ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક બંધ થવાનું કારણ હતું DDOS એટેક, જાણો તેમાં શું થાય છે?
DDOS એટેકના કારણે ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક બંધ થયું હોય શકે છે
Facebook Instagram Down: ફરી એકવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ મંગળવાર રાત્રે (5 ફેબ્રુઆરી 2024) અંદાજિત 9 વાગ્યા આસપાસ અચાનક ડાઉન થઈ ગયા હતા. યુઝર્સના ફેસબુક એકાઉન્ટ્સ ઓટોમેટિક લોગઆઉટ થઈ ગયા હતા. જોકે હવે એક કલાક બાદ ફેસબુક બરાબર કામ કરી રહ્યું છે. તો ઈન્સ્ટાગ્રામની સર્વિસિઝ ધીરે ધીરે કામ કરવાનું શરૂ કરી રહી છે. કંપની તરફથી માહિતી સામે આવી છે કે આ DDOS એટેકને કારણે થયું છે. પરંતુ DDOS એટેક શું છે? ચાલો એ જાણવાનો પ્રયત્ન કરીએ.
DDOS એટેક BOTS દ્વારા કરવામાં આવે છે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, DDOS એટેકના કારણે આવું થઈ શકે છે. વાસ્તવમાં, સાયબર હુમલામાં, ઘણા લોકો એક સાથે સર્વર પર લોગિન કરવાનો પ્રયાસ કરે છે. આ રીતે ઘણા લોકો નિયત ક્ષમતા કરતા વધુ લોગીન કરે છે. એટલું જ નહીં, તેમાંથી મોટાભાગના યુઝર્સ નકલી હોવાનું કહેવાય છે. DDOS એટેક BOTS દ્વારા થાય છે. આ એક પ્રકારનો કમ્પ્યુટર રોબોટ છે. આને સાયબર ટર્મમાં યુઝર એટેક કહેવાય છે.
વિશ્વભરમાં ખોરવાઈ હતી ફેસબુક અને ઈન્સ્ટા સેવા
આ સેવાઓ સમગ્ર વિશ્વમાં ખોરવાઈ ગઈ હતી. પરંતુ ઇન્સ્ટા અને ફેસબુક બંધ થયા પછી પણ વોટ્સએપ કામ કરતું હતું. બંને સોશિયલ નેટવર્કમાં જાતે જ એકાઉન્ટ લોગ આઉટ થયું હતું. આ એપ્સ કામ કરવાનું બંધ કર્યા પછી, લાખો યુઝરેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઉગ્ર ફરિયાદ કરી હતી. આ બાબતે ઘણા મીમ પણ બન્યા હતા. આ સાથે આ એકાઉન્ટ્સ સાથે જોડાયેલા લોકોની એપ્સ, મેસેન્જર્સ અને થ્રેડે પણ કામ કરવાનું બંધ કરી દીધું છે. 3,00,000 થી વધુ લોકોએ ફેસબુક આઉટેજ વિશે ફરિયાદ કરી હતી. તેમજ 20,000 લોકોએ ઇન્સ્ટાગ્રામ ડાઉન હોવાની ફરિયાદ કરી હતી.