mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

પાણીની ટાંકી ગોળાકાર અને કાળા કલરની કેમ હોય છે, જાણો તેની પાછળનું રહસ્ય

જ્યારે ટાંકીમા પાણી હોય છે ત્યારે ચારેય બાજુ દબાણ વહેચાઈ જાય છે.

ટાંકીનો કલર કાળો હોવાથી તેમાં લીલ જામવાનો કોઈ પ્રશ્ન ઉભો થતો નથી.

Updated: Mar 30th, 2023

પાણીની ટાંકી ગોળાકાર અને કાળા કલરની કેમ હોય છે, જાણો તેની પાછળનું રહસ્ય 1 - image
Image Envato

તા. 30 માર્ચ 2023, ગુરુવાર 

એક જમાનો હતો કે લોકો રોજ કુવામાથી પાણી ખેચીને લાવતાં હતા. એ પછી હેન્ડ પંપ આવ્યો અને લોકો સવારથી પોતાની ડોલ કે અન્ય વાસણ લઈને ભરવા માટે પહોચી જતા હતા. ત્યાર બાદ આ પ્રકારની ટાંકીઓ બનાવવામાં આવી.. જેમાં લોકો પહેલા સિમેન્ટની ટાંકી બનાવતા હતા. એ પછી હવે પીવીસીની ટાંકી બનાવવામાં આવી છે. પરંતુ આવ દરેક ટાંકીમાં એક વાત કોમન છે તે એ છે કે આ ટાંકીઓ મોટાભાગે કાળા કલરની હોય છે અને બીજુ કે તે ગોળ હોય છે. જો કે હવે માર્કેટમાં સફેદ, વાદળી અને લીલા કલરની ટાંકીઓ મળી રહી છે. અને તેમાં દરેક ટાંકી પર પટ્ટીઓ બનેલી હોય છે. શુ તમે જાણો છો આવુ કેમ હોય છે. 

ટાંકીઓ ગોળાકાર કેમ હોય છે

આજે તમને ગોળાકાર ટાંકી કેમ હોય છે તે અંગે વાત કરીએ તો તેનુ કારણ ચોકાવનારુ છે. તેમા સૌથી પહેલુ કારણ છે પાણીનું દબાણ. જ્યારે ટાંકીમા પાણી હોય છે ત્યારે ચારેય બાજુ દબાણ આવે છે. અને જો ટાંકી ગોળ હોય તો આ દબાણ ચારેય બાજુ સમતલ ફેલાઈ જાય છે. અને બીજુ એ કારણ છે કે તેને સાફ કરવી આસાન રહે છે. તેમજ ગોળ ટાંકી બનાવવામાં પણ આસાન રહે છે. આ ટાંકી પીવીસીથી બનતી હોવાથી તેને ગોળાકાર બનાવવાથી તૂટવાનો ભય પણ રહેતો નથી. 

કાળા રંગની જ ટાંકી કેમ હોય છે. 

તમને જણાવી દઈએ કે ટાંકીનો કલર મોટાભાગે કાળો હોય છે. એવું નથી કે બીજા કલરની ટાંકીઓ માર્કેટમાં ઉપલબ્ધ નથી. પરંતુ તેની પાછળનું કારણ એ છે કે જ્યારે પાણી વધારે સમય પાણી પડ્યુ  રહે તો ગરમીના કારણે તેમા લીલ જામી જાય છે. જેમ કોઈ તળાવમાં આ પ્રકારની લીલ જામી જતી હોય છે. પરંતુ કાળી ટાંકી હોવાથી તેમાં લીલ જામવાનો કોઈ પ્રશ્ન ઉભો થતો નથી. કાળો કલર સૌથી વધારે લાઈટને શોશે છે. એવામાં ટાંકીનો કાળો કલર સુર્યના કિરણો સોશી લે છે. એટલે ટાંકીના બીજા કલર કરતા કાળા કલરમાં સુર્યના કિરણો વધારે પ્રભાવ આપતા નથી. પરંતુ તેની સામે કાળા કલરનું નુકસાન એ છે કે તે સુર્યના કિરણોથી જલ્દી ગરમ થઈ જાય છે. અને તેના કારણે પાણી પણ ગરમ આવે છે. જોકે રંગીન ટાંકીઓમાં આ પ્રકારની સમસ્યા રહેતી નથી. 

Gujarat