Get The App

જીમેઇલને 21 વર્ષ પછી આખરે મજબૂત હરીફ મળશે ?

Updated: Apr 9th, 2025

GS TEAM


Google News
Google News
જીમેઇલને 21 વર્ષ પછી આખરે મજબૂત હરીફ મળશે ? 1 - image


- {kurÍ÷k Úktzhçkzo íkhVÚke nðu yuf Vw÷^÷ußz, ykuÃkLk MkkuMko R{uR÷ MkŠðMk ykðe hne Au

આ મહિનાની શરૂઆતમાં જીમેઇલને ૨૧ વર્ષ થઈ ગયાં! વર્ષ ૨૦૦૪માં પહેલી તારીખે ગૂગલ કંપનીએ જીમેઇલ સર્વિસ લોન્ચ કરી ત્યારે તેને ઘણા લોકોએ એપ્રિલ ફૂલની મજાક ગણી લીધી હતી. ૧ એપ્રિલ ૨૦૦૪માં લોન્ચ વખતે જીમેઇલે એક ધડાકે તેના હરીફ કરતાં ૨૫૦ કે ૫૦૦ ગણી વધુ સ્પેસ આપીને લોકોને પોતાની તરફ વાળવાનું શરૂ કર્યું હતું. બિલકુલ ક્લીન યુઝર ઇન્ટરફેસ એ જીમેઇલની વધુ એક ખાસિયત હતી. સમય સાથે ગૂગલે વધુ ને વધુ સ્પેસ આપતા રહેવાનું ચાલુ રાખ્યું અને ખાસ તો તેમાં સતત નવી નવી સગવડો પણ ઉમેરવાનું ચાલુ રાખ્યું તેને કારણે લોકોને જીમેઇલ માફક આવી ગયું.

આ ૨૧ વર્ષમાં સમય ઘણો બદલાઈ ગયો છે. સોશિયલ મીડિયા અને ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્સના યુગમાં પણ જીમેઇલનો દબદબો હજી ટકી રહ્યો છે.

જીમેઇલની એ સમયની હરીફ જેવી યાહૂ કે અન્ય ઇમેઇલ સર્વિસ સાવ ખોવાઈ ગઈ છે. હવે લોકો કાં તો ઇમેઇલ સર્વિસ પ્રોવાઇડર જીમેઇલનો ઉપયોગ કરે છે અથવા ઓફિસમાં આઉટલૂક જેવી ઇમેઇલ ક્લાયન્ટ સર્વિસનો, જેમાં પાછો ઉપયોગ તો જીમેઇલનો જ થાય!

આ ઇમેઇલ સર્વિસ પ્રોવાઇડર અને ઇમેઇલ ક્લાયન્ટ સર્વિસમાં ઘણા લોકો ગૂંચવાય છે.

હકીકતમાં વાત સાદી છે, જીમેઇલ ગૂગલ તરફથી મળતી ફુલફ્લેજ઼્ડ ઇમેઇલ સર્વિસ છે, જ્યારે ઇમેઇલ ક્લાયન્ટ ઇમેઇલ માટેના બ્રાઉઝર જેવો એક સોફ્ટવેર છે, જેમાં આપણે જુદી જુદી ઇમેઇલ સર્વિસનો ઉપયોગ કરી શકીએ. જીમેઇલ સર્વિસ લોન્ચ થઈ એ જ અરસામાં મોઝિલા ફાયરફોક્સ તરફથી ‘થંડરબર્ડ’ નામે એક ઇમેઇલ ક્લાયન્ટ લોન્ચ થયો હતો. એ હજી પણ અમુક ચોક્કસ સેગમેન્ટમાં પોપ્યુલર છે.

હવે સમાચાર છે કે એ જ મોઝિલા ફાયરફોક્સ જીમેઇલ જેવી જ એક નવી ઇમેઇલ સર્વિસ લોન્ચ કરવાની તૈયારીમાં છે - થંડરમેઇલ!

વાસ્તવમાં કંપની થંડરબર્ડ પ્રો નામે, જુદી જુદી સર્વિસનો એક આખો સ્યૂટ લોન્ચ કરવાની તૈયારીમાં છે. થંડરમેઇલ તેનો એક ભાગ હશે. મોઝિલા યૂઝરની પ્રાઇવસી જાળવવા માટે સૌથી વધુ જાણીતી છે. તેની નવી સર્વિસમાં એ જ તેની ખાસિયત રહેશે. આ નવી મેઇલ સર્વિસ ફ્રી અને પેઇડ એમ બંને પ્રકારે લોન્ચ થશે.

તમે જોડાવામાં રસ હોય તો https://thundermail.com/ પર વિશલિસ્ટ જોઈન કરો.

Tags :