ઓટીટીમાં મનગમતું કન્ટેન્ટ ગાયબ કેમ થાય છે ?
- ík{u fkuE {qðe òuðkLkwt rð[khe hkÏÞwt nkuÞ, Ãký ÃkAe yu þkuÄe szu Lknª?
માની લો કે તમે ટીવીમાં કે સ્માર્ટફોનમાં કોઈ ઓટીટી એપમાં અમુક મૂવી કે શો કે વેબસિરીઝ જોવાનું
વિચારી રાખ્યું છે. પરંતુ એ માટે ખરેખર સમય મળે ત્યારે એ કન્ટેન્ટ શોધ્યું જડે
નહીં! આવું જુદાં જુદાં કારણસર થઈ શકે છે.
લાયસન્સ પૂરું થઈ ગયું હોય
નેટફ્લિક્સ કે અન્ય ઓટીટી પર આપણે જે કોઈ કન્ટેન્ટ જોઇએ છીએ તે જે તે
પ્લેટફોર્મને અને કન્ટેન્ટ તૈયાર કરનાર પ્રોડકશન હાઉસ વચ્ચેના કરારને આધારિત હોય
છે. મોટા ભાગે આ કરાર નિશ્ચિત સમય પૂરતો લાગુ હોય છે. હવે ઘણાં ખરાં ઓટીટી
પ્લેટફોર્મ પોતે જ ખાસ્સું મોટું રોકાણ કરીને ઓરિજિનલ વેબસિરીઝ કે મૂવી પ્રોડ્યુસ
કરવા લાગ્યાં છે. આથી એ કન્ટેન્ટ જે તે પ્લેટફોર્મ પર કાયમ માટે ઉપલબ્ધ રહે છે.
પરંતુ અન્ય પ્રોડકશન હાઉસ સાથેનો કરાર પૂરો થતાં તે કન્ટેન્ટ પ્લેટફોર્મ પરથી દૂર
થાય છે. ઘણા કિસ્સામાં પ્લેટફોર્મ જે તે પ્રોડકશન હાઉસ સાથે વાટાઘાટ કરીને
કન્ટેન્ટ માટેનો કરાર લંબાવવામાં સફળ થાય તો એ કન્ટેન્ટ પ્લેટફોર્મ પરથી દૂર થાય જ
નહીં અથવા દૂર થયા પછી ફરી વાર જોવા મળી શકે.
કાયદાકીય અડચણો
આપણને ગમતું કન્ટેન્ટ ઓટીટી પ્લેટફોર્મ પર પોપ્યુલર થયું હોય અને તેના
પ્રોડકશન હાઉસ સાથેનો કરાર પૂરો થઈ ગયા પછી પણ એ કન્ટેન્ટથી પ્લેટફોર્મને નવા
સબસ્ક્રાઇબર્સ મળવાની સંભાવના હોય તો જે તે પ્લેટફોર્મ પ્રોડકશન હાઉસ સાથેનો કરાર
લંબાવવા માટે પ્રયાસ કરે છે. પરંતુ જો કોઈ કન્ટેન્ટ માટે કાયદાકીય વિવાદ ઉભા થયા
હોય કે તેના કોપીરાઇટ સંબંધિત કોર્ટમાં કેસ દાખલ થયો હોય તો સરકારના આદેશ મુજબ
ઓટીટી પ્લેટફોર્મે એવું વિવાદાસ્પદ કન્ટેન્ટ પોતાના પ્લેટફોર્મ પરથી દૂર કરવું પડે
છે.
લગભગ દરેક પ્લેટફોર્મ પર જે કન્ટેન્ટ પ્લેટફોર્મનું પોતાનું એટલે કે ઓરિજિનલ ન
હોય પરંતુ અન્ય પ્રોડકશન હાઉસનું હોય તે ઉપર જણાવેલાં કારણોસર પ્લેટફોર્મ પરથી ગમે
ત્યારે દૂર થઈ શકે છે.
આવી અનિશ્ચિતતાના ઉપાય તરીકે જે કન્ટેન્ટ માટેનો કરાર પૂરો થવામાં હોય તેના પર
લીવિંગ સૂન જેવું કંઈક લખેલું લેબલ
લગાવવાની પ્રથા શરૂ થઈ છે. એ કારણે આપણે એ કન્ટેન્ટ જોવાનો પ્લાન કર્યો હોય તો
તેને ઝડપથી અમલમાં મૂકી દેવો સારો! એ સિવાય એ કન્ટેન્ટ જે પ્રોડકશન હાઉસનું હોય
તેની ઓફિશિયલ સાઇટ પર પણ, એ કન્ટેન્ટ હાલમાં ક્યા
પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે અને ક્યાં સુધી ઉપલબ્ધ છે તે જોવા મળી શકે છે.