Get The App

1, 2 કે 5 નહીં પણ ગૂગલના CEO વાપરે છે 20 મોબાઈલ ફોન, પિચાઈએ પોતે જણાવ્યું કારણ

- ગૂગલની તમામ સર્વિસિસને ટેસ્ટ કરવા માટે આટલા ફોન વાપરવા પડે છે: સુંદર પિચાઈ

Updated: Feb 15th, 2024


Google NewsGoogle News
1, 2 કે 5 નહીં પણ ગૂગલના CEO વાપરે છે 20 મોબાઈલ ફોન, પિચાઈએ પોતે જણાવ્યું કારણ 1 - image


Image Source: Twitter

નવી દિલ્હી, તા. 15 ફેબ્રુઆરી 2024, ગુરૂવાર

Sundar Pichai Phones: દિગ્ગજ ટેક કંપનીઓને સંભાળનારા ટેક્નોલોજીનો કેટલો ઉપયોગ કરે છે? ઘણી વખત આ સવાલ લોકોના મનમાં આવે છે. આવા જ કેટલાક સવાલોના જવાબ ગૂગલ અને આલ્ફાબેટના CEO સુંદર પિચાઈએ આપ્યા છે. તેમણે વર્ષ 2021માં આપેલા એક ઈન્ટરવ્યુમાં ટેક સાથે સબંધિત પોતાની આદતોનો ખુલાસો કર્યો હતો. 

આ ઈન્ટરવ્યુમાં સુંદર પિચાઈએ જણાવ્યું હતું કે, તેઓ કેટલા મોબાઈલ ફોન વાપરે છે? આ ઉપરાંત તેમણે એ પણ જણાવ્યું હતું કે, AI એ મનુષ્ય દ્વારા કરવામાં આવેલ અત્યાર સુધીનો સૌથી મહત્વપૂર્ણ આવિષ્કાર છે. ચાલો જાણીએ સુંદર પિચાઈના ઈન્ટરવ્યુની ખાસ વાતો.

કેટલા ફોન વાપરે છે સુંદર પિચાઈ?

સુંદર પિચાઈએ આ ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તેઓ અલગ-અલગ કારણોસર 20થી વધુ ફોન વાપરે છે. જ્યાં લોકો માટે એક અથવા બે ફોન મેનેજ કરવા મુશ્કેલ બની જાય છે ત્યાં સુંદર પિચાઈ 20થી વધુ ફોન વાપરે છે. પિચાઈએ જણાવ્યું કે, તેમને ગૂગલની તમામ સર્વિસિસને ટેસ્ટ કરવા માટે આટલા ફોન વાપરવા પડે છે.

કેટલા દિવસે બદલે છે પોતાનો પાસવર્ડ?

આ ઉપરાંત તેમણે અનેક બીજા ખુલાસા પણ આ ઈન્ટરવ્યુમાં કર્યા હતા. જ્યારે તેમને તેના એકાઉન્ટની સુરક્ષા પર સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે તેઓ વારંવાર પાસવર્ડ નથી બદલતા. પરંતુ તેઓ એક્સ્ટ્રા સિક્યોરિટી માટે ટૂ-ફેક્ટર ઓથેન્ટિકેશન પર નિર્ભર રહે છે. આ દર્શાવે છે કે પિચાઈ મોડર્ન સિક્યોરિટી પદ્ધતિનો ઉપયોગ કરે છે. 

AI અંગે સુંદર પિચાઈના વિચાર

આ ઉપરાંત તેમણે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અંગે કેટલાક આઈડિયા પણ શેર કર્યા હતા. તેમનું માનવું છે કે મનુષ્ય દ્વારા ક્રિએટ કરવામાં આવેલી ટેકનોલોજીમાંથી AI સૌથી મહત્વપૂર્ણ છે.

પિચાઈએ સ્ક્રીન ટાઈમને લઈને કેટલીક ખાસ વાતો પણ શેર કરી હતી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેમના બાળકો સ્ક્રીન પર કેટલો સમય વિતાવે છે? તો તેમણે કહ્યું કે આ માટે કડક નિયમોના મુકાબલે પર્સનલ લિમિટ નક્કી કરવી પડશે.

તેમણે કહ્યું કે નવી પેઢીએ ટેક્નોલોજી વિશે શીખવું પડશે અને તેને એડોપ્ટ કરવી પડશે. આ તેમના જીવનનો એક મોટો ભાગ છે. પિચાઈએ કહ્યું કે તેઓ બાળકોને ખુદ પોતાની લિમિટ નક્કી કરવા માટે કહે છે.



Google NewsGoogle News