વિકિપીડિયા ફાઉન્ડેશનનું નિવેદન: ભારતીય સરકાર તરફથી કોઈ નોટિસ નથી મળી
Wikipedia on Legal Notice: વિકિપીડિયાની પેરન્ટ કંપની વિકિમીડિયા ફાઉન્ડેશને જણાવ્યું છે કે તેમને ભારતીય સરકાર તરફથી કોઈ નોટિસ પ્રાપ્ત નથી થઈ. વિકિપીડિયા ફાઉન્ડેશન એક નોન-પ્રોફિટ ફાઉન્ડેશન છે જે લોકોને માહિતી પૂરી પાડે છે. તેમના પર ન્યુઝ એજન્સી ANI અને PTI દ્વારા આરોપ મૂકવામાં આવ્યો છે કે તેઓ ખોટી માહિતી પ્રસિદ્ધ કરી રહ્યા છે. આથી, નોટિસ મોકલવામાં આવી હોવાની વાતો ચાલી રહી છે.
શું છે કેસ?
ANI દ્વારા અધિકારીય ફરિયાદ કરવામાં આવી હતી કે વિકિપીડિયાના પેજ પર ખોટી માહિતી દેખાડવામાં આવી રહી છે. તે પ્રોપાગેંડા ન્યુઝ ચલાવતા હોવાનું પેજ પર લખવામાં આવ્યું હતું. આ ખોટું હોવાથી તેમણે એ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ દ્વારા આ વિશે વિકિપીડિયાને લીગલ નોટિસ મોકલવામાં આવી હોવાની ચર્ચા ચાલી રહી છે.
નોટિસ નથી મોકલવામાં આવી?
વિકિપીડિયાની પેરન્ટ કંપની વિકિમીડિયા ફાઉન્ડેશનના પ્રવક્તાએ કહ્યું કે, "વિકિમીડિયા ફાઉન્ડેશન જે વિકિપીડિયાને ઓપરેટ કરે છે, તેને છેલ્લા બે દિવસમાં ભારતીય સરકાર તરફથી એડિટીંગ પ્રેક્ટિસ કે વિકિપીડિયા પર ખોટી માહિતી વગેરે વિશે કોઈ નોટિસ મળી નથી."
પાંચમી નવેમ્બરે નોટિસ મોકલાઇ હોવાની ચર્ચા
ANI અને PTI દ્વારા પાંચમી નવેમ્બરે કહેવામાં આવ્યું કે મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ દ્વારા વિકિપીડિયાને લીગલ નોટિસ મોકલવામાં આવી છે. આ નોટિસ એડિટીંગ અને ખોટી માહિતી માટે મોકલવામાં આવી હોવાનું કહેવામાં આવ્યું છે. આ વિશે વિકિમીડિયાના પ્રવક્તાએ જણાવ્યું કે, "અમારું ફાઉન્ડેશન તેમના વોલેન્ટીયર્સની કમ્યુનિટી અને તેમની માન્યતાઓની કદર કરે છે. અમે વિશ્વસનિય સૂત્રોના આધારે માહિતીનો ઉપયોગ કરીને પેજ પર પબ્લિશ કરીએ છીએ અને એનો ઉપયોગ વિશ્વભરના લોકો કરે છે, તે પણ કોઈ ચાર્જ વગર. વિકિપીડિયાનો ઉપયોગ ભારતમાં 850 મિલિયન લોકો દર મહિને કરે છે. વિશ્વમાં વિકિપીડિયાનો સૌથી વધુ ઉપયોગ કરનાર દેશોમાં ભારત પાંચમાં ક્રમે છે."
આ પણ વાંચો: ‘ઇન્ડિયા પસંદ નથી તો અહીં કામ કરવાની જરૂર નથી’, વિકિપીડિયાને દિલ્હી હાઇકોર્ટની ફટકાર
દિલ્હી કોર્ટમાં કેસ
ANI દ્વારા દિલ્હીની કોર્ટમાં કેસ કરવામાં આવ્યો છે, જેમાં તેઓએ આ માહિતી એડિટ કરનાર વ્યક્તિનું નામ માગ્યું છે. આ સાથે જ એ માહિતીમાં સુધારો કરવા માટે પણ ડિમાન્ડ કરી છે. મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ દ્વારા મોકલવામાં આવેલી નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે વિકિપીડિયા પબ્લિશર નથી, તેમણે મધ્યસ્થી તરીકે કામ કરવું જોઈએ. આ નોટિસ દિલ્હી હાઇ કોર્ટમાં ચાલી રહેલા કેસમાં પણ મહત્ત્વપૂર્ણ પૂરાવા બની શકે છે એવું પણ જણાવવામાં આવ્યું છે.
વિકિપીડિયાના કન્ટ્રીબ્યુટર્સ
વિકિપીડિયાના વિશ્વભરમાં કુલ 2,60,000 કન્ટ્રીબ્યુટર્સ છે. તેઓ વિશ્વભરના માહિતીને સાઇટ પર અપલોડ કરે છે. પ્રવક્તાએ કહ્યું કે, "ઇન્ડિયન વિકિપીડિયા એડિટર્સ ખૂબ જ મહત્ત્વના કન્ટ્રીબ્યુટર્સ છે. વિશ્વના તમામ દેશોમાં ભારતીય કન્ટ્રીબ્યુટર્સ હંમેશાં પહેલા ક્રમે આવે છે."
આ પણ વાંચો: ચાર્જિંગ દરમિયાન ફાટ્યો આઇફોન 14 પ્રો મેક્સ, મહિલાને થઈ ઇજા
વિકિપીડિયા ક્યાંથી માહિતી મેળવે છે?
વિકિપીડિયા દરેક માહિતી જાણીતી વેબસાઇટ અથવા ન્યુઝ ચેનલ પરથી મેળવે છે. આ સાથે, અન્ય બાહ્ય પબ્લિકેશનનો પણ ઉપયોગ કરે છે, પરંતુ તેઓ મૂળ કન્ટેન્ટનો સમાવેશ નથી કરતાં. એડિટર્સ માહિતીને નવેસરથી લખે છે. તો કયું પણ પેજ અન્ય વ્યક્તિ દ્વારા એક્સેસ કરીને માહિતી ઉમેરવામાં આવે છે. આથી, કોઈ પણ એક વ્યક્તિ અથવા પોલિટિકલ પાર્ટી અથવા સંસ્થાનો એમાં પોઇન્ટ-ઓફ-વ્યુ નથી હોતો.