VIDEO: દુનિયાનો સૌથી મોટો સાપ! 26 ફૂટનો ગ્રીન એનાકોન્ડા, માણસના માથા બરાબર માથું
નવી મુંબઇ,તા. 21 ફેબ્રુઆરી 2024,બુધવાર
વિશ્વનો સૌથી મોટો સાપ એમેઝોન રેઈનફોરેસ્ટની ઊંડાઈમાં મળી આવ્યો છે. આ સાપ એટલો મોટો છે કે તે મોટા પ્રાણીઓને સીધો ગળી શકે છે. આ સાપનું વજન સરેરાશ માનવ કરતાં ત્રણ ગણું, લગભગ 200 કિલો જેટલુ છે. 26 ફૂટ લાંબા આ સાપનું માથું મનુષ્યના માથા બરાબર છે.
આ સાપનું નામ ઉત્તરી ગ્રીન એનાકોન્ડા છે. વાઇલ્ડ લાઇફ પ્રેજેંટર પ્રોફેસર ફ્રીક વોંકને આ સાપ બ્રાઝિલના દૂરના વિસ્તારમાં મળી આવ્યો હતો. આ પહેલા સાપની સૌથી મોટી જાણીતી પ્રજાતિ રેટિકુલેટેડ અજગર હતો. જે સરેરાશ 20 ફૂટ 5 ઇંચ લાંબો હતો.
અગાઉ એમેઝોનમાં ગ્રીન એનાકોન્ડાની માત્ર એક જ પ્રજાતિને ઓળખવામાં આવી હતી, જેને જાયન્ટ એનાકોન્ડા કહેવાય છે.
પ્રોફેસર વોંક, 40 વર્ષીય ડચ જીવવિજ્ઞાની,એનાકોન્ડાની બાજુમાં સ્વિમિંગ કરતા જોઈ શકાય છે. તેમણે કહ્યું કે, આ સાપ 26 ફૂટ લાંબો છે અને તેનું વજન લગભગ 200 કિલો છે. તેમણે કહ્યું, 'નવ દેશોના અન્ય 14 વૈજ્ઞાનિકો સાથે મળીને અમે ગ્રીન એનાકોન્ડાની શોધ કરી છે, જે વિશ્વની સૌથી મોટી સાપની પ્રજાતિ છે.
જેમ આપણે મૂવીઝમાંથી વિશાળ સાપની સ્ટોરી જોઇએ છીએ તે વાસ્તવમાં બે જુદી જુદી પ્રજાતિઓ છે. વેનેઝુએલા, સુરીનામ અને ફ્રેન્ચ ગુયાના સહિત દક્ષિણ અમેરિકામાં તેમની સીમાના ઉત્તરમાં જોવા મળતા ગ્રીન એનાકોન્ડા સંપૂર્ણપણે અલગ પ્રજાતિઓ હોવાનું જણાય છે.
તેમણે કહ્યું, 'જો કે પ્રથમ નજરમાં તેઓ લગભગ એકસરખા દેખાય છે, પરંતુ તેમની વચ્ચે આનુવંશિક તફાવત 5.5 ટકા છે, જે ઘણો મોટો છે.' તેને આ રીતે સમજો કે મનુષ્ય અને ચિમ્પાન્ઝી વચ્ચે આનુવંશિક તફાવત માત્ર 2 ટકા છે.