Solar System Coldest Place : સૌરમંડળમાં સૌથી વધુ ઠંડી પડે છે અહીં, જાણો ત્યાં કેટલું રહે છે તાપમાન

સૌરમંડળમાં ગ્રહોની સંખ્યા આઠ છે, જેમાંથી આપણી પૃથ્વી એકમાત્ર એવો ગ્રહ છે જ્યાં જીવન છે

Updated: Dec 10th, 2023


Google NewsGoogle News
Solar System Coldest Place : સૌરમંડળમાં સૌથી વધુ ઠંડી પડે છે અહીં, જાણો ત્યાં કેટલું રહે છે તાપમાન 1 - image


Solar System Coldest Place : શિયાળાની શરુઆત થઈ ગઈ છે અને પહાડી રાજ્યોમાં હિમવર્ષાના પણ સમાચાર મળી રહ્યા છે જેના પગલે અનેક વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. વિશ્વમાં ઘણી એવી જગ્યાઓ છે જ્યાં તાપમાન ખુબ જ નીંચુ હોવાને કારણે સખત જ ઠંડી પડે છે ત્યારે આપણા સૌરમંડળમાં સૌથી ઠંડુ સ્થાન ક્યું છે અને ત્યાનું તાપમાન કેટલું હશે તેવા પ્રશ્નનો પણ આપણા મનમાં સર્જાતા  હોય છે.

પૃથ્વીના જેમ સૌરમંડળમાં પણ એવી જગ્યા છે જ્યાં ખુબ જ ઠંડી પડે છે

સૌરમંડળમાં ગ્રહોની સંખ્યા આઠ છે, જેમાંથી આપણી પૃથ્વી એકમાત્ર એવો ગ્રહ છે જ્યાં જીવન છે અને અહીંના જીવન પાછળનું મુખ્ય કારણ તાપમાન છે. પૃથ્વીના કેટલાક વિસ્તારોમાં ખુબ જ ઠંડી પડે છે એ જ રીતે આપણા સૌરમંડળમાં પણ એવી ઘણી જગ્યાઓ છે જ્યાં તાપમાન એટલું ઘટી જાય છે કે જો કોઈ માણસને ત્યાં ખુલ્લામાં છોડી દેવામાં આવે તો તે થોડીક જ સેકન્ડોમાં થીજી જાય છે ત્યારે આપણે જાણીએ કે પૃથ્વી પરના સૌથી ઠંડા સ્થળની તુલનામાં સૌરમંડળમાં સૌથી ઠંડું સ્થાન કયું છે? 

પૃથ્વી પર સૌથી ઠંડું સ્થળ ક્યાં છે?

અમેરિકન સ્પેસ એજન્સી નાસા અનુસાર, વિશ્વનું સૌથી ઠંડું સ્થળ એન્ટાર્કટિકામાં સ્થિત 'ઈસ્ટ એન્ટાર્કટિકા પ્લેટુ' (east antarctic plateau) છે. આ સ્થાન પર તાપમાન -98 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે. સંશોધકોએ એન્ટાર્કટિક આઇસ શીટ પર એક રિજ પર લેવામાં આવેલા સેટેલાઇટ ડેટાની તપાસ કરીને આ ડેટા મેળવ્યો હતો. અગાઉ અહીં -93 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. સ્વચ્છ વાતાવરણ અને શુષ્ક હવાને કારણે અહીં તાપમાન સતત ઘટી રહ્યું છે.

સૌરમંડળમાં સૌથી ઠંડું સ્થાન કયું છે?

સૂર્યમંડળમાં હાજર ગ્રહોને સૂર્યમાંથી ગરમી મળે છે. પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર 100 મિલિયન માઇલથી પણ વધુ છે ત્યારે આપણે સૂર્યથી એટલા અંતરે છીએ કે આપણને જીવન જીવવા માટે પૂરતું તાપમાન મળે છે. આ જ કારણ છે કે જ્યારે પણ કોઈ પ્રશ્ન પૂછે છે કે સૌરમંડળમાં સૌથી ઠંડું સ્થાન કયું છે, તો લોકો તેનો જવાબ નેપચ્યુન તરીકે આપે છે, જે સૌરમંડળનો છેલ્લો ગ્રહ છે. જો કે આ જવાબ સાચો નથી. સૌરમંડળમાં સૌથી ઠંડું સ્થાન યુરેનસ છે. સૌરમંડળમાં અત્યાર સુધીના સૌથી ઠંડા તાપમાનનો રેકોર્ડ યુરેનસ ગ્રહ પર નોંધવામાં આવ્યો છે. આ ગ્રહ પર -224 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું છે. આ જોતા જો આપણે તેની તુલના પૃથ્વી પરના સૌથી ઠંડા સ્થળ સાથે કરીએ, તો આપણે જાણીએ છીએ કે યુરેનસનું તાપમાન 'પૂર્વ એન્ટાર્કટિકા પ્લેટુ'ના તાપમાન કરતાં બમણું છે.

Solar System Coldest Place : સૌરમંડળમાં સૌથી વધુ ઠંડી પડે છે અહીં, જાણો ત્યાં કેટલું રહે છે તાપમાન 2 - image


Google NewsGoogle News