ડીપફેક પર અંકુશ લાદવા દુનિયાની 20 દિગ્ગજ કંપનીઓએ મિલાવ્યા હાથ, AIના જોખમો ઘટશે!
આ કંપનીઓએ મ્યુનિખ સિક્યોરિટી કોન્ફરન્સમાં એક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા
image : Freepik |
Deep fake News | માઈક્રોસોફ્ટ, મેટા, ગૂગલ, એક્સ, એમેઝોન અને ઓપનએઆઈ જેવી 20 મોટી કંપનીઓએ આ વર્ષે ભારત અને વિશ્વના અન્ય દેશોની ચૂંટણીઓમાં ગેરમાર્ગે દોરનારી AI સામગ્રી અને ડીપફેકને રોકવાનો સંકલ્પ લીધો છે. આ કંપનીઓએ મ્યુનિખ સિક્યોરિટી કોન્ફરન્સમાં એક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા.
કરાર પર હસ્તાક્ષર કરનારાઓમાં આ કંપનીઓ સામેલ
આ સમજૂતી પર પર હસ્તાક્ષર કરનારા કંપનીઓમાં એડોબ (Adobe), એમેઝોન (Amazon), એન્થ્રોપિક (Anthropic), આર્મ (Arm), ઈલેવન લેબ્સ (ElevenLabs), ગૂગલ (Google), આઈબીએમ (IBM), ઈન્ફ્લેક્શન એઆઈ (Inflexion AI), લિંક્ડઈન (LinkedIn), મેકફી (McAfee), મેટા (Meta), માઈક્રોસોફ્ટ (Microsoft), Nota, OpenAI, Snap Inc., Stability AI, ટિકટોક (TikTok), Trend Micro, ટ્રુ પીક (TruePic) અને એક્સ(X) સામેલ છે.
40 વધુ દેશોના 4 અબજથી વધુ લોકો કરશે મતદાન
આ કંપનીઓ ગેરમાર્ગે દોરતી AI ચૂંટણી સામગ્રી સંબંધિત જોખમોને ઘટાડવા માટે ટેક્નોલોજી વિકસાવવા જેવી પ્રતિબદ્ધતાઓ માટે સંમત થઈ છે. આ વર્ષે 40 થી વધુ દેશોના ચાર અબજથી વધુ લોકો મતદાન કરશે.