AIની મદદથી ખુન થાય એ પહેલાં શોધી કાઢવા આવશે આરોપીને
AI Detective: AI દરેક ક્ષેત્રમાં કામ આવી રહ્યું છે અને હવે એ ક્રાઇમ થતો અટકાવવા માટે પણ મદદ કરી શકે એ માટે શોધ કરવામાં આવી રહી છે. AIના ઉપયોગથી ખૂન થાય એ પહેલાં જ ખુનીને પકડાવી શકાય એવી ટેક્નોલોજી પર કામ કરવામાં આવી રહ્યું છે. આ માટે યૂનાઇટેડ કિંગડમની સરકાર હોમોસાઇડ પ્રીડિક્શન પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. આ ટેક્નોલોજી સામાન્ય વ્યક્તિને જ ઉપયોગમાં આવશે, પરંતુ એમ છતાં પણ કેટલાક લોકો દ્વારા એની ટીકા કરવામાં આવી છે.
પ્રોજેક્ટ માટે ડેટા ક્યાંથી આવ્યા?
આ પ્રોજેક્ટને સ્ટેટવોચ ગ્રુપ દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. કોઈ પણ AIને ટ્રેઇન કરવા માટે ડેટાની જરૂર હોય છે. આથી ફ્રીડમ ઓફ ઇન્ફોર્મનેશનો ઉપયોગ કરીને ક્રાઇમ આધારિત દરેક ડેટાને ભેગા કરવામાં આવ્યા હતા. આ ડેટાના આદારે AIને ટ્રેઇન કરવામાં આવી રહ્યું છે. આથી ઘણાં લોકોએ એનો વિરોધ કર્યો હતો. જોકે સરકાર દ્વારા એ વાતની ખાતરી આપવામાં આવી છે કે જેમણે ક્રાઇમ કર્યો છે એના જ ડેટા આપવામાં આવ્યા છે નહીં કે દરેક વ્યક્તિના. જોકે આ વિશે પણ કેટલાક ગ્રુપ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે કે બની શકે કે AI આ વિશે મતભેદ રાખી શકે.
આ પ્રોજેક્ટનો શું હેતું છે?
આ પ્રોજેક્ટનો મુખ્ય હેતું કોઈ પણ અપરાધીને સમજવાનો અને એ મર્ડર કરવા પહેલાં કેવા કામ કરે છે અને કેવી રીતે વિચારે છે. ટૂંકમાં એવી દરેક બાબતનો અભ્યાસ કરવામાં આવશે જેનાથી ખબર પડી શકે કે કંઈ વ્યક્તિ મર્ડર કરી શકે છે અને આથી એને ઓળખ્યા બાદ મર્ડર કરતાં અટકાવી શકાય. આ પ્રોજેક્ટ માટે પ્રોબેશન સર્વિસ, ગ્રેટર માન્ચેસ્ટર પોલીસ અને અન્ય પોલીસ ફોર્સના ઓફિશિયલ ડેટાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ડેટામાં વ્યક્તિનું નામ, ઉંમર, જાતી, ધર્મ અને કેવા કેવા ઘૂના કર્યા છે જેવી માહિતીનો સમાવેશ થાય છે. મિનિસ્ટ્રી ઓફ જસ્ટીસ એવી આશા રાખી રહ્યું છે કે આ પ્રોજેક્ટ બાદ મર્ડર થતાં ઓછા થશે.
આ પણ વાંચો: ગરમીમાં ગેજેટ્સની લાઇફ કેવી રીતે વધારશો? આટલું કરો...
પ્રાઇવસીને લઈને ચિંતાનો વિષય
મિનિસ્ટ્રી ઓફ જસ્ટીસ અને ગ્રેટર માન્ચેસ્ટર પોલીસની સાથે સ્ટેટવોચ ગ્રુપ દ્વારા ડેટા શેરિંગ એગ્રીમેન્ટ કરવામાં આવ્યો છે. આ માટે મેન્ટલ હેલ્થ, એડિક્શન, સુસાઇડ અને પોતાના જાતને નુક્સાન પહોંચાડનાર દરેક વ્યક્તિઓના ડેટા આપવામાં આવ્યાં છે. આ ડેટાનો ઉપયોગ અન્ય કામ માટે પણ થઈ શકે છે એ વિશે લોકોએ પ્રાઇવસીને લઈને ચિંતા વ્યક્ત કરી છે. જોકે કંપની દ્વારા કહેવામાં આવ્યું છે આ ડેટાનો ઉપયોગ ફક્ત AIને ટ્રેઇન કરવા માટે થઈ રહ્યો છે અને એ સિવાય એનો ઉપયોગ કોઈ પણ રીતે કરવામાં નહીં આવે.