Get The App

ગાડીમાં CNG ભરાવતા સમયે શા માટે બહાર નિકળવું પડે છે? જાણો તેની પાછળનું કારણ

Updated: Nov 22nd, 2023


Google NewsGoogle News
ગાડીમાં CNG ભરાવતા સમયે શા માટે બહાર નિકળવું પડે છે? જાણો તેની પાછળનું કારણ 1 - image


Image Source: Freepik

અમદાવાદ, તા. 22 નવેમ્બર 2023 બુધવાર

પેટ્રોલની સાથે-સાથે અત્યારે સીએનજી ગાડીઓની પણ ડિમાન્ડ ખૂબ ઝડપથી વધતી જઈ રહી છે. સીએનજી, પેટ્રોલની સરખામણીએ ઓછા રેટ પર ચાલે છે અને આજના સમયમાં ખૂબ ઝડપથી સીએનજી ગાડીઓની ડિમાન્ડ વધતી જઈ રહી છે.

જો તમે પણ એક સીએનજી કારના માલિક છો તો સીએનજી પંપ પર સીએનજી ભરાવવા જતા જ હશો તે સમયે જે લોકો પણ કારની અંદર બેઠા હોય છે તેમને બહાર નીકળવાનું કહેવામાં આવે છે, ત્યારે સીએનજી કારમાં ભરવામાં આવે છે પરંતુ ઘણા લોકોને આજે પણ તેની પાછળનું કારણ ખબર હોતી નથી આખરે સીએનજી ભરાવતી વખતે કારમાંથી નીચે ઉતરવાનું કેમ કહેવામાં આવે છે. 

દુર્ઘટનાનો ડર

કારમાંથી બહાર નીકળવા પાછળનું સૌથી મોટુ કારણ દુર્ઘટનાનો ડર હોય છે કેમ કે સીએનજી કારમાં બાકીની સરખામણીએ ઘટનાનો ડર વધુ હોય છે. જો ગેસમાં કોઈ પણ પ્રકારની લીકેજ હોય છે તો તેનાથી કારની અંદર વિસ્ફોટ પણ થઈ શકે છે. તેથી કારની અંદર બેસેલા લોકોને બહાર કાઢી દેવામાં આવે છે.

મીટરનું મોનિટરિંગ

પેટ્રોલ અને ડીઝલની સરખામણીએ સીએનજી પંપનું મીટર બંનેથી અલગ હોય છે. તેથી જ્યારે પણ તમે સીએનજી ભરાવી રહ્યા હોવ તો ગાડીમાંથી ઉતરી જાવ તેનાથી મીટરનું મોનિટરિંગ સારી રીતે થઈ જશે.

તેની દુર્ગંધથી તકલીફ થાય છે

પેટ્રોલની સરખામણીએ સીએનજીની દુર્ગંધથી તમને તકલીફ થઈ શકે છે. અમુક લોકોને તેની દુર્ગંધથી તકલીફ પણ થાય છે. સીએનજીના લીકેજના કારણે માથાનો દુખાવો અને ચક્કર જેવુ પણ લાગવા લાગે છે. તેથી કારમાંથી બહાર આવી જવુ જ યોગ્ય હોય છે.


Google NewsGoogle News