4G મોબાઈલમાં ચાલશે 5G જેવું સુપરફાસ્ટ ઈન્ટરનેટ, તેના માટે તમારે કરવું પડશે આ કામ
નવી મુંબઇ,તા. 29 ડિસેમ્બર 2023, શુક્રવાર
આજે અમે તમને કેટલીક સરળ રીતો જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમારા ફોનની સ્પીડમાં ઘણો સુધારો કરી શકાય છે. Jio અને Airtel એ 5G સેવા શરૂ કરી છે. આવી સ્થિતિમાં તમારી પાસે 5G સ્માર્ટફોન પણ હોવો જરુરી જોઈએ. તેની મદદથી તમે આ સર્વિસ લઇ શકો છો. પરંતુ ઘણી વખત એવું જોવા મળે છે કે 4G ઈન્ટરનેટમાં પણ તમને સ્પીડ નથી મળતી. આજે તમને એવી જ કેટલીક સરળ રીતો જણાવવા જઈ રહ્યા છીએ જેની મદદથી તમારા ફોનમાં સુપરફાસ્ટ 5G ઈન્ટરનેટ ચાલુ કરી શકો છો.
વાયરલેસ કનેક્શન ચેક કરો
ખાસ કરીને જો તમને તમારા સ્માર્ટફોનમાં ઈન્ટરનેટ સ્પીડ નથી મળી રહી તો તમારો ફોન વધુ સારા નેટવર્ક એરિયામાં સારી સ્પીડ આપે છે. પરંતુ કેટલીકવાર નેટવર્ક હોવા છતાં પણ તમને સ્પીડ મળતી નથી, તો તમે નેટવર્ક બૂસ્ટરનો ઉપયોગ કરી શકો છો .
અનવોન્ટેડ એપ્સ બંધ કરો
અનિચ્છનીય એપ્સને કારણે ફોન અને ઇન્ટરનેટ બંનેની સ્પીડ ઘણી ધીમી થઈ જાય છે. તેથી તમારે આ એપ્સનો ઉપયોગ ન કરવાનો પ્રયાસ કરવો જોઈએ. જે જરુર ના હોય તેવી એપ્સને ડિલિટ કરી દો. વધારાની એપના કારણે ફોનનું પ્રોસેસર સારું હોય તો પણ સ્પીડ સારી નથી રહેતી. ફોનની સ્પીડ સારી ન હોવાને કારણે નેટવર્ક સ્પીડ પણ નહીં મળે.
કેશે અને ડેટા ક્લીન
જ્યારે તમારા ફોનની નેટ સ્પીડ ઘણી ઓછી હોય ત્યારે આ કૈશે અને ડેટા ક્લિયર કરવો જરુરી છે. આ ફોનની સ્પીડ ફાસ્ટ થઇ જશે. આ ઉપરાંત, સ્ટોરેજ પણ સમયાંતરે ફ્રી થઈ જાય છે.
અપડેટ્સ પર ધ્યાન આપવું
સ્માર્ટફોનને સતત અપડેટ કરતા રહો. જો તમે ફોનને સતત અપડેટ કરો છો તો સૌથી મોટો ફાયદો છે કે,ફોનની સ્પીડ વધી જશે. આ સિવાય એપ્સમાં નેટ સ્પીડ પણ ઘણી સારી આપવામાં આવી છે જે તમારા ફોન અને નેટ સ્પીડ માટે સારી સાબિત થાય છે. તેનો ઉપયોગ તમે ઘરે બેઠા સરળતાથી કરી શકો છો. તમારે ફક્ત તમારા ફોનમાં સારી ઇન્ટરનેટ સ્પીડ હોવી જરૂરી છે.