કોણ ચલાવી રહ્યુ છે તમારા નામે SIM CARD ? ઘરબેઠા બે મિનિટમાં આ રીતે જાણો

Updated: Mar 18th, 2024


Google NewsGoogle News
કોણ ચલાવી રહ્યુ છે તમારા નામે SIM CARD ? ઘરબેઠા બે મિનિટમાં આ રીતે જાણો 1 - image


સિમ કાર્ડ વગર  કોઈપણ સ્માર્ટફોન કે ફીચર ફોન કામ કરતું નથી. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ સિમ કાર્ડને લઈને એક નિયમ બદલ્યો છે, જેના પછી સિમ સ્વેપ કર્યા પછી, તે સિમ 7 દિવસ સુધી બીજી કંપનીમાં પોર્ટ કરી શકાશે નહીં. આ નિયમ 1 જુલાઈથી લાગુ થશે.  

શું તમે જાણો છો કે તમારા નામે કેટલા સિમ કાર્ડ ચાલી રહ્યા છે?

સાયબર ક્રાઈમના કેસ વધી રહ્યા છે ત્યારે સ્કેમર્સ અથવા ઠગ્સ પણ સિમ સ્વેપિંગ દ્વારા લોકોને નિશાન બનાવી રહ્યા છે. ત્યારે સ્કેમર્સ તમારા નામનું સિમ કાર્ડ લઈ શકે છે અને તેનો ઉપયોગ સાયબર સ્કેમ અથવા સાયબર છેતરપિંડી કરવા માટે કરી શકે છે. અથવા તેનો ઉપયોગ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં પણ થઈ શકે છે, જે તમારા માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે.

આ સ્કેમથી બચવા માટે તમારા નામે કોઇ સિમ કાર્ડ ચાલી રહ્યુ છે કે નહી? તમારા નામથી અથવા આધાર કાર્ડ દ્વારા કેટલા સિમ કાર્ડ જારી કરવામાં આવ્યા છે તે અમે તમને જણાવીશું. 

આ સ્થિતિ તપાસવા માટે, તમે સંચાર સાથી પોર્ટલ (tafcop.sancharsaathi.gov.in) નો ઉપયોગ કરી શકો છો. tafcop.sancharsaathi.gov.in ની મુલાકાત લો અથવા sancharsaathi.gov.in પર જાઓ અને Citizen Centric Services  પર ટેપ કરો. 

જે બાદ Know Your mobile connections પર ક્લિક કરીને, તમે મોબાઇલ કનેક્શન વિશે તપાસ કરી શકો છો.

આ માટે પહેલા 10 અંકનો મોબાઈલ નંબર દાખલ કરો અને કેપ્ચા ટાઈપ કરો. 

આ પછી તમારા મોબાઈલ નંબર પર એક OTP આવશે, તે OTP દાખલ કરો. 

આમ કરવાથી સ્ક્રીન પર વિગતો દેખાશે. અહીં તમે જોઈ શકો છો કે, તમારા નામે કેટલા કાર્ડ જારી કરવામાં આવ્યા છે.

જો કોઈ એવો નંબર આવે કે, જેનો તમે ઉપયોગ કરતા નથી, અથવા તમે ઉપયોગ કરતા હતા પણ હવે તેનો ઉપયોગ કરતા નથી. તમે તે નંબરની જાણ કરી શકો છો અને તેને બંધ કરાવી શકો છો. 


Google NewsGoogle News