Get The App

સૂર્યની સૌથી નજીક હોવા છતા પૃથ્વી પર શિયાળામાં દિવસો કેમ નાના અને રાત મોટી? સરળ ભાષામાં સમજો

કડકડતી ઠંડીના કારણે લોકો પરેશાન છે, ઉપરાંત ટૂંકા દિવસને કારણે લોકોનું કામ પણ પૂરું થતું નથી

પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે શિયાળામાં દિવસ ટૂંકો કેમ થઇ જાય છે?

Updated: Jan 8th, 2024


Google NewsGoogle News
સૂર્યની સૌથી નજીક હોવા છતા પૃથ્વી પર શિયાળામાં દિવસો કેમ નાના અને રાત મોટી? સરળ ભાષામાં સમજો 1 - image


Why days become shorter on Winters: વર્તમાન સમયમાં લોકો ઠંડીથી પરેશાન છે. તેમાં પણ શિયાળામાં દિવસ ટૂંકો થઇ જતો હોવાથી સમય ક્યારે પસાર થઈ જાય છે તેનો ખ્યાલ જ રહેતો નથી. શિયાળા દરમ્યાન ભારતમાં દિવસો ટૂંકા અને રાત લાંબી થઈ જાય છે, જ્યારે ઉનાળામાં દિવસો લાંબા અને રાત ટૂંકી થઈ જાય છે. પરંતુ શું તમે જાણો છો કે આવું કેમ થાય છે?

શિયાળામાં દિવસો કેમ ટૂંકા થઈ જાય છે?

સૂર્યથી પૃથ્વીનું અંતર શિયાળામાં ઓછું હોય છે. પરતું તે સૂર્યથી વિરુદ્ધ તરફ ઝુકેલી હોવાથી ઠંડીની મોસમમાં દિવસ ટૂંકો થઇ જાય છે. નવેમ્બર મહિનામાં પૃથ્વી ઉત્તર ગોળાર્ધ તરફ નમેલી હોય છે, જેના કારણે સૂર્યના ત્રાંસા કિરણો પૃથ્વી પર પડે છે. જેથી પૃથ્વી પર શિયાળા દરમ્યાન સૂર્ય પ્રકાશ ઓછો પડે છે. જો સરળ ભાષામાં સમજીએ તો દિવસો ટૂંકા અને રાત લાંબી થવા પાછળનું કારણ પૃથ્વી તેની ધરી પર 23.5 ડિગ્રી પર નમેલી હોવાનું છે.  

લાંબી રાત પછી પણ દિવસ દરમિયાન ઊંઘ કેમ આવે છે?

તમારા મનમાં આ પ્રશ્ન પણ ઉઠતો હશે કે શિયાળામાં રાતો લાંબી હોવા છતાં તમને પૂરતી ઊંઘ કેમ નથી આવતી અને સવારે ઉઠવામાં શા માટે આળસ આવે છે? તો તેનો જવાબ છે કે  શિયાળામાં સૂર્યનો પ્રકાશ પૃથ્વી પર ખૂબ જ ઓછા સમય માટે પડે છે. જે આપણા શરીર પર પણ અસર કરે છે, કારણ કે આપણા શરીરને સૂર્યપ્રકાશની જરૂર હોય છે, તેથી જો આપણને તે ન મળે, તો આપણે આળસ અનુભવીએ છીએ અને દરેક સમયે સુસ્તી લાગે છે. 

સૂર્યની સૌથી નજીક હોવા છતા પૃથ્વી પર શિયાળામાં દિવસો કેમ નાના અને રાત મોટી? સરળ ભાષામાં સમજો 2 - image


Google NewsGoogle News