Get The App

22 ડિસેમ્બર-રવિવારથી રાત્રિ ક્રમશઃ ટૂંકી જ્યારે દિવસ ક્રમશઃ લાંબો થતો જશે

Updated: Dec 17th, 2024


Google NewsGoogle News
Winter Solstice 2024


Longest Night of the Year: આગામી 21 ડિસેમ્બર-શનિવારે અમદાવાદમાં 13 કલાકે 17 મિનિટ સાથે વર્ષની લાંબામાં લાંબી રાત હશે. આ પછી 22 ડિસેમ્બર-રવિવારથી સેકન્ડની ગણતરીએ દિવસ લાંબો થશે. આ એક ખગોળકીય ઘટના છે. 

જાણો આવું શા માટે થાય છે 

પૃથ્વી ભમરડાની જેમ સીધી ફરતી નથી પરંતુ 23.5 ડિગ્રીએ ઝૂકીને સૂર્યનું પરિભ્રમણ કરે છે. જેના કારણે દિવસ-રાત લાંબા અને ટૂંકા થાય છે. 22 ડિસેમ્બરે, પૃથ્વી અને સૂર્યની સ્થિતિ એવી છે કે સૂર્ય મકર ઉષ્ણકટિબંધ સાથે સુસંગત થશે. જેના કારણે ઉત્તર ગોળાર્ધના દેશોમાં લાંબા સમય સુધી સૂર્યપ્રકાશ ન પહોંચે અને આ જ કારણથી ઉત્તરીય ગોળાર્ધના દેશોમાં 22 ડિસેમ્બર સૌથી નાનો દિવસ થશે. 

લગભગ 10 કલાક જ રહેશે સૂર્ય પ્રકાશ 

શનિવારે રાજકોટમાં 13 કલાક 18 મિનિટ સાથે સૌથી લાંબામાં લાંબી રાત્રિનો લોકો અનુભવ કરશે. આ સિવાય ભાવનગરમાં 13 કલાક 14 મિનિટ, જુનાગઢમાં 13 કલાકમાં 11 મિનિટ, દ્વારકામાં 13 કલાકમાં 13 મિનિટ, અમદાવાદમાં 13 કલાક 17 મિનિટ, મુંબઇમાં 13 કલાક 1 મિનિટની રાત રહેશે. ત્યારબાદ 22 ડિસેમ્બરથી રાત્રિ ક્રમશઃ ટૂંકી અને દિવસ ક્રમશઃ લાંબો થતો જશે. 

આ પણ વાંચો: ભારતીય વિજ્ઞાનીઓએ દરિયાના પેટાળમાં હાઇડ્રોથર્મલ સલ્ફાઇડ ફિલ્ડ શોધી કાઢ્યું

22 ડિસેમ્બરને શિયાળુ અયનકાળ પણ કહે છે 

વૈજ્ઞાનિકોના મતે 22 ડિસેમ્બરે સૂર્ય કર્કવૃતમાંથી દક્ષિણ તરફ મકરવૃત તરફ જાય છે. આ દિવસથી હિમવર્ષા વધુ વધે છે અને મેદાની વિસ્તારોમાં ઠંડી પણ વધવા લાગે છે. આ દિવસને શિયાળુ અયન (Winter solstice)પણ કહેવામાં આવે છે. 

સોલ્સ્ટિસ એ લેટિન શબ્દ છે જે સોલ્સ્ટિટિયમ પરથી આવ્યો છે. લેટિન શબ્દ સોલ (sōl) નો અર્થ સૂર્ય થાય છે જ્યારે સેસ્ટીર (સિસ્ટર) નો અર્થ થાય છે સ્થિર રહેવું. આ બે શબ્દોને જોડીને સોલ્સ્ટિસ શબ્દ બને છે જેનો અર્થ થાય છે સૂર્ય સ્થિર રહે છે.

22 ડિસેમ્બર-રવિવારથી રાત્રિ ક્રમશઃ ટૂંકી જ્યારે દિવસ ક્રમશઃ લાંબો થતો જશે 2 - image


Google NewsGoogle News