ભારતમાં 73000 કરોડની સાત લાખ નવી કાર ખરીદનારું કોઈ નથી, જૂની કારને સ્ક્રેપ કરી નવી ખરીદતા વધુ સારી ઓફર આપશે કંપનીઓ

Updated: Aug 27th, 2024


Google NewsGoogle News
ભારતમાં 73000 કરોડની સાત લાખ નવી કાર ખરીદનારું કોઈ નથી, જૂની કારને સ્ક્રેપ કરી નવી ખરીદતા વધુ સારી ઓફર આપશે કંપનીઓ 1 - image


Scrap Car Discount: ભારતમાં કાર કંપનીઓની નવી સાત લાખ કાર એમની એમ પડી છે. આ કારની કિંમત અંદાજે 73000 કરોડ રૂપિયા છે. નવી કારનું વેંચાણ વધારવા માટે કંપનીઓ હવે જૂની કારને સ્ક્રેપ કરવા માટે લોકોને પ્રોત્સાહિત કરી રહ્યાં છે. આ કારને સ્ક્રેપ કરવા માટે ઓટોમોબાઇલ કંપની ગ્રાહકને વધુ પૈસા ચૂકવશે.

ઇનવેન્ટરીના દિવસો વધારવામાં આવ્યા

કંપનીઓ કાર બનાવીને ડીલરને મોકલી આપે છે. ડીલર આ કારને તેની ઇનવેન્ટરીમાં 65-67 દિવસ સુધી રાખે છે. જોકે હવે આ દિવસો વધારીને 70-75 કરી દેવામાં આવ્યા છે. કારનું વેચાણ ઓછું થઈ ગયુ છે. હવે લોકો એટલી કાર નથી ખરીદી રહ્યાં. તેમ જ કારને વધુ સમય સુધી ઇનવેન્ટરીમાં રાખી મુકવાથી રિસ્ક પણ રહે છે. આમ છતાં કારના ઓછા વેંચાણ માટે ડીલરને કારને વધુ દિવસ સુધી તેમની પાસે રાખવાની સૂચના આપવામાં આવી છે. જોકે ડીલર કંપનીઓને ફક્ત 30 દિવસના ઇનવેન્ટરી પિરીયડની ડિમાન્ડ કરી રહી છે.

આ પણ વાંચો: માર્ચ સુધીમાં ભારતમાં છ લાખ જોબ ઊભી કરશે એપલ, ચીન થશે સાઇડલાઇન

ભારતમાં 73000 કરોડની સાત લાખ નવી કાર ખરીદનારું કોઈ નથી, જૂની કારને સ્ક્રેપ કરી નવી ખરીદતા વધુ સારી ઓફર આપશે કંપનીઓ 2 - image

પ્રોડક્શનમાં ધટાડો કરવામાં આવશે

કંપની હાલમાં તેમની પ્રોડક્શનની ક્ષમતા મુજબ કાર બનાવી રહી છે. જોકે કારના વેંચાણમાં હવે ઘટાડો થતાં એના પ્રોડક્શન પર કન્ટ્રોલ કરવાની પરિસ્થિતી આવી છે. જોકે આ કન્ટ્રોલ એક જ મહિનામાં નહીં આવે. આ માટે સમય લાગે છે. રીટેલ અને વોલસેલ વચ્ચે 50000થી 70000 યુનિટનો તફાવત હોય એટલું પ્રોડક્શન કરવામાં આવે એવું બની શકે છે.

આ પણ વાંચો: યૂટ્યુબ પ્રીમિયમ વર્ઝન ખરીદવું છે, હવે ચૂકવવા પડશે વધુ પૈસા

સ્ક્રેપ કાર માટે વધુ ડિસ્કાઉન્ટ

કારનું વેચાણ વધારવા માટે વિવિધ ઓફર અને ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યાં છે. જોકે લોકો જૂની કારને સ્ક્રેપ નથી કરતાં. આથી એ ગ્રાહકોને જૂની કારને સ્ક્રેપ કરીને નવી કાર ખરીદવા માટે વધુ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. 20 વર્ષથી જૂની કારને સ્ક્રેપ કરવાનો નિયમ સરકારે બનાવ્યો છે. આ કારને સ્ક્રેપ કરવા માટે જે પૈસા મળતાં હશે એ તો મળશે. તેમ જ નવી કાર ખરીદ્યા બાદ એના રોડ ટેક્સ પર 25 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. આ સાથે જ કાર કંપનીઓ 1.5 ટકાથી લઈને ત્રણ ટકા સુધીનું એડિશનલ ડિસ્કાઉન્ટ આપશે. આ ડિસ્કાઉન્ટ અને 20000 બેમાંથી જે રકમ ઓછી હશે એ કાર કંપનીઓ આપશે.


Google NewsGoogle News