Get The App

હાઇપરસોનિક જેટ છે ભવિષ્ય : એક કલાકમાં લંડનથી ફ્લાઇટ પહોંચી જશે દિલ્હી

Updated: Oct 9th, 2024


Google NewsGoogle News
હાઇપરસોનિક જેટ છે ભવિષ્ય : એક કલાકમાં લંડનથી ફ્લાઇટ પહોંચી જશે દિલ્હી 1 - image


HyperSonic Jet: લંડનથી દિલ્હી અથવા તો લંડનથી ન્યૂ યોર્ક ફક્ત એક કલાકમાં પહોંચી શકાય એ માટે હાઈપરસોનિક જેટની ટેસ્ટ ફ્લાઇટ બહુ જલદી કરવામાં આવશે. દિલ્હીથી લંડનની ફ્લાઇટ માટે લગભગ અગિયાર કલાક લાગે છે. તેમ જ, લંડનથી ન્યૂ યોર્કની ડાયરેક્ટ ફ્લાઇટમાં પણ આઠ કલાકથી વધુનો સમય લાગે છે. જોકે, આ હાઈપરસોનિક જેટ હવે આ અંતરને ફક્ત એક કલાકની અંદર કાપશે. આ માટે હવે ટેસ્ટ ફ્લાઇટ કરવામાં આવશે, જેનું આયોજન 2025માં કરવામાં આવ્યું છે.

કયા કયા વિકલ્પ છે?

લંડન જવા માટે ત્રણ વિકલ્પ છે. દરિયા માર્ગે જવા માટે દસથી પંદર દિવસ લાગે છે. રોડ દ્વારા જવા માટે 70થી 80 દિવસનો સમય લાગે છે. ફ્લાઇટમાં દસથી અગિયાર કલાકનો સમય લાગે છે. જો કે, આ ત્રણ વિકલ્પ સિવાય હવે ચોથા વિકલ્પ પર કામ કરવામાં આવી રહ્યું છે. આ વિકલ્પ છે હાઈપરસોનિક જેટ, જેને આ અંતર કાપતા ફક્ત એક કલાક લાગશે. જો કે, એની ટેસ્ટિંગ હજી બાકી છે.

શું છે હાઈપરસોનિક જેટ?

સામાન્ય વિમાનો કરતાં હાઈપરસોનિક જેટ ખૂબજ ઝડપમાં ટ્રાવેલ કરી શકે છે. મેક 6 એટલે કે 5795 mphની ઝડપ પર આ વિમાનો ટ્રાવેલ કરી શકે છે. સાઉન્ડની ઝડપને મેક તરીકે ઓળખવામાં આવે છે અને એ કરતા છ ગણી ઝડપ, એટલે તેને મેક 6 તરીકે ઓળખવામાં આવે છે. સરળ ભાષામાં કહેવામાં આવે તો હાઈપરસોનિક એટલે કે અવાજની સ્પીડ કરતા વધુ ઝડપથી ગતિ કરી શકે તેવું જેટને હાઈપરસોનિક પ્લેન કહેવામાં આવે છે.

હાઇપરસોનિક જેટ છે ભવિષ્ય : એક કલાકમાં લંડનથી ફ્લાઇટ પહોંચી જશે દિલ્હી 2 - image

આ પણ વાંચો: દિલજીત દોસાંજ અને આલિયા ભટ્ટના નામે સિક્યોરિટી રિસ્ક: જાણો કેવી રીતે બચવું

કોણ બનાવી રહ્યું છે હાઈપરસોનિક જેટ?

વિનસ એરોસ્પેસ કંપની દ્વારા હાઈપરસોનિક જેટ બનાવવામાં આવી રહ્યું છે. 2025માં આ જેટનું ટેસ્ટ કરવામાં આવશે અને તેમાં વિનસ ડેટોનેશન રેમજેટ 2000 lb થ્રસ્ટ એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

કેવી ચેલેન્જનો સામનો કરવો પડી શકે છે?

આ હાઈપરસોનિક જેટ હાલમાં ટેસ્ટિંગ પિરિયડમાં છે. જો કે, પેસેન્જરને લઈને જવા માટે એ કેટલું સેફ છે એ મોટી ચેલેન્જ છે. સોનિક બૂમને કારણે પર્યાવરણને પણ નુકસાન થઈ શકે છે, જેને જોવું જરૂરી છે. આ સાથે જ આ પ્રકારના વિમાનોને બનાવવું અને મેન્ટેઇન કરવું ખૂબજ મોંઘું છે. આ ફક્ત પૈસાદાર લોકો માટે જ ટ્રાવેલ કરવાની શક્યતા છે.

ભવિષ્યનો પ્લાન

હાઈપરસોનિકનો ઉપયોગ હાલમાં આર્મી દ્વારા મિસાઇલ અને રૉકેટમાં કરવામાં આવે છે. જો કે, ભવિષ્યમાં તેનો ઉપયોગ પેસેન્જર ફ્લાઈટમાં પણ કરવા માગે છે. જો એ શક્ય બન્યું તો એક દેશમાંથી બીજા દેશમાં જવા માટે ફક્ત અમુક મિનિટનો જ સમય લાગશે.


Google NewsGoogle News