Get The App

પ્લેનનો કલર લાલ, પીળો, લીલો નહિ પણ સફેદ જ કેમ હોય છે? જાણો કારણ

તમને ક્યારેય એવો વિચાર આવ્યો છે કે પ્લેનનો કલર હમેશા સફેદ જ કેમ હોય છે?

પ્લેનના અમુક ભાગને અલગ કલરનો દર્શાવવામાં આવે છે પર્ત્ય મોટે ભાગે તે સફેદ કલરનું જ જોવા મળે છે

Updated: Nov 9th, 2023


Google NewsGoogle News
પ્લેનનો કલર લાલ, પીળો, લીલો નહિ પણ સફેદ જ કેમ હોય છે? જાણો કારણ 1 - image


Why plane colour is always white: આશરે છેલ્લા 100 વર્ષોથી પ્લેન સેવા શરુ છે. પહેલાના સમયમાં જે અંતર કાપતા મહિનાઓ લાગી જતા ત્યારે હવે માત્ર અમુક કલાકો કે દિવસોમાં આ અંતર તમામ સુવિધાઓ સાથે કાપી શકાય છે. આ સમયગાળા દરમ્યાન પણ ઘણા ફેરફાર થયા છે પણ એક વસ્તુ ક્યારેય બદલાઈ નથી અને તે છે પ્લેનનો કલર. જે હંમેશા સફેદ જ જોવા મળે છે. તમને ક્યારેય એવો વિચાર આવ્યો છે કે તેની પાછળ શું કારણ હોઈ શકે છે? તો જાણીએ તેનો જવાબ. 

પ્લેન શા માટે સફેદ કલરનું હોય છે?

આ પ્રશ્નમાં જવાબમાં બીબીસી ટુના શો આઈક્યુના હોસ્ટ સેન્ડી ટોક્સવિગે સમજાવ્યું કે શા માટે પ્લેનને સફેદ સિવાય અન્ય કોઈ કલરથી રંગવામાં આવતા નથી. ટોક્સવિગે જણાવ્યું હતું કે પ્લેનને ઘાટા કલર કરવામાં આવતા નથી કારણ કે તે પ્લેનના કુલ વજનમાં આઠ મુસાફરોની સમકક્ષ વધારો છે. તેણે કહ્યું કે ડાર્ક કલર ભારે છે કારણ કે તેમાં વધુ પિગમેન્ટ હોય છે. તેથી, તમામ પ્લેન કાં તો સફેદ અથવા હળવા રંગના હોય છે.

પ્રાઈવેટ જેટની સુવિધા આપતી કંપની માનકર એવિએશને કહ્યું કે પ્લેનને સફેદ કલર આપવા પાછળ બીજું કારણ છે. કંપનીનું કહેવું છે કે સફેદ કલર સૂર્યપ્રકાશને વધુ સારી રીતે રીફ્લેકટ કરે છે. આ જ કારણ છે કે લોકો ગરમીથી બચવા સફેદ કપડા પહેરે છે. એટલું જ નહીં પરંતુ સફેદ રંગને કારણે પક્ષીઓ સાથે અથડામણ પણ ઓછી થાય છે. સફેદ રંગ પક્ષીઓને દૂરથી આવતા ભયને જુએ છે અને તેઓ રસ્તેથી ખસી જાય છે.

પ્લેનનો કલર લાલ, પીળો, લીલો નહિ પણ સફેદ જ કેમ હોય છે? જાણો કારણ 2 - image


Google NewsGoogle News