'મંગળ' લાલ ગ્રહ તરીકે કેમ ઓળખાય છે? ત્યાંની માટીમાં છૂપાયેલું છે રહસ્ય

મંગળનો લાલ રંગ હંમેશા વૈજ્ઞાનિકોમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે

ગ્રહના લાલ રંગના કારણે તેની ઉત્પતિ અને રચના વિષેના ઘણા પ્રશ્નો થાય છે

Updated: Oct 7th, 2023


Google NewsGoogle News
'મંગળ' લાલ ગ્રહ તરીકે કેમ ઓળખાય છે? ત્યાંની માટીમાં છૂપાયેલું છે રહસ્ય 1 - image


Red Planet Secret: મંગળ લાલ દેખાવા પાછળ ઘણા કારણો છે. તેમાંથી પ્રથમ તેની સપાટીની રચના સાથે જોડાયેલ છે, ખાસ કરીને આયર્ન ઓક્સાઇડની હાજરી, જેને કાટ તરીકે પણ ઓળખવામાં આવે છે. મંગળ ગ્રહ આયર્ન ઓક્સિડેશનની પ્રક્રિયામાંથી પસાર થઇ રહ્યો છે, જેમ કે પૃથ્વી પરના લોખંડના પદાર્થો જ્યારે ઓક્સિજન અને ભેજના સંપર્કમાં આવે છે ત્યારે કાટ લાગે છે. આ પ્રક્રિયા મંગળની માટી અને ખડકોને તેમનો વિશિષ્ટ લાલ રંગ આપે છે. મંગળનું વાતાવરણ પૃથ્વીની સરખામણીમાં નબળું છે, જે મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડથી બનેલું છે. આ નબળું વાતાવરણ આપણા ગાઢ વાતાવરણની સરખામણીમાં સૂર્યપ્રકાશને અલગ રીતે ફેલાવે છે.

સૂર્યના કિરણો એક ખાસ પ્રક્રિયામાંથી પસાર થાય છે 

જયારે સૂર્ય પ્રકાશ મંગળના વાતાવરણમાં પ્રવેશે છે. ત્યારે તે એક પ્રક્રિયામાંથી પસાર થાય છે. જેને રેલે સ્કેટેરીંગના નામે ઓળખવામાં આવે છે. જેથી પ્રકાશની ટૂંકી તરંગલંબાઈ ધરાવતા  રંગો એટલે કે બ્લુ અને ઓરેન્જ જેવા કલર વધુ પ્રસરે છે. તેમજ રેડ અને ઓરેન્જ જેવા લાંબી તરંગ લંબાઈ ધરાવતા કલર્સ ખુબ પ્રબળ બને છે. જે ગ્રહને લાલ બનાવે છે. ઈતિહાસ કાળથી જ મંગળ ગ્રહે ઘણા નોંધપાત્ર જ્વાળામુખી અનુભવ્યા છે. આ જ્વાળામુખી માંથી બહાર આવતા ખડકો અને ખનીજો પણ આ ગ્રહને લાલ રંગ આપવામાં ફાળો આપે છે. તેમજ મંગળ પર જયારે જ્વાળામુખી પદાર્થનો અપક્ષય થાય છે ત્યારે તે લાલ રંગ ઉત્પન્ન કરે છે. 

મંગળનો વિશિષ્ટ લાલ રંગ આયર્ન ઓક્સાઇડની હાજરીને આભારી

મંગળ તેના વિશાલ ધૂળ ભરેલા વંટોળ માટે કુખ્યાત છે જે આખા ગ્રહને સમાવી શકે છે. સુક્ષ્મ કણો ધરવતા આ તોફાન પર જયારે સૂર્યપ્રકાશ પડે છે ત્યારે તે વધુ લાલ દેખાય છે. આમ મંગળનો વિશિષ્ટ લાલ રંગ આયર્ન ઓક્સાઇડની હાજરી, મંગળનું પાતળું વાતાવરણ, જ્વાળામુખી અને ધૂળના તોફાનો જેવા પરિબળોનું પરિણામ છે. આ મોહક રંગ ખગોળશાસ્ત્રીઓ અને અવકાશ પ્રેમીઓને આકર્ષિત કરવાનું ચાલુ રાખે છે, જે મંગળનો અભ્યાસ અને સંશોધન કરવા પ્રેરે છે. 

'મંગળ' લાલ ગ્રહ તરીકે કેમ ઓળખાય છે? ત્યાંની માટીમાં છૂપાયેલું છે રહસ્ય 2 - image



Google NewsGoogle News