મોબાઈલના ચાર્જરને અડવાથી ઇલેક્ટ્રિક શોક કેમ નથી લાગતો? જાણો કારણ
તમે દરરોજ જે ચાર્જરનો ઉપયોગ કરો છો તેના વિશે તમે ક્યારેય વિચાર્યું છે? તેમાં એવું શું ખાસ છે
જ્યારે તેની પીનને સ્પર્શ કરવામાં આવે ત્યારે કેમ ઇલેક્ટ્રિક શોક નથી લાગતો ?
Mobile Charger: મોબાઈલ ફોનનું ચાર્જર પણ ફોન જેટલું જ મહત્વનું હોય છે. તેના વગર ફોનને વધુ સમય માટે ચલાવવો અશક્ય છે. એવામાં તમને ક્યારેય એવો વિચાર આવ્યો છે કે જે ચાર્જર આપણે વાપરીએ છીએ તેમાં એવી શું ખાસિયત છે કે તેની પીનને અડવાથી ઇલેક્ટ્રિક શોક નથી લાગતો ? આવામાં ઘણા લોકો આ પ્રશ્નનો જવાબ આપી નથી શકતા. પરતું આજે આપણે જાણીશું કે આવું કેમ બને છે...
આ કારણે ચાર્જર અડવાથી નથી લાગતો શોક
મોબાઈલ ફોનના ચાર્જરમાં જે વીજળી આવે છે તે આપણને આઉટપુટ તરીકે મળે છે. જે DCમાં રેકટીફાઈ થઇ જાય છે અને તેનું અનુમાનિત તફાવત વધુમાં વધુ 5V, 9V, 12V હોય છે. તેમજ માનવીના શરીરમાં એક નિશ્ચિત માત્રામાં પ્રતિરોધ કરવાની ક્ષમતા હોય છે. આથી આટલી નાની માત્રાના કરંટથી માનવ શરીર પ્રભાવિત થતું નથી. આ જ કારણના લીધે માનવીને મોબાઈલના ચાર્જરથી કરંટ લાગતો નથી.
આ ભૂલના કારણે ચાર્જરથી પણ લાગી શકે છે કરંટ
અમુક વખત કોઈ નાની ભૂલના કારણે પણ ચાર્જરથી પણ કરંટ લાગી શકે છે. મોબાઈલના ચાર્જરના ઇનલેટ કનેક્શનના કારણે ચાર્જરથી વીજ શોક લાગી શકે છે. વીજ પાવર AC હોવાના કારણે તેમજ તેની ક્ષમતા 220V અથવા તો 110V હોવાથી વીજ શોક લાગી શકે છે. જો તમે એક્ટીવ ચાર્જરને ભેજવાળી જગ્યા એ રાખો છો અથવા ભીના હાથે તેને સ્પર્શ કરો છો તો વીજ શોક લાગવાની સંભાવના વધી જાય છે.