Get The App

ડિજિટલ-રૂપી વોલેટ્સ ચલણી બનશે ?

Updated: Feb 12th, 2025


Google NewsGoogle News
ડિજિટલ-રૂપી વોલેટ્સ ચલણી બનશે ? 1 - image


- yk ÔÞðMÚkk ÞwÃkeykR rMkMx{ ÃkhLkku ¼kh ½xkze þfu, Ãký...

આખી દુનિયામાં ક્રિપ્ટોકરન્સીની બોલબાલા થવા લાગી હતી, મેટા અને ટેલિગ્રામ જેવી કંપની પણ પોતાની ક્રિપ્ટોકરન્સી લોન્ચ કરવાની મથામણમાં હતી ત્યારે ભારત સરકાર, વિવિધ દેશોના સત્તાવાર ચલણ સામે સીધો પડકાર ઊભો કરતી આ કરન્સીનો કઈ રીતે સામનો કરવો તેની અવઢવમાં હતી. ભારતમાં ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવો કે તેના પર ભારે ટેક્સ લાદવો તેની વિચારણા ચાલતી હતી, એ દરમિયાન, વર્ષ ૨૦૧૭માં ભારત સરકારે ઇ-રૂપી લોન્ચ કરવાનો વિચાર રમતો મૂક્યો, જે ડિસેમ્બર ૨૦૨૨માં સત્તાવાર રીતે સાકાર થયો.

વાસ્તવમાં વિવિધ બેન્ક વચ્ચે નાણાંની સરળ-ઝડપી આપલે માટે આ વ્યવસ્થા વિચારાઈ હતી, પરંતુ પછી તેને દેશના સૌ નાગરિકો માટે પણ ઓપન કરવામાં આવી. જોકે આપણી પાસે તો પહેલેથી, ડિજિટલ રૂપીની સગી બહેન જેવી યુપીઆઇ વ્યવસ્થા છે, જેનો વ્યાપ અત્યારે સતત વિસ્તરી રહ્યો છે.

કદાચ એટલે જ, શરૂઆતમાં વિવિધ બેન્ક દ્વારા લોન્ચ થયેલાં ડિજિટલ રૂપી વોલેટ્સ લોકોને ખાસ પ્રભાવિત કરી શક્યાં નથી. એપ સ્ટોર્સમાં આવી એપ્સ સામે નારાજગી વધુ દેખાય છે, પરંતુ હવે આ વર્ષની શરૂઆતથી પ્રાઇવેટ પ્લેયર્સ પણ ડિજિટલ રૂપી વોલેટ ઓફર કરવા લાગ્યા છે. સ્થિતિ બદલાશે?

«kRðux ftÃkLkeLkkt rzrsx÷ YÃke ðku÷ux

હમણાં મોબિક્વિક ફિનટેક કંપનીએ ભારતમાં સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (સીબીડીસી) એટલે કે ઇ-રૂપી કે ડિજિટલ રૂપીનું વોલેટ લોન્ચ કર્યુંૉ. આ વોલેટ  રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તથા યસ બેંકના સાથમાં લોન્ચ કરવામાં આવ્યું છે. પોતાના એન્ડ્રોઇડ ફોનમાં મોબિક્વિક એપનો ઉપયોગ કરતા લોકો આ ઇ-રૂપી વોલેટનો પણ ઉપયોગ કરી શકશે. એ માટે ફુલ કેવાયસી વેરિફિકેશન જરૂરી છે. આ પ્રક્રિયામાં વીડિયોકોલથી પણ વેરિફિકેશન કરવામાં આવે છે. પરંતુ સમગ્ર વેરિફિકેશન એ-બે મિનિટના ટૂંકા સમયમાં પૂરું થઈ જાય છે.

રિઝર્વ બેંકે ભારતે પોતાની ડિજિટલ કરન્સી લોન્ચ કરી એ પછી શરૂઆતમાં તેનો ઉપયોગ વિવિધ બેંક પૂરતો મર્યાદિત રાખવામાં આવ્યો હતો. એ પછી વિવિધ બેંક પોતાના કસ્ટમર્સને બેંકની એપ દ્વારા કે ખાસ અલગ એપ દ્વારા ઇ-રૂપીમાં ટ્રાન્ઝેકશન કરવાની સગવડ આપવા લાગી.

એપ્રિલ ૨૦૨૪થી નોન-બેંકિંગ કંપનીઓ પણ કોઈ બેંકના સહયોગમાં ઇ-રૂપી સર્વિસિસ આપી શકે તેવી રીતે ઇ-રૂપીનું નેટવર્ક વિસ્તારવામાં આવ્યું. એ કારણે મોબિક્વિક જેવી કંપની હવે ઇ-રૂપી વોલેટ ઓફર કરી શકે છે. મોબિક્વિક ઉપરાંત અન્ય જાણીતી ફિનટેક કંપની ‘ક્રેડ’એ પણ ઇ-રૂપી વોલેટ લોન્ચ કર્યું છે.

આ પ્રકારના ઇ-રૂપી વોલેટમાં કેવાયસી પ્રક્રિયા પૂરી કર્યા પછી આપણે પોતાના બેંક એકાઉન્ટમાંથી વોલેટમાં રૂપિયા ટ્રાન્સફર કરી શકીએ છીએ. ઇ-રૂપી વોલેટ યુપીઆઇ સાથે સંપૂર્ણપણે ઇન્ટિગ્રેટેડ છે. આથી ઇ-રૂપી વોલેટમાંથી કોઈ પણ ઇ-રૂપી વોલેટમાં, બેંક એકાઉન્ટમાં, યુપીઆઇ એકાઉન્ટ ધરાવતા અન્ય લોકોને કે મર્ચન્ટને પેમેન્ટ કરી શકાય છે.

એક રીતે જોઇએ તો ઇ-રૂપી વોલેટ અને યુપીઆઇ વ્યવસ્થામાં ખાસ કોઈ તફાવત નથી. યુપીઆઇ એપમાં આપણું બેંક એકાઉન્ટ સીધેસીધું યુપીઆઇ નેટવર્ક સાથે કનેક્ટ થાય છે. જ્યારે ઇ-રૂપી વોલેટ એક પ્રકારે પ્રી-પેડ વોલેટ જેવું કામ આપે છે. આપણે તેમાં રૂપિયા જમા કરવા પડે છે અને પછી તેમાંથી કોઈ પણ જગ્યાએ પેમેન્ટ કરી શકીએ છીએ.

‘ટેક્નોવર્લ્ડ’માં આપણે અગાઉ મોબિક્વિકની પોકેટ યુપીઆઇ સર્વિસ વિશે વાત કરી ગયા છીએ. આ સર્વિસ અને ઇ-રૂપી વોલેટમાં લગભગ કોઈ ફેર નથી.

પોકેટ યુપીઆઇ એપની વિશેષતા એ છે કે તેમાં આપણા બેંક એકાઉન્ટને યુપીઆઇ સાથે લિંક કરવું જરૂરી નથી. તેમ છતાં યુપીઆઇ સંબંધિત તમામ સગવડોનો તેમાં લાભ લઈ શકાય છે. એ માટે પણ આપણે મોબિક્વિકમાં કેવાયસી પ્રક્રિયા પૂરી કરવી પડે છે. એ પછી આપણે કોઈ પણ રીતે આ પોકેટ યુપીઆઇ એકાઉન્ટમાં રૂપિયા ઉમેરી શકીએ અને જ્યાં જ્યાં યુપીઆઇ પેમેન્ટ શક્ય હોય તે બધી જગ્યાએ તેનાથી પેમેન્ટ કરી શકીએ.

પોકેટ યુપીઆઇ અને યુપીઆઇ લાઇટ પણ ઘણી નજીકની સર્વિસ છે. યુપીઆઇ લાઇટમાં પણ આપણે પહેલાં રૂપિયા જમા કરીને પછી તેમાંથી ગમે તે જગ્યાએ પેમેન્ટ કરી શકીએ છીએ. પરંતુ બંને વ્યવસ્થામાં બહુ મોટો ફેર રકમ સંબંધિત વિવિધ લિમિટ્સનો છે.

યુપીઆઇ લાઇટમાં હાલમાં વધુમાં વધુ ફક્ત રૂા. ૨૦૦૦ સુધીનું બેલેન્સ રાખી શકાય છે તથા એક સમયે વધુમાં વધુ રૂ.૫૦૦ સુધીનું પેમેન્ટ કરી શકાય છે (આ મર્યાદા હવે વધારવામાં આવી રહી છે). આમ યુપીઆઇ લાઇટ મુખ્યત્વે નાની રકમના ટ્રાન્ઝેકશન માટે ઉપયોગી છે.

જ્યારે મોબિક્વિકના પોકેટ યુપીઆઇ એકાઉન્ટમાં વધુમાં વધુ રૂ. બે લાખનું બેલેન્સ રાખી શકાય છે તથા રૂ. એક લાખ સુધીનું ટ્રાન્ઝેકશન કરી શકાય છે.

યુપીઆઇ લાઇટ અને પોકેટ યુપીઆઇનો મોટો ફાયદો એ છે કે તેમાંથી જે કંઈ ટ્રાન્ઝેકશન કરવામાં આવે તે આપણા બેંક એકાઉન્ટમાં નોંધાતાં નથી. પરંતુ તેની અલગ હિસ્ટ્રી જોઈ શકાય છે. યુપીઆઇ લાઇટ કે પોકેટ યુપીઆઇમાં જે રકમ ટ્રાન્સફર કરીએ ફક્ત તેની એક જ એન્ટ્રી બેંક એકાઉન્ટમાં નોંધાય છે. આથી બેંક એકાઉન્ટના સ્ટેટમેન્ટમાં નાની નાની રકમની પાર વગરની એન્ટ્રી થતી નથી.

કેટલીક બેંક પણ યુપીઆઇ વોલેટ જેવી સગવડ આપે છે, જેમાં આપણે યુપીઆઇ લાઇટ કરતાં વધુ રકમ બેલેન્સ રાખી શકીએ છીએ અને વધુ રકમની એક સાથે લેવડદેવડ કરી શકીએ છીએ. આ બધું ધ્યાને લઈએ તો આપણે ડિજિટલ રૂપી વોલેટ જેવી નવી કોઈ વ્યવસ્થાની જરૂર નથી. બેંક ઉપરાંત ખાનગી કંપનીઓ પણ આ ક્ષેત્રમાં પ્રવેશી રહી છે ત્યારે ડિજિટલ રૂપી વોલેટ પણ લોકપ્રિય થશે કે કેમ એ જોવું રસપ્રદ બનશે.

rzrsx÷ YÃke rðþu økqt[ðýku Au?

ડિજિટલ રૂપી ચોક્કસપણે શું છે એ વિશે હજી તમારા મનમાં સવાલો હોય તો અહીં એના જવાબો જાણી લો...

ડિજિટલ રૂપી શું છે?

ડિજિટલ રૂપી એ ભારતની સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (સીબીડીસી) છે. આપણા દેશની ફિઝિકલ કરન્સી એટલે કે કાગળની નોટનું એ ડિજિટલ સ્વરૂપ છે. ડિજિટલ રૂપી ઇ-રૂપી તરીકે પણ ઓળખાય છે.

શું ડિજિટલ રૂપી ભારતની નવી ક્રિપ્ટોકરન્સી છે?

ના. ડિજિટલ રૂપી ક્રિપ્ટોકરન્સી નથી. તે ફક્ત આપણી ફિઝિકલ કરન્સીનું ડિજિટલ સ્વરૂપ છે. ડિજિટલ રૂપીનું રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) દ્વારા નિયમન થાય છે. તેના મૂલ્યમાં કોઈ વધઘટ થતી નથી. આપણે ડિજિટલ રૂપી વોલેટની સગવડ આપતી એપમાં, સાદા ચલણના બદલામાં ડિજિટલ રૂપી મેળવી શકીએ છીએ. પછી સાદા ચલણની જેમ જ તેનો ઉપયોગ કરી શકીએ છીએ. ડિજિટલ રૂપી વોલેટ યુપીઆઇ વોલેટને મળતી આવતી વ્યવસ્થા છે.  ડિજિટલ રૂપી વોલેટમાં જમા રકમ પર કોઈ વ્યાજ મળતું નથી.

ડિજિટલ રૂપી વોલેટ અને યુપીઆઇમાં શું ફેર છે?

ડિજિટલ રૂપી વોલેટ એક પ્રકારે આપણા સાદા રૂપિયા ધરાવતા પર્સનું ડિજિટલ સ્વરૂપ છે. જ્યારે યુપીઆઇ એ આપણા બેંક એકાઉન્ટનું જ ડિજિટલ સ્વરૂપ છે.

ડિજિટલ રૂપી વોલેટમાં આપણા બેંક ખાતામાંથી રૂપિયા જમા થાય છે અને પછી આપણે તેમાંથી ખર્ચ કરી શકીએ છીએ. જ્યારે યુપીઆઇમાં રકમ સીધેસીધી એક બેંકમાંથી બીજા બેંક ખાતામાં ટ્રાન્સફર થાય છે.

ડિજિટલ રૂપીનો ક્યાં, કેવી રીતે ઉપયોગ થઈ શકે?

હજી હમણાં સુધી ફક્ત ભારતની વિવિધ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના સહયોગમાં ડિજિટલ રૂપી વોલેટની સગવડ આપતી હતી. મોટા ભાગની જાણીતી બેંક આવાં વોલેટ ઓફર કરવા લાગી છે.

હવે નોન-બેંકિંગ કંપનીઓને પણ આ પ્રકારના વોલેટ ઓફર કરવાની મંજૂરી મળી છે. આપણે બેંક કે નોન- બેંકિંગ કંપનીની એપમાં પોતાના ડિજિટલ રૂપી વોલેટ ઓપન કરીએ, તેમાં કોઈ પણ રીતે આપણા ખાતામાંથી રકમ ટ્રાન્સફર કરીએ એ પછી યુપીઆઇ એકાઉન્ટની જેમ જ ડિજિટલ રૂપી વોલેટમાંથી કોઈ પણ વ્યક્તિને કે વેપારી-કંપનીને પેમેન્ટ થઈ શકે છે. યુપીઆઇ એપની જેમ ડિજિટલ વોલેટમાં પણ સામેની વ્યક્તિ કે શોપનો ક્યૂઆર કોડ સ્કેન કરીને પેમેન્ટ થઈ શકે છે.

ડિજિટલ રૂપી વોલેટનો ઇન્ટરનેટ કનેકશન વિના પણ ઉપયોગ થઈ શકે?

ડિજિટલ રૂપી એ સાદી ચલણી નોટોને જ ડિજિટલ સ્વરૂપ આપવાનો પ્રયાસ છે. આથી તેમાં ઇન્ટરનેટ કનેકશન વિના ઓફલાઇન પેમેન્ટ સંભવ બનાવવાના પણ પ્રયાસો થઈ રહ્યા છે. એક તરફ ઇન્ટરનેટ કનેકશન વિના, ફક્ત મોબાઇલ સિગ્નલ ઉપલબ્ધ હોય ત્યારે ડિજિટલ વોલેટમાંથી પેમેન્ટ શક્ય બનાવતી પદ્ધતિનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. બીજી તરફ, નીયર ફિલ્ડ કમ્યુનિકેશન (એનએફસી) ટેકનોલોજીથી આપણો સ્માર્ટફોન અને પેમેન્ટ રીસિવ કરતા સ્માર્ટફોન કે સાધન એકમેકની નજીક હોય ત્યારે અન્ય કોઈ કનેકશન વિના પેમેન્ટ શક્ય બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.

ડિજિટલ રૂપી વોલેટમાં નિશ્ચિત ઓછામાં ઓછું બેલેન્સ રાખવું જરૂરી છે?

ના. ડિજિટલ રૂપી વોલેટ્સમાં મિનિમમ બેલેન્સ જાળવવાની જરૂર નથી. એ જ રીતે ડિજિટલ રૂપી વોલેટનો ઉપયોગ કરવા માટે આપણે કોઈ ફી ભરવાની હોતી નથી.

ડિજિટલ રૂપી વોલેટમાં જુદા જુદા મૂલ્યનું ચલણ જોવા મળે છે. તેવું કેમ?

આપણે જોયું તેમ ડિજિટલ રૂપી એ ભારતીય ચલણનું ડિજિટલ સ્વરૂપ છે. આથી તેમાં ફિઝિકલ સ્વરૂપમાં જે જે મૂલ્યનું ચલણ ઉપલબ્ધ છે તે ડિજિટલ વોલેટમાં પણ જોવા મળે છે. જોકે તેનાથી પેમેન્ટમાં કોઈ અડચણ આવતી નથી. આપણે કોઈ વેપારીને રૂા.૧૫નું પેમેન્ટ કરવાનું હોય પરંતુ વોલેટમાં રૂા.૨૦ના મૂલ્યમાં ડિજિટલ રૂપી ઉપલબ્ધ હોય તો પણ આપણે વેપારીને રૂા.૧૫નું પેમેન્ટ કરી શકીએ છીએ. એ માટે પેમેન્ટ માટે રૂા.૧૫ લખવાના રહે છે. ત્યાર પછી આપણા વોલેટમાંથી રૂા.૨૦ના ચલણ અનુસાર પેમેન્ટ થાય છે. પરંતુ તેમાંથી વેપારીને રૂા.૧૫ મળે છે અને આપણા વોલેટમાં રૂા.૫ બાકી રહે છે. 


Google NewsGoogle News