એક સમય એવો આવશે કે કોઇએ નોકરી કરવાની જરુર રહેશે નહી.  એઆઇ એક આવું જાદુઇ જીન છે જે તમારી દરેક ઇચ્છા પૂર્ણ કરી શકે છે.

મસ્કે એમ પણ ઉમેર્યું હતું કે જીવન અર્થ શોધવોએ ભવિષ્યના પડકારો પૈકી એક હશે. એઆઇ ઇતિહાસની સૌથી વિનાશકારી તાકાત છે.આના પછી હવે કોઇ જ કામ કરવાની જરુર પડશે નહી.આ એક પ્રકારે સારુ પણ છે અને ખરાબ પણ છે. જો તમને કોઇ જાદૂઇ જીન મળી જાય અને તમામ ઇચ્છાઓ પૂર્ણ થઇ જાયતો પછી જીવનનો અર્થ શું રહેશે ? પ્રાપ્ત માહિતી અનુસાર બ્રિટનમાં યોજાયેલી પ્રથમ એઆઇ સમિટમાં હ્નમ્નોઇડસને લઇને મસ્ક ખૂબ જ ચિંતાતૂર જણાતા હતા.આથી તેમણે દરેક રોબોટનું સ્વિચ ઓફ બટન હોવું જોઇએ એવું સૂચન કર્યુ હતું. આ હ્નમનોઇડ ગમે ત્યાંથી કોઇ પણનો પીછો કરી શકે છે.

જાણો, એલન મસ્ક એઆઇને કેમ ગણાવે છે દુનિયાની સૌથી વિનાશક તાકાત, તાજેતરમાં બ્રિટનમાં યોજાઇ હતી દુનિયાની પ્રથમ એઆઇ સમિટ 2 - image

તેને એક એવું સોફટવેર અપડેટ મળી જાય જેના લીધા ફેન્ડશીપના સંબંધો પુરા થઇ જાય તો તમે શું કરશો ? બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુણોરે કહયું હતું કે તમામ રોબોટ અંગે એક એવી ફિલ્મ જોઇ હતી જેમાં મશીનો સ્વિચ બંધ કરવાની સાથે જ ખતમ થઇ જાય છે. આ બેઠકમાં એઆઇને લઇને ચીનના વલણને લઇને પણ ચર્ચા થઇ હતી.ચીન એઆઇ સુરક્ષા પર ધ્યાન કેન્દ્વીત કરી રહયું છે જે સારી બાબત છે પરંતુ ચીને બ્રિટન અને અમેરિકા સાથે જોડાઇને કામ કરવું જોઇએ.એઆઇ સુરક્ષા સંમેલનમાં ચીનને જોડવા પર ભાર મુકવામાં આવ્યો હતો. જો તેની (ચીનની) ભૂમિકા આમાં નહી હોયતો બાકી કોઇ મતલબ રહેતો નથી.

 બ્રિટનમાં યોજાયેલા એઆઇ સંમેલનમાં ઉધોગપતિઓ અને નેતાઓ વચ્ચે સુરક્ષાને લઇને સહમતિ જોવા મળતી હતી. આઆઇનું કોઇ પણ નવું મોડેલ લાવતા પહેલા તેની તપાસ થવી જરુરી છે. જેથી કરીને વિકસિત થઇ રહેલી ટેકનીકના ભયસ્થાનો પણ જાણી શકાય. અગાઉ પણ એઆઇ અંગે ચેતવણીઓ ઉચ્ચારવામાં આવી ચુકી છે આથી આમાં કોઇ નવી વાત નથી પરંતુ એકમંચ પર ભેગા થવું ચોકકસ આવકાર્ય છે. આ આઇના જનક માનવામાં આવતા યોશુઆ બેનિગોને સ્ટેટ ઓફ સાયન્સ રિપોર્ટ તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. જે ભયસ્થાનની સમિક્ષા કરશે. આઆઇના જે નવા મોડેલ તૈયાર કરે છે એ જ કંપનીઓ અત્યાર સુધી ભયસ્થાનોનું આંકલન કરતી રહી છે. જો કે હોમવર્કની તપાસ કરવાનું કામ માત્ર તેમના પર જ છોડવું ઉચિત નથી. 


Google NewsGoogle News