કોઈ સાઈટ પર ક્રેડિટ કાર્ડની વિગતો આપવા જેવી છે કે નહીં, એ કેમ નક્કી થાય ?

Updated: Sep 11th, 2024


Google NewsGoogle News
કોઈ સાઈટ પર ક્રેડિટ કાર્ડની વિગતો આપવા જેવી છે કે નહીં, એ કેમ નક્કી થાય ? 1 - image


swËe swËe ðuçkMkkRx Ãkh ykÃkýk zuxkLke Mk÷k{íke MkwrLkrùík fhíke ÔÞðMÚkk rðþu òýeyu

શીર્ષકમાંના સવાલનો ટૂંકો જવાબ છે ‘એસએસએલ’ સર્ટિફિકેટ. જે સાઇટે આવું સર્ટિફિકેટ મેળવ્યું હોય તેના પર આપણે ચિંતા વિના યૂઝરનેમ-પાસવર્ડ કે ક્રેડિટ/ડેબિટ કાર્ડ કે યુપીઆઇ એડ્રેસ જેવી વિગતો આપી શકીએ.

કાં તો તમે પોતે વેબસાઇટ ડેવલપ કરતા હો કે તમારા બિઝનેસ માટે વેબસાઇટ ડેવલપ કરવાની હોય ત્યારે આ એસએસએલ સર્ટિફિકેટ સાથે પનારો પડી શકે. 

એસએસએલનો અર્થ છે ‘સિક્યોર સોકેટ્સ લેયર’. એ ખરેખર સર્ટિફિકેટ નહીં, પણ એક ટચૂકડી ફાઇલ હોય છે. જે વેબસાઇટ જ્યાં હોસ્ટ થઈ હો તે સર્વર પર અન્ય ફાઇલ્સ સાથે મૂકવામાં આવે છે. આ એક ફાઇલ જે તે વેબસાઇટના સર્વર તથા વેબસાઇટ જેમાંથી એક્સેસ કરવામાં આવતી હોય એ જુદાં જુદાં ડિવાઇસમાંના બ્રાઉઝર વચ્ચે જે કંઈ ડેટાની આપલે થાય તેને એન્ક્રિપ્ટ કરી દે છે. મતલબ કે સર્વર અને બ્રાઉઝર એ બે છેડા વચ્ચે કોઈ વ્યક્તિ કે હેકર એ ઇન્ફર્મેશન આંતરીને તેને જોઈ શકતા નથી.

જો કોઈ વેબસાઇટ પર માત્ર માહિતી મૂકવામાં આવી હોય તો તેના માટે એસએસએલ સર્ટિફિકેટ ન હોય તો ચાલી જાય. પરંતુ ઇ-કોમર્સની સુવિધા આપતી વેબસાઇટ પર જો ઓનલાઇન પેમેન્ટ સ્વીકારવામાં આવતું હોય અને તેના પર આપણે પોતાની બેંક કે ક્રેડિટ/ડેબિટ કાર્ડની વિગતો આપતા હોઇએ તો એ વેબસાઇટ માટે એસએસએલ સર્ટિફિકેટ હોવું બહુ જરૂરી છે. આવા સર્ટિફિકેટને કારણે આપણો સંવેદનશીલ ડેટા સર્વર પર સચવાયેલો હોય ત્યારે તથા સર્વરથી બ્રાઉઝર સુધી કે બ્રાઉઝરથી સર્વર તરફ જતો હોય ત્યારે સલામત રહે છે.

જો કોઈ વેબસાઇટ પર આપણે પેમેન્ટ સંબંધિત વિગતો ન આપવાની હોય પરંતુ ફક્ત યૂઝરનેમ પાસવર્ડ આપવાના હોય તો તેના માટે પણ એસએસએલ સર્ટિફિકેટ હોવું જરૂરી છે. કારણ કે આપણો પાસવર્ડ પણ સલામત રહેવો જરૂરી છે.

હવે એ વાત કરીએ કે કોઈ વેબસાઇટે એસએસએલ સર્ટિફિકેટ મેળવ્યું છે કે નહીં, તે સલામત છે કે નહીં તે આપણે કેવી રીતે જાણી શકીએ. આ વાત સહેલી છે. બ્રાઉઝરમાં એડ્રેસબારમાં વેબસાઇટ યુઆરએલ પહેલાં આપેલા આઇકન પર ક્લિક કરો. આથી આપણું એ વેબસાઇટ સાથેનું કનેકશન સિક્યોર છે કે નહીં એ જાણી શકાશે. યુઆરએલમાં શરૂઆતમાં https પણ સાઇટ આ રીતે સલામત હોવાનું દર્શાવે છે.


Google NewsGoogle News