Get The App

સ્ટુડન્ટ્સ, ટીચર્સ, પ્રોફેસર્સ માટે કામની સુવિધા

Updated: Apr 27th, 2025

GS TEAM


Google News
Google News
સ્ટુડન્ટ્સ, ટીચર્સ, પ્રોફેસર્સ માટે કામની સુવિધા 1 - image


- økúk{h÷e ykuÚkhrþÃk Lkk{Lkwt yuf Lkðwt xq÷ ÷¾ký fux÷wt ykurhrsLk÷ yLku fux÷wt fkuÃke-ÃkuMx íku íkkhðe ykÃku Au

આજકાલ સ્કૂલે જતાં બધાં ટાબરિયાં અને કોલેજે જતા બધા જુવાનિયા તેમના હોમવર્ક કે એસાઇનમેન્ટમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ની મદદ લેવાનો શોર્ટકટ બરાબર જાણી ગયા છે. તમે સ્કૂલ-કોલેજ વટાવીને ઓફિસમાં પહોંચી ગયા હો તો ત્યાં તમારા રિપોર્ટ રાઇટિંગ કે અન્ય બાબતોમાં એઆઇના ઉપયોગને એક સ્માર્ટ સ્કિલ માનવામાં આવે છે, પરંતુ સ્કૂલ-કોલેજમાં એઆઇનો ઉપયોગ એક પ્રકારે ચોરી ગણાય છે.

વિદ્યાર્થીઓને એઆઇનો - સાચો - ઉપયોગ આવડે એ જરૂરી છે, પરંતુ એમને સોંપવામાં આવેલું બધું કામ એઆઇ પાસે કરાવી સાવ કોપી -પેસ્ટ કરવામાં આવે તો એવું કામ કરાવવાનો કોઈ અર્થ સરતો નથી. આવી રીતે કોપી-પેસ્ટ કરનારા વિદ્યાર્થીને લાંબે ગાળે નુકસાન જ થાય છે.

સ્કૂલના ટીચર્સ અને કોલેજના પ્રોફેસર્સ આ વાત બરાબર જાણે છે. હોમવર્ક કે એસાઇન્મેન્ટ તપાસતી વખતે એઆઇનો ઉપયોગ તારવી આપે એવાં ટૂલ્સ પણ ઉપલબ્ધ છે. જોકે મોટા ભાગે આપણા ટીચર્સ કે પ્રોફેસર્સને આવાં ટૂલ્સનો ઉપયોગ કરવાની જરૂર હોતી નથી. તેઓ એટલા અનુભવી હોય છે કે વિદ્યાર્થીનું લખાણ જોઇને પહેલી નજરે તેઓ પારખી લે છે કે વિદ્યાર્થીએ પોતે મહેનત કરી છે કે એઆઇ પાસે મહેનત કરાવી છે. ક્લાસમાં બધા વિદ્યાર્થીઓને એક સરખું એસાઇનમેન્ટ આપવામાં આવ્યું હોય અને મોટા ભાગના વિદ્યાર્થીઓના લખાણમાં લગભગ એકસરખું લખાણ જોતાં જ તેમને ખ્યાલ આવી જાય કે સૌએ એઆઇમાંથી કોપી-પેસ્ટ કર્યું છે!

જોકે હવે એઆઇ ટૂલ્સની સંખ્યા ઘણી વધી ગઈ છે, આથી એઆઇની મદદ લીધી હોવા છતાં બધા વિદ્યાર્થીઓનું લખાણ એકસરખું ન પણ હોય.

આ જ કારણે આખી વાતમાં હવે ટ્વીસ્ટ આવે છે.

ઘણી વાર એવું પણ બને કે કોઈ મહેનતુ અને હોંશિયાર વિદ્યાર્થી એઆઇની મદદ ન લે, પોતાની રીતે મહેનત કરીને, પોતાની રીતે લખાણ લખે, છતાં ટીચર/પ્રોફેસર એવું માની લે કે તેણે પણ એઆઇમાંથી કોપી પેસ્ટ કર્યું હશે.

એ સ્થિતિમાં, એ હોંશિયાર વિદ્યાર્થી કેવી રીતે સાબિત કરે કે તેણે એઆઇની મદદ લીધા વિના પોતાની મહેનતથી લખાણ તૈયાર કર્યું છે?

જો એ વિદ્યાર્થી ખરેખર હોંશિયાર હોય તો એ આ માટે ‘ગ્રામરલી ઓથરશિપ’ નામના એક નવા ટૂલની મદદ લઈ શકે છે.

‘ટેકનોવર્લ્ડ’ના વાચક તરીકે ‘ગ્રામરલી’ નામ તમારે માટે અજાણ્યું ન હોવું જોઇએ. આપણે આ સર્વિસ વિશે અગાઉ ઘણી વાત કરી છે. નવા સમય સાથે તાલ મિલાવતાં તેમાં ઉમેરાયેલું આ નવું ટૂલ, સ્ટુડન્ટ્સની સાથોસાથ, ટીચર્સ અને પ્રોફેસર્સને પણ ઉપયોગી થાય તેવું છે.

સ્ટુડન્ટ માટે આ ટૂલ ઉપયોગી હોવા છતાં, તેને એ ગમશે નહીં એ સ્વાભાવિક છે, પણ નજીકના ભવિષ્યમાં સ્ટુડન્ટનું લખાણ મૌલિક કે ઓરિજનલ છે તેની સાબિતી તરીકે તેની પાસેથી ગ્રામરલી ઓથરશિપનો રિપોર્ટ માગવામાં આવે તેવો સમય પણ આવી શકે છે. આપણે હવે એઆઇ યુગમાં પહોંચી ગયા છીએ ત્યારે તેનાં બધાં પાસાં તથા તેને સંબંધિત વિવિધ ટૂલ્સ વિશે જાણવું જરૂરી બની ગયું છે.

økúk{h÷eLkku Úkkuzku Ãkrh[Þ

ગ્રામરલી ઓથરશિપ  વિશે વધુ વાત કરતાં પહેલાં થોડી વાત મૂળ ગ્રામરલી સર્વિસ (https://grammarly.com/) વિશે કરી લઇએ.  નામ મુજબ ‘ગ્રામરલી’ સર્વિસ આપણને પોતાના ઇંગ્લિશ લખાણમાંની સ્પેલિંગ તથા ગ્રામર સંબંધિત ભૂલો સુધારવામાં મદદ કરે છે.

ગ્રામરલીની શરૂઆત ૨૦૦૯માં થઈ હતી. એ સમયે ગ્રામરલીમાં બધુ ફોકસ લખાણમાં ગ્રામર તથા સ્પેલિંગની ભૂલો સુધારવા પર હતું. એ પછી તેનો વ્યાપ વધતો ગયો અને હવે એઆઇની મદદથી એમાં ભાષા સંબંધિત અવનવાં ટૂલ ઉમેરવામાં આવ્યાં છે. ગ્રામરલી એક ‘ફ્રીમિયમ’ સર્વિસ છે એટલે કે તેમાં ફ્રી અને પેઈડ બંને પ્રકારના પ્લાન ઉપલબ્ધ છે. આપણા રોજિંદા ઉપયોગ માટે તેનો ફ્રી પ્લાન પણ પૂરતો છે.

આપણે ગ્રામરલીનો મુખ્યત્વે ચાર રીતે ઉપયોગ કરી શકીએ છીએ.

૧. ઓનલાઇન એડિટર એપ: આપણે પોતાના ઇંગ્લિશ લખાણને ગ્રામરલીની ઓનલાઇન એડિટર એપ (https://app.grammarly.com/)માં કોપી-પેસ્ટ કરીને તેમાં રહેલી ભૂલો સમજીને સુધારી શકીએ છીએ. ગ્રામરલીની ખાસિયત એ છે કે તેમાં આખા લખાણના સંદર્ભ અનુસાર ભૂલો તારવવામાં આવે છે. સાથોસાથ ભૂલ વિશે પૂરતી સમજ આપીને તેમાં સુધારા સૂચવવામાં આવે છે. 

૨. ડેસ્કટોપ વર્ઝન: આપણે ગ્રામરલીનું ડેસ્કટોપ વર્ઝન પોતાના કમ્પ્યૂટરમાં ડાઉનલોડ કરીને કમ્પ્યૂટરમાં કોઈ પણ જગ્યાએ કંઈ પણ ટાઇપ કરીએ ત્યારે ગ્રામરલીની મદદથી તેમાંની ભૂલો સુધારી શકીએ છીએ.

૩. મોબાઇલ વર્ઝન: આપણે પોતાના મોબાઇલમાં ગ્રામરલી એપ ઇન્સ્ટોલ કરીને વિવિધ એપમાં કે બ્રાઉઝરમાં કંઈ પણ લખાણ લખીએ ત્યારે આપણા લખાણમાંની ભૂલો સુધારી શકીએ છીએ કે લખાણને મઠારી શકીએ છીએ.

૪. બ્રાઉઝર: આપણે પોતાના ડેસ્કટોપમાં ગૂગલ ક્રોમ કે ફાયરફોક્સ કે માઇક્રોસોફ્ટ એજ જેવા બ્રાઉઝરનો ઉપયોગ કરતા હોઇએ તો તેમાં એક એક્સટેન્શન તરીકે ગ્રામરલી ઉમેરી શકીએ છીએ. આ પછી બ્રાઉઝરમાં કોઈ પણ જગ્યાએ કંઈ પણ ટાઇપ કરીએ ત્યારે ગ્રામરલી એક્ટિવેટ કરીને આપણા લખાણને બહેતર બનાવી શકીએ છીએ.

અંગ્રેજી ભાષાની બારીક બાબતો સમજવા અને તેના પર પ્રભુત્વ મેળવવા ઇચ્છતી દરેક વ્યક્તિએ અચૂકપણે ગ્રામરલીનો ઉપયોગ કરવો જોઈએ. અત્યારે દુનિયાના ચાર કરોડ જેટલા લોકો તેનો રોજેરોજ, નિયમિત ઉપયોગ કરે છે.

AI {ktÚke fkuÃke-ÃkuMx Au fu Lknª, yu Mkkrçkík fhe þfkþu!

સમય સાથે ગ્રામરલીમાં એઆઇ આધારિત ઘણાં નવાં ફીચર ઉમેરાયાં છે. તેમાંનું એક છે ‘ગ્રામરલી ઓથરશિપ’. આ ફીચર અત્યારે બીટા વર્ઝનમાં છે અને ફ્રી છે. હાલમાં તેનો ઉપયોગ મર્યાદિત છે. ગ્રામરલીના આ ફીચરને ઓન કર્યા પછી આપણે જ્યારે પણ (હાલમાં ગૂગલ ડોક્સ અને પછી અન્ય કોઈ પણ જગ્યાએ) આપણું લખાણ લખીએ ત્યારે આ ફીચર આપણી મંજૂરી પછી આપણી રાઇટિંગ એક્ટિવિટી ટ્રેક કરે છે. આપણે ક્યા ક્યા સોર્સમાંથી લખાણ તૈયાર કરી રહ્યા છીએ તે તપાસે છે અને પછી તેનો વિગતવાર રિપોર્ટ તૈયાર કરી આપે છે.

આ સગવડનો લાભ લેવા માટે

આપણે https://www.grammarly.com/ પર જઇને એક ફ્રી એકાઉન્ટ ખોલાવવાનું રહેશે. આપણે ઇચ્છીએ તો ગૂગલ એકાઉન્ટથી જ તેમાં સાઇનઅપ કરી શકીએ છીએ.

એ પછી પીસીમાં આપણે જે પણ બ્રાઉઝરનો ઉપયોગ કરતા હોઇએ તેમાં ગ્રામરલી એક્સટેન્શન ઉમેરવાનું રહેશે.

આ પછી આપણે ગૂગલ ડોક્સમાં કોઈ ફાઇલ ઓપન કરીને તેમાં કંઈ પણ ટાઇપ કરવાનું શરૂ કરીશું ત્યારે સ્ક્રીન પર નીચે, ડાબી તરફ ફિંગરપ્રિન્ટ જેવો એક આઇકન જોવા મળશે. તેને ક્લિક કરતાં ગ્રામરલી ઓથરશિપ વિન્ડો ઓપન થશે.

અહીં આપણે ‘ટ્રેક યોર વર્ક’નો વિકલ્પ ઓન કરવાનો રહેશે. અહીંથી જ, જ્યારે ઇચ્છીએ ત્યારે તેને ઓફ પણ કરી શકાશે.

આપણા રાઇટિંગ-ટાઇપિંગનું ટ્રેકિંગ

હવે આપણે તે ડોક્યુમેન્ટમાં જે કંઈ ટાઇપ કરીશું તેને ગ્રામરલી પોતાની રીતે ટ્રેક કરશે. આજના સમયમાં આપણે કોઈ પણ લખાણ ટાઇપ કરતા હોઈએ ત્યારે તેમાં આપણે મુખ્ય ત્રણ રીતે લખાણ ઉમેરી શકીએ છીએઃ

૧. પોતાની રીતે મૌલિક લખાણ ટાઇપ કરીને,

૨. અન્ય કોઈ વેબસાઇટમાંથી લખાણ કોપી કરીને, પોતાના ડોક્યુમેન્ટમાં પેસ્ટ કરીને

૩. એઆઇ ચેટબોટ સાથે ચેટિંગ કરીને તેણે આપેલા જવાબો કોપી કરીને, પોતાના ડોક્યુમેન્ટમાં પેસ્ટ કરીને.

આપણે ગૂગલ ડોકમાં ગ્રામરલીમાં ‘રાઇટિંગ એક્ટિવિટી’ ટ્રેક કરવાનો ઓપ્શન ઓન કર્યા પછી ઉપરની ત્રણ રીતમાંથી કોઈ પણ રીતે ડોક્યુમેન્ટમાં લખાણ ઉમેરીશું ત્યારે ગ્રામરલી તેને ટ્રેક કરશે.

આપણો એક્ટિવિટી રિપોર્ટ

સ્ક્રીન પર ડાબી તરફ નીચે ‘સી રિપોર્ટ’ બટન પર ક્લિક કરતાં આપણું લખાણ કઈ રીતે તૈયાર કરવામાં આવ્યું છે એ વિશે વિગતવાર રિપોર્ટ જોવા મળશે. તેમાં આપણે કેટલા શબ્દો જાતે લખ્યા અને કેટલા શબ્દો કોપી-પેસ્ટ કર્યા એ જોઈ શકાશે, અલબત્ત, કયા સોર્સમાંથી કોપી-પેસ્ટ કરવામાં આવ્યું એ જાણવા માટે પ્રો એટલે કે પેઇડ એકાઉન્ટ હોવું જરૂરી છે. એઆઇ ચેટબોટને પૂછીને તેમાંથી લખાણ કોપી-પેસ્ટ કરવામાં આવે (કે ટેક્સ્ટ પહેલાં નોટપેડમાં લઈ જઈ, ત્યાં તેનું બધું ફોર્મેટિંગ દૂર કરીને પછી ડોક્યુમેન્ટમાં પેસ્ટ કરવામાં આવે તો તે ‘અજાણ્યા સોર્સમાંથી પેસ્ટ’ તરીકે નોંધાશે.

આપણે ઇચ્છીએ તો રાઇટિંગ પ્રોસેસ રિપ્લે કરી શકીએ છીએ. એ વિકલ્પ પસંદ કરતાં સમગ્ર ડોક્યુમેન્ટમાં ટાઇપિંગની પ્રોસેસ ફટાફટ ફરીથી જોઈ શકાશે અને તેમાં કલર કોડ સાથે કેટલું લખાણ જાતે લખાયેલું છે અને કેટલું લખાણ કોઈ સ્રોતમાંથી કોપી-પેસ્ટ થયું છે તે જોઈ શકાશે. આ રિપોર્ટ આપણે પોતાના ટીચર કે પ્રોફેસર (અથવા બોસ!) સાથે શેર કરી શકીશું. જેથી તેઓ પણ જાણી શકે કે આપણે પોતાનું લખાણ કેવી રીતે તૈયાર કર્યું છે. 

આ ફીચર પરફેક્ટ છે?

દેખીતું છે કે ગ્રામરલી ઓથરશિપ ફીચર હજી બીટા વર્ઝનમાં હોવાથી એ પરફેક્ટ નથી. કંપની કહે છે કે તેમાં ભૂલો થઈ શકે છે.

ઉપરાંત જો કોઈ વ્યક્તિ એક વિન્ડોમાં પોતાનું ડોક્યુમેન્ટ અને બીજી વિન્ડોમાં એઆઇ સાથેનું ચેટિંગ ઓપન રાખીને એઆઇ તરફથી મળેલા જવાબો સીધા કોપી-પેસ્ટ કરવાને બદલે ફક્ત નવેસરથી ટાઇપ કરે તો પણ આ ફીચર તેને હ્યુમન જનરેટેડ ટેકસ્ટ ગણી લે છે. જ્યારે ઇરાદો જ ચીટિંગનો હોય તો તેના તો ઘણા રસ્તા મળી રહે!

યાદ રહેઆ ટૂલ ચીટિંગ ન કરનાર માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે!

økúk{h÷e ykuÚkhrþÃk rhÃkkuxo sLkhux yLku þuh fhðkLkkt RÍe MxuÃMk

અત્યારે ગ્રામરલી ઓથરશિપ ટૂલનો હાલમાં ગૂગલ ડોક્સ તથા પછી કમ્પ્યૂટરમાં (વિન્ડોઝ માટે ગ્રામરલી ઇન્સ્ટોલ કર્યા પછી) ઉપયોગ કરી શકાશે. આપણા ડોક્યુમેન્ટમાં નીચે ડાબી તરફ ફિંગરપ્રિન્ટ જેવા આઇકોન પર ક્લિક કરી, તેને એક્ટિવેટ કરી શકાય છે. અહીંથી આપણે લખાણનું ટ્રેકિંગ શરૂ કરીએ એ પછી આપણા કીબોર્ડની એક્સેસની મંજૂરી માગવામાં આવે અને ટ્રેકિંગ શૂર થાય. આપણા ડેટાનો અન્ય કોઈ ઉપયોગ થતો નથી.

આ પછી આપણે જ્યારે ઇચ્છીએ ત્યારે ‘સી રિપોર્ટ’ પર ક્લિક કરી, આપણે કેવી રીતે આખું લખાણ તૈયાર કર્યું (મૌલિક, અન્ય વેબસાઇટમાંથી કોપી-પેસ્ટ, એઆઇમાંથી કોપી-પેસ્ટ) વગેરે તપાસી શકીએ છીએ.

આ રિપોર્ટને અન્ય કોઈ પણ વ્યક્તિ સાથે શેર કરી શકાય, એ માટે આપણને રિપોર્ટની એક લિંક મળે છે.

Tags :