કોણ છે પ્રફુલ્લ ધારીવાલ? જેણે બનાવ્યું GPT 4o, સેમ ઓલ્ટમેને પણ કર્યા વખાણ

Updated: May 17th, 2024


Google NewsGoogle News
કોણ છે પ્રફુલ્લ ધારીવાલ? જેણે બનાવ્યું  GPT 4o, સેમ ઓલ્ટમેને પણ કર્યા વખાણ 1 - image


Who is Prafulla Dhariwal: OpenAIના સીઈઓ સેમ ઓલ્ટમેને કંપનીના લેટેસ્ટ ફ્લેગશિપ AI મોડલ, GPT-4oના સફળ લોન્ચ માટે ભારતના પ્રફુલ્લ ધારીવાલને શ્રેય આપ્યો છે. ધારીવાલ GPT-4oના માસ્ટરમાઈન્ડ જ નહિ પરંતુ GPT-3 અને Dall-E2ના ક્રિએટર પણ છે. ઓલ્ટમેને X પર જાહેરાત કરી કે ChatGPT4o પ્રફુલ્લ ધારીવાલ વિના શક્ય ન હોત. એવામાં જાણીએ સેમ ઓલ્ટમેન જેમના આટલા વખાણ કરે છે તે પ્રફુલ્લ ધારીવાલ કોણ છે?

કોણ છે પ્રફુલ્લ ધારીવાલ?

પુણેના રહેવાસી પ્રફુલ્લ તેમની શૈક્ષણિક અને વૈજ્ઞાનિક સિદ્ધિઓ માટે જાણીતા છે. તેમણે વર્ષ 2009માં ભારત સરકાર તરફથી નેશનલ ટેલેન્ટ સર્ચ સ્કોલરશિપ જીતી હતી. આ ઉપરાંત તે જ વર્ષે તેણે ચીનમાં આયોજિત ઈન્ટરનેશનલ એસ્ટ્રોનોમી ઓલિમ્પિયાડમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ઉપરાંત 2012માં ઈન્ટરનેશનલ ફિઝિક્સ ઓલિમ્પિયાડ અને 2013માં ઈન્ટરનેશનલ મેથેમેટિક્સ ઓલિમ્પિયાડ બંનેમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

ધારીવાલે અભ્યાસમાં પણ ખૂબ સારું પ્રદર્શન કર્યું છે 

તેમના અભ્યાસની વાત કરીએ તો 12મા ધોરણની પરીક્ષામાં, તેણે ફીઝીક્સ, કેમેસ્ટ્રી અને ગણિત (પીસીએમ) વિષયમાં 300 માંથી 295 માર્ક્સ મેળવ્યા હતા. આ ઉપરાંત તેમણે મહારાષ્ટ્ર ટેકનિકલ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (MT-CET) માં 190  માર્ક્સ તેમજ જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ (JEE-Mains) માં તેણે 360 માંથી 330 માર્ક્સ મેળવ્યા હતા. 

2016થી OpenAIમાં જોડાયા 

ધારીવાલે મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (MIT)માંથી કમ્પ્યુટર સાયન્સ (ગણિત) માં સ્નાતકની ડિગ્રી મેળવી. તેમની OpenAI સફર મે 2016માં રિસર્ચ ઈન્ટર્ન તરીકે શરૂ થઈ હતી. ધારીવાલના મુખ્ય કાર્યોમાં GPT-3, ટેક્સ્ટ-ટુ-ઇમેજ પ્લેટફોર્મ DALL-E 2, ઇનોવેટીવ મ્યુઝિક જનરેટર જ્યુકબોક્સ અને રિવર્સિબલ જનરેટિવ મોડલ ગ્લોનો સમાવેશ થાય છે.

કોણ છે પ્રફુલ્લ ધારીવાલ? જેણે બનાવ્યું  GPT 4o, સેમ ઓલ્ટમેને પણ કર્યા વખાણ 2 - image


Google NewsGoogle News