ભારતમાં ઇલેક્ટ્રિક વાહનનું ભવિષ્ય, જાણો ગ્રાહકોને આ વાહનોમાં વિશ્વાસ પડશે કે નહીં
EV Future in India: ભારતમાં ઇલેક્ટ્રિક વાહન (EV)નું ભવિષ્ય ચમકી રહ્યું છે કે કેમ તે અંગે ઘણાંં સવાલો ઊભા થઈ રહ્યા છે. ઘણાં કંપનીઓ નવી-જી નવી કાર લોન્ચ કરી રહી છે. આ રેસમાં હવે સૌથી અફોર્ડેબલ કાર બનાવતી કંપની મારુતિ સુઝુકી અને હ્યુન્ડાઇનો પણ આગમન થયું છે. એક તરફ જ્યારે દરેક કંપની નવી કાર લોન્ચ કરી રહી છે, ત્યારે બીજી તરફ ગ્રાહકોને ઇલેક્ટ્રિક વાહન ખરીદવા પર વિશ્વાસ નથી થઈ રહ્યો. આ માટેના ઘણાં કારણો છે, પરંતુ શું કંપનીઓ આ વિશ્વાસ જીતવામાં સફળ રહેશે કે નહીં એ જોવાનું રહ્યું.
EVને લઈને લોકોના વિચારો
છેલ્લા થોડા વર્ષોમાં સરકાર દ્વારા પણ લોકોને EV ખરીદવા માટે ઘણું પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. આ સાથે જ ટેકનોલોજી પણ આઘું વધી રહી છે અને નવા ફીચર્સ પણ લોન્ચ થઈ રહ્યા છે. આથી લોકોને તેની તરફ આકર્ષિત કરવામાં આવી રહ્યું છે. છતાં પણ ગ્રાહકોને હજી પણ એ કાર પર વિશ્વાસ નથી આવી રહ્યો. ઘણાં ગ્રાહકોનું કહેવું છે કે આ કારની બેટરી કેટલો સમય ચાલશે એ એક સવાલ છે. આ સાથે જ કારની રેન્જ પણ ખૂબ મોટો પ્રશ્ન છે. EVની આસપાસ ઘણી નકારાત્મકતા હજી પણ જોવા મળી રહી છે.
વિશ્વાસ જીતવાની જરૂર
કાર કંપનીઓ હવે લોકોનો વિશ્વાસ જીતવા પ્રયત્ન કરી રહી છે. આ માટે એક અનોખી અભિગમની જરૂર છે. ટાટા મોટર્સ, મારુતિ સુઝુકી અને હ્યુન્ડાઈ આ માટે કમર કસી રહી છે. તેઓ હવે લોકોને વિશ્વાસ આવે એવી જ કારને ઇલેક્ટ્રિક વર્ઝનમાં રૂપાંતરિત કરી રહ્યા છે. દરેક કંપની નવી કારની જગ્યાએ(markdown) તેમની જે કાર માર્કેટમાં ખૂબ જ પ્રખ્યાત છે તેનું EV વર્ઝન બહાર પાડી રહી છે. આથી ગ્રાહકોને કાર પર પહેલેથી વિશ્વાસ રહે અને જ્યાં સુધી રેન્જનો મુદ્દો છે ત્યાં સુધી દરેક કંપની એ પર કામ કરી રહી છે.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર
વધુમાં વધુ ગ્રાહકો EVનો ઉપયોગ કરે એ માટે ચાર્જિંગ સ્ટેશનો વધારે હોવા જરૂરી છે. હાલમાં નાના શહેરો અને ગામડાઓમાં ચાર્જિંગ સ્ટેશનો ઘણાં ઓછા છે. તેથી આ સમસ્યાનું સમાધાન જલદી કરવું જરૂરી છે. આ ન હોવાને કારણે જ લોકો હજી પણ કાર નથી ખરીદી રહ્યા. આ આગામી કેન્દ્રીય બજેટમાં આ મુદ્દો અંગે ચર્ચા થઈ શકે છે. તેથી સરકાર ચાર્જિંગ સ્ટેશનો વધારવા માટે વધુ નાણાકીય સહાય આપી શકે છે. આ સાથે જ ઘરની બહાર પણ ચાર્જિંગ સ્ટેશનો લગાવવા માટેની ઓફરો બનાવી શકાય છે.
સરકારની મદદ
સરકાર ગ્રાહકોની સાથે, કંપનીઓ અને ડીલરોને પણ ફાયદો થાય એવી નીતિ બનાવી રહી છે. આ સાથે જ ટેક્સમાં છૂટછાટ અને નાણાકીય સહાય પણ આપવામાં આવી રહી છે. આ સાથે જ આગામી બજેટમાં નીતિમાં ફેરફાર કરી એવી નીતિ બનાવી શકાય છે કે જેમાં કાર વધુ સસ્તી થઈ શકે.
આ પણ વાંચો: ફ્રીમાં મોબાઇલ મળ્યો, બૅન્ક એકાઉન્ટમાંથી 2.8 કરોડ રૂપિયા થયા ગાયબ
લોકોનો વિશ્વાસ જીતવામાં મળશે સફળતા?
ઓટોમેકર્સ અને સરકારની મદદથી નીતિમાં બદલાવ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો કરવાથી લોકોનો વિશ્વાસ જીતવામાં ઘણો ફાયદો થશે. આ સાથે જ નવી-નવી કાર અને બાઈક આવી રહી છે. હવે સ્કૂટર અને બાઈક પણ નવા મોડેલો સાથે આવી રહ્યા છે અને નવી કંપનીઓ પણ બજારમાં પ્રવેશી રહી છે. આથી અંતે ગ્રાહકોને જ ફાયદો થશે.