Get The App

જૂનમાં માત્ર આઠ દિવસ માટે સ્પેસમાં ગયેલાની પાસે ક્રિસમસની સામગ્રી ક્યાંથી આવી

Updated: Dec 26th, 2024


Google NewsGoogle News
જૂનમાં માત્ર આઠ દિવસ માટે સ્પેસમાં ગયેલાની પાસે ક્રિસમસની સામગ્રી ક્યાંથી આવી 1 - image


- આઇએસએસમાં ક્રિસમસની ઉજવણીના વિડીયોથી સોશિયલ મીડિયામાં ચર્ચા

- નવેમ્બરમાં આવેલું સ્પેસેક્સનું રોકેટ ક્રિસમસ ઉજવણીનો સામાન લઈ આવ્યું હતું: નાસાની સ્પષ્ટતા

નવી દિલ્હી : ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઇએસએસ)માં અટવાઈ ગયેેલા નાસાના અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ અને વિલ્મોર સહિતના બીજા સહયોગીઓએ  સ્પેસ સ્ટેશનમાં સાન્તાની હેટ સાથે ક્રિસસની ઉજવણી કરતાં અમેરિકામાં ઓનલાઇન ચર્ચા છેડાઈ ગઈ છે.  આ ચર્ચા એટલી આગળ વધી કે નાસાએ તેના અંગે સ્પષ્ટતા કરવાની ફરજ પડી છે. 

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ક્રિસમસ ઉજવણીના જારી કરવામાં આવેલા વિડીયો અને ફોટના પગલે સોશિયલ મીડિયા યુઝર્સે જાતજાતની થિયરી વહેતી કરવા માંડી હતી અને અનેક પ્રકારના સવાલ પણ પૂછવા માંડયા હતા. તેમા એક સવાલ તો તે હતો કે શું અવકાશયાત્રીઓને ખબર હતી કે તેઓ આઇએસએસમાં આટલા લાંબા સમય સુધી રોકાવવાના છે.  

તેઓએ સ્પેસ સ્ટેશનમાં ક્રિસમસનો શણગાર મહિનાઓ પહેલા કર્યો હતો. જ્યારે બીજા એકે પૂછ્યું હતું કે ફક્ત આઠ દિવસના સ્પેસ મિશન માટે ગયેલાઓ પાસે આ ક્રિસમસનો શણગાર કયાંથી આવ્યો? 

અન્ય એક યુઝરે પૂછ્યું હતું કે આમને ક્રિસમસના શણગારની વસ્તુઓ આપી કોણે, તેમની પાસે આ બધુ ક્યાંથી આવ્યું? કેપ્સ્યુલમાં વધારાની સ્પેસ અત્યંત ઊંચા પ્રીમિયમે છે ત્યારે તેમને આ બધી વસ્તુઓ એડવાન્સમાં આપવામાં આવી હતી. વિલિયમ્સ અને વિલ્મોર બંને જૂનથી અવકાશમાં છે. તેમનું મિશન આઠ દિવસનું હતું, પરંતુ સ્ટારલાઇન સ્પેસક્રાફ્ટને નુકસાન થતાં હવે તેઓ છ મહિના કરતાં પણ વધુ સમયથી સ્પેસમાં છે. તેઓ હવે માર્ચમાં પરત ફરશે. 

આ ક્રિસમસ ઉજવણીની ચર્ચા છેડાવવાના પગલે નાસાએ સ્પષ્ટતા કરીને બધી જ થિયરીનો અંત લાવી દીધો હતો. યુએસ સ્પેસ એજન્સીઓ ન્યૂયોર્ક પોસ્ટને જણાવ્યું હતું કે સાન્તાની હેટ, ક્રિસમસ ટ્રી અને અન્ય ડેકોરેશન્સની સામગ્રી નવેમ્બરમાં સ્પેસેક્સે છ ટનનો માલસામાન મોકલાવ્યો તેની સાથે મોકલાવાયો હતો. તેમના પેકેજમાં ક્રિસમસ મીલ્સ પણ હતા, તેમા હેમ, ટર્કી, પોટેટોસ,, શાકભાજી અને કૂકીસ અને પાઇસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કેટલીક મિશન સ્પેસિફિક અને કેટલીક વૈજ્ઞાાનિક ચીજવસ્તુઓ પણ આ ડિલિવરીનો હિસ્સો હતી. 


Google NewsGoogle News