For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વિમાનો ધરતીની સપાટીથી નવથી 12 કિ.મી.ની ઊંચાઈએ જ ઉડે છે, જાણો શું છે તેની પાછળનું વિજ્ઞાન

Updated: Apr 22nd, 2024

વિમાનો ધરતીની સપાટીથી નવથી 12 કિ.મી.ની ઊંચાઈએ જ ઉડે છે, જાણો શું છે તેની પાછળનું વિજ્ઞાન
Image Envato 

Plane fly in sky over 9-12 kilometers : નાગરિક ઉડ્ડયન મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ભારતમાં દરરોજ 6000 થી વધુ ફ્લાઇટ્સ આકાશમાં હોય છે. 3,061 ડિપાર્ચર ફ્લાઈટ્સ અને 3,058 અરાઈવલ ફ્લાઈટ્સ એમ કુલ 6 હજારથી વધુ વિમાન આકાશમાં હોય છે. જેમાં સ્થાનિક અને વિદેશી બંને ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે. 

સામાન્ય રીતે વિમાન ધરતી પરથી 9 થી 12 કિમીની ઊંચાઈએ ઉડે છે

ભારતમાં ગયા વર્ષે રોજ આકાશમાં સરેરાશ 2,891 ફ્લાઇટ્સ આકાશમાં હતી. યુ.એસ. માં દરરોજ 42,000 વિમાન ઉડતા હોય છે, જેમાં કોઈ પણ સમયે 5,000 વિમાન આકાશમાં હોય છે. જેમા ક્યારેય કોઈ વિમાન એકબીજા સાથે અથડાય નહીં, તેમજ ફ્લાઈટના આગમન, પ્રસ્થાન અને ફ્લાઇટ્સનું સંકલન કરવા માટે વિશેષ યોજના બનાવવી જરુરી છે. પરંતુ તેમા ખાસ વાત એ આવે છે કે વિમાનો કેટલી ઊંચાઈએ ઉડે છે. શું તમે જાણો છો કે સામાન્ય રીતે વિમાન ધરતી પરથી 9 થી 12 કિમીની ઊંચાઈએ ઉડે છે. શા માટે વિમાનને આટલી ઊંચાઈએ ઉડાવવામાં આવે છે? આવો આજે તેના વિશે જાણીએ. 

Article Content Image
Image Envato

વિશ્વભરમાં દરરોજ અંદાજે 100,000 ફ્લાઇટ્સ ટેક ઓફ અને લેન્ડ થાય છે

એક રિપોર્ટ પ્રમાણે વિશ્વભરમાં દરરોજ અંદાજે 100,000 ફ્લાઇટ્સ ટેક ઓફ અને લેન્ડ થાય છે. જેમાથી પેસેન્જર, કાર્ગો અને મિલિટરી એરક્રાફ્ટનો સમાવેશ થાય છે. એકલા પેસેન્જર ફ્લાઇટ્સ દરરોજ 90,000 થી વધુ ફ્લાઇટ્સ ઉડે છે. 

આટલી ઊંચાઈ પર વિમાન ઉડાવવા પાછળ આ કારણો મુખ્ય

વિમાન સામાન્ય રીતે 31,000 (9.44 કિમી) થી 42,000 (12.80 કિમી) ફૂટની ઊંચાઈએ ઉડે છે. આટલી ઊંચાઈએ ઉડવાના મુખ્ય કારણોમાં બળતણ કાર્યક્ષમતા વધારવા માટે છે, હવાનો પ્રતિકાર ઘટાડવા માટે, હવાઈ ટ્રાફિકને ટાળવા આ ઉપરાંત વિમાન હવામાં ઉડતી વખતે સલામતીની ખાતરી કરવી પણ છે.

Article Content Image
Image Envato 

ઊંચાઈએ ઉડવા માટેનું કારણ

વિમાનને આટલી ઉંચાઈ પર લઈ જવા અને તેને ઉડાડવા પાછળ એક કારણ રહેલું છે. જેટલી વધારે વિમાન ઉડે તેટલી હવાની ઘનતા ઓછી હોય છે, જેના પરિણામે હવાનો પ્રતિકાર ઓછો થાય છે, અને વિમાનો ઈંધણ ઓછુ બાળે છે અને ઝડપથી ઉડે છે. આ કાર્યક્ષમતા આધુનિક જેટ એરક્રાફ્ટ એન્જિનો માટે મહત્વપૂર્ણ છે, જેને ટર્બોફન્સ તરીકે ઓળખવામાં આવે છે, જે વધુ ઊંચાઈએ વધુ કાર્યક્ષમ રીતે કામ કરે છે.

આ સિવાય વધારે ઊંચાઈ પર ઉડાન ભરવાથી પક્ષીઓ સાથે ટકરાવાથી પણ બચી શકાય છે. અશાંતિને ઓછી કરવા સાથે સાથે મુસાફરોને વધુ આરામદાયક ઉડાનનો અનુભવ આપવામાં મદદ મળી રહે છે. 

કેટલા સમય લાગે છે આ ઊંચાઈ સુધી પહોંચતાં

કોમર્શિયલ વિમાન સામાન્ય રીતે 31,000 (9.4 કિમી) અને 38,000 ફીટ (11.5 કિમી) - લગભગ 5.9 થી 7.2 માઇલની વચ્ચે ઉડે છે. સામાન્ય રીતે વિમાનોને આ ઊંચાઈ સુધી પહોંચવામાં 10 મિનિટનો સમય લાગે છે.

શું હજુ વધુ ઊંચાઈ પર જઈ શકાય છે?

વિમાન આ ઊંચાઈથી કેટલીયે વધારે ઊંચાઈ પર ઉડી શકે છે, પરંતુ તેનાથી સલામતી સંબંધિત સમસ્યાઓ ઉભી થઈ શકે છે. ઉંચી ઉડાન ભરવાનો અર્થ થાય છે કે ઝડપી ડિકમ્પ્રેશન જેવી કટોકટીની સ્થિતિમાં સુરક્ષિત ઊંચાઈ પર પાછા ફરવામાં વધુ સમય લાગશે. બીજા એક કારણમાં વિમાનોનું વજન પણ છે.

જેમ જેમ તમે ઉપર જઈએ તેમ તેમ ગતિ પણ વધે છે

વિમાન જેમ જેમ ઊંચું જાય છે, તેમ તેમ તેની સંભવિત ગતિ પણ વધે છે. કાયદેસર રીતે દસ હજાર ફૂટ અને તેનાથી વધુની ઝડપે જઈ શકે છે.


Gujarat