Get The App

વાઈ-ફાઈનો પાસવર્ડ શેર કરી શકાય ક્યૂઆર કોડથી

Updated: Oct 6th, 2024


Google NewsGoogle News
વાઈ-ફાઈનો પાસવર્ડ શેર કરી શકાય ક્યૂઆર કોડથી 1 - image


હવે આપણે સૌ પોતપોતાના ડિવાઇસમાં પોતપોતાના ઇન્ટરનેટ કનેકશનનો બહુ સહેલાઈથી ઉપયોગ કરી શકીએ છીએ. સ્માર્ટફોન હોય તો દરેક વ્યક્તિ પાસે તેમાં મોબાઇલ ડેટા કનેક્ટિવિટી હોય અને મોટા ભાગે તેમાં અનલિમિટેડ કહી શકાય તેવો ડેટા પ્લાન હોય. આપણે લેપટોપમાં કામ કરતા હોઇએ ત્યારે ઘરમાં કે પોતાની ઓફિસમાં વાઇ-ફાઇની સગવડ મળી રહે. એ ન હોય ત્યારે પોતાના મોબાઇલને હોટસ્પોટ બનાવીને આપણે તેમાંથી પણ ઇન્ટરનેટ કનેકશન મેળવી શકીએ.

તેમ છતાં ક્યારેક એવું બને કે આપણે કોઈ મિત્રને ઘેર કે તેમની ઓફિસમાં હોઇએ ત્યારે આપણે પોતાના સ્માર્ટફોન કે લેપટોપમાં વધુ સારી સ્પીડવાળા વાઇ-ફાઇ ઇન્ટરનેટ કનેકશનની જરૂર પડે. એ માટે આપણે મિત્ર કે સ્વજનને તેમના વાઇ-ફાઇનો પાસવર્ડ પૂછીએ.

આવી સ્થિતિમાં ક્યારેક એવું બને કે મિત્ર/સ્વજનને પાસવર્ડ આપવામાં કોઈ વાંધો ન હોય પરંતુ એ પાસવર્ડ ભૂલી ગયા હોય! પરિણામે એ ક્ષોભજનક સ્થિતિમાં મૂકાય.

તમે ક્યારેક આવી સ્થિતિનો સામનો કરો ત્યારે પોતાના વાઇ-ફાઇ કનેકશનનો પાસવર્ડ શેર કરવાનો એક સહેલો રસ્તો જાણી લેવા જેવો છે. એ માટે જે સ્માર્ટફોનમાં વાઇ-ફાઇ કનેકશન ચાલુ હોય તેમાં વાઇ-ફાઇમાં સેટિંગ્સમાં જાઓ. તેમાં જે કરન્ટ નેટવર્ક સાથે કનેક્ટેડ હોઇએ તેને માટે ગિયર આઇકન પર ક્લિક કરો. અહીં નીચેની તરફ વાઇ-ફાઇ નેટવર્કનો ક્યૂઆર કોડનું બટન જોવા મળશે. તેને ક્લિક કરી, ક્યૂઆર કોડ ઓપન કરો.

હવે જે ડિવાઇસમાં વાઇ-ફાઇ કનેકશન જોઇતું હોય તેમાંથી જ આ ક્યૂઆર કોડ સ્કેન કરી લો. તેમાં તરત જ વાઇ-ફાઇ કનેક્ટિવિટી મળી જશે. જો લેપટોપમાં કનેકશન જોઇતું હોય તો ક્યૂઆર કોડ સ્કેન કરવાથી તેની લિંક જોવા મળશે અને સાથે પાસવર્ડ વાંચી શકાશે. લેપટોપમાં એ પાસવર્ડ આપો અને વાઇ-ફાઇ કનેકશન મેળવી લો.


Google NewsGoogle News