Get The App

મોબાઇલના ચાર્જિંગ એડેપ્ટર કાળા અથવા તો સફેદ રંગના કેમ હોય છે? કારણ જાણવા જેવું છે...

Updated: Sep 10th, 2024


Google NewsGoogle News
મોબાઇલના ચાર્જિંગ એડેપ્ટર કાળા અથવા તો સફેદ રંગના કેમ હોય છે?  કારણ જાણવા જેવું છે... 1 - image


Mobile Charging Adapter: મોબાઇલનો ઉપયોગ કરવા માટે એને ચાર્જ કરવો જરૂરી છે અને એ માટે સૌથી જરૂરી છે ચાર્જિંગ એડેપ્ટર. એ જ ચાર્જિંગ એડેપ્ટર જેને હવે મોબાઇલ કંપનીઓએ સાથે આપવાનું બંધ કરી દીધું છે. યુઝરે હવે ચાર્જિંગ એડેપ્ટરને અલગથી ખરીદવું પડે છે. જો કે આ ચાર્જિંગ એડેપ્ટર હંમેશાં સફેદ અથવા તો કાળા રંગનું જ હોય છે. આવું કેમ હોય એ પાછળનું પણ ચોક્કસ કારણ છે.

કાળા એડેપ્ટર રાખવાનું કારણ?

કાળો રંગ ગરમીને વધુ પ્રમાણમાં સહન કરી શકે છે. કાળો રંગ જેના પર પણ લગાવવામાં આવે એ વસ્તુ જલદી ગરમ થતી નથી, કાળો રંગ ગરમીને વધુ પ્રમાણમાં શોષી શકે છે. ઇલેક્ટ્રકોનિક્સ પ્રોડક્ટ હંમેશાં ગરમ થતી હોય છે આથી જ એના પર કાળા રંગનો ઉપયોગ કરવામાં આવે છે. ટીવી, લેપટોપ, મોબાઇલ વગેરેમાં પણ કાળા રંગનો ઉપયોગ કરવામાં આવે છે. ચાર્જિંગ એડેપ્ટરમાં કાળા રંગનો ઉપયોગ કરવાથી એનું આઉટપુટ વધુ સારું બની શકે છે. તેમ જ એનું આયુષ્ય પણ વધી શકે છે. તેમ જ કાળો રંગ તાપમાનને સ્થિર રાખી શકે છે.

આ સાથે જ કાળા રંગનું ઉત્પાદન કરવું સસ્તું પડે છે. કાળા રંગની પ્રોડક્ટ બનાવવા માટે ખર્ચ ઓછો થતો હોય છે. આ જ કારણ છે કે કારના બમ્પર પણ કાળા રંગમાં બનાવવામાં આવે છે અને ત્યાર બાદ એને જે-તે કારના રંગ અનુસાર પેઇન્ટ કરવામાં આવે છે. આથી પર્ફોર્મન્સ અને કોસ્ટ કટિંગ બન્ને રીતે કાળો રંગ વધુ યોગ્ય છે.


મોબાઇલના ચાર્જિંગ એડેપ્ટર કાળા અથવા તો સફેદ રંગના કેમ હોય છે?  કારણ જાણવા જેવું છે... 2 - image

સફેદ રંગનું કેમ હોય છે ચાર્જર?

કાળા રંગના ચાર્જર પહેલા આવતા હતા, પરંતુ હવે મોટાભાગે સફેદ રંગના ચાર્જર આવે છે. સફેદ રંગની ખાસિયત એ છે કે એ બહારની ગરમીને શોષતી નથી. ટૅક્નોલૉજી એડ્વાન્સ બનતી ગઈ એમ એડેપ્ટરની અંદરની મશીનરી પણ એડ્વાન્સ બની. એથી હવે એ ગરમ બહું ઓછી થતી હોય છે. જો કે બહારની ગરમીને કારણે એડેપ્ટર ગરમ ન થાય એ પણ એટલું જ જરૂરી છે. આ કારણસર સફેદ રંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ રંગ બહારની ગરમીનું શોષણ કરીને એને અંદર નથી જવા દેતી. આથી ચાર્જરનું તાપમાન બેલેન્સ કરી શકાય છે.

આજકાલ મોબાઇલ ભલે ગમે તે રંગનો હશે, પરંતુ એના ચાર્જિંગ એડેપ્ટર ફક્ત સફેદ રંગના જોવા મળશે. આ સાથે જ સફેદ રંગ થોડો ક્લાસિક અને પ્રીમિયમ ફીલ આપે છે. આઇફોન પહેલાં સફેદ રંગનો આવતો હતો, ત્યારે એનો લૂક એકદમ અલગ જ રહેતો હતો, પરંતુ હવે કંપનીએ એ બનાવવાનો બંધ કરી દીધો છે. આથી સફેદ રંગ આકર્ષક લાગતો હોવાથી પણ એનો ઉપયોગ કરવામાં આવે છે.

Google NewsGoogle News