ધરતી પર પડી જશે 4 લાખ કિલોનું ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન! NASAએ આપી ચેતવણી

આ સ્પેશ સ્ટેશનને વર્ષ 1998માં અંતરિક્ષમાં મોકલવામાં આવ્યું હતું

અત્યાર સુધી 200 અવકાશયાત્રીઓ જઈ ચુક્યા છે, અને તેને પહેલા 15 વર્ષ માટે મોકલવામાં આવ્યું હતું.

Updated: Nov 1st, 2023


Google NewsGoogle News
ધરતી પર પડી જશે 4 લાખ કિલોનું ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન! NASAએ આપી ચેતવણી 1 - image
Image NASA

તા. 1 ઓક્ટોબર 2023, બુધવાર 

International Space Station: દુનિયાભરના દેશો અંતરિક્ષમાં રહેલા તમામ બીજા ગ્રહો પર જીવન છે કે નહી તેની શોધમાં જોતરાયેલા છે. તેના માટે છેલ્લા કેટલાક વર્ષોથી એક ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન અંતરિક્ષમાં છે, જ્યા જુદા-જુદા સંશોધન માટે અવકાશયાત્રીઓ રહેતા હોય છે અને અંતરિક્ષમાં રહેલા રહસ્યોથી પડદો ઉઠાવવાની કોશિશ કરી રહ્યા છે. પરંતુ આ વચ્ચે અમે તમને આ વાત એટલા માટે કરી રહ્યા છીએ કે, હવે અમેરિકાની એજન્સી નાસાએ મોટી ચેતવણી આપી છે, જેમા કહેવામાં આવ્યું છે કે, સ્પેસ સ્ટેશન ધરતી પર પડી શકે છે. 

આ સ્પેસ સ્ટેશનને વર્ષ 1998માં અંતરિક્ષમાં મોકલવામાં આવ્યું હતું

શું છે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને વર્ષ 1998માં અંતરિક્ષમાં મોકલવામાં આવ્યું હતું. લગભગ 20 દેશોએ મળીને તેને બનાવવામાં આવ્યું હતું. જેમા રશિયા, અમેરિકા, જાપાન અને કેનેડા જેવા દેશોનો સમાવેશ થાય છે. અત્યાર સુધી 200 અવકાશયાત્રીઓ જઈ ચુક્યા છે, અને તેને પહેલા 15 વર્ષ માટે મોકલવામાં આવ્યું હતું. અત્યાર સુધી તે કામ કરી રહ્યું છે, જેમા દરેક પ્રકારનો સુધારો કર્યા પછી કહેવામાં આવ્યું છે કે, 2030 સુધી આ સ્પેસ સ્ટેશન કામ કરી શકશે, પરંતુ હવે કેટલાક કારણોથી તેને જલ્દી ધરતી પર લાવવામાં આવશે.

શા માટે સ્પેસ સ્ટેશનને પૃથ્વી પર લાવવામાં આવશે

અવકાશમાં જો કોઈ વસ્તુ તરી રહી હોય તેને ધરતી પરનું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, જે તેને નીચે ખેંચે છે, હવે સ્પેસ સ્ટેશનની ઉંમર પુરી થયા પછી તેને નીચે ઉતારવામાં આવે તો એ વાતનો ડર છે, કે તે ખૂબ ઝડપી ધરતી પર આવીને પડી શકે છે. એટલા માટે હવે તેને પ્વાઈંટ નેમો પર ઉતારવાની તૈયારીઓ થઈ રહી છે. જ્યા દરેક પ્રકારના સેટેલાઈટને ડ્રોપ કરવામાં આવે છે, જેથી કરીને કોઈના જીવ નું જોખમ ન રહે. વૈજ્ઞાનિકો માટે પ્લાઈંટ નેમો પર સ્પેસ સ્ટેશનને લેંડિગ કરવું મોટો પડકાર માનવામાં આવે છે, પરંતુ તેમ છતા પણ જો આમ કરવામા  નહી આવે તો મોટું નુકસાન થઈ શકે છે. 

હજુ થોડા વર્ષો સુધી સ્પેસમાં રાખવામાં આવે તો મેન્ટેનન્સ પર કરોડોનો ખર્ચો આવી શકે છે

એક વાત એવી પણ છે કે જેમાં નાસા ઈચ્છે છે કે, સ્પેસ સ્ટેશનને થોડા વર્ષો સુધી સ્પેસમાં રાખવામાં આવે,પરંતુ તેના મેન્ટેનેંસ પર હજારો કરોડો રુપિયાનો ખર્ચો આવી શકે છે. અને વધુમાં અમેરિકાએ બજેટમાં ઘટાડો કર્યો છે, જેના કારણે હવે તેને જલ્દી ધરતી પર ઉતારવામાં આવી શકે છે. 


Google NewsGoogle News