સોશિયલ મીડિયામાં લોકશાહી નબળી પડી છે ત્યારે....
- MkkurþÞ÷ {erzÞkLkkt yÕøkkurhÄ{ ykÃkýk hksfkhýeyku suðkt Au, MkËLkMkeçku íku{Lke ykËík çkË÷e þfkÞ Au
અત્યાર સુધી આપણે એવું માનતા રહ્યા છીએ કે સોશિયલ મીડિયા સાઇટ્સ પર આપણને
ગમતું કન્ટેન્ટ જોવું હોય, તો એવું કન્ટેન્ટ શેર કરતાં
એકાઉન્ટ્સને આપણે ફોલો કરવાં જોઈએ. વાત સાચી,
પણ હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને એટલાથી સંતોષ નથી.
એમને તો આપણો પૂરેપૂરો સમય અને પૂરેપૂરું ધ્યાન જોઈએ છે.
પરિણામે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ, એક્સ, લિંક્ડઇન, પિન્ટરેસ્ટ વગેરે બધાં
પ્લેટફોર્મ, આપણી સ્પષ્ટ મરજી બાજુએ
રાખીને આ પ્લેટફોર્મ પર આપણને શું ગમશે તે પોતે નક્કી કરવા લાગ્યાં છે.
કહો કે આપણો અવાજ નબળો પડતો જાય છે, સોશિયલ મીડિયામાં સાચી
લોકશાહી રહી નથી. તમે પણ અનુભવ કરતા હશો કે આ બધાં પ્લેટફોર્મ પર આપણે જેમને ફોલો
કરતા હોઈએ એમના કન્ટેન્ટ જેટલું જ કે ક્યારેક તો તેનાથી પણ વધુ એવું કન્ટેન્ટ આપણી
સામે આવે છે, જે એકાઉન્ટને આપણે ફોલો જ ન
કરતા હોઈએ! કેમ કે આ પ્લેટફોર્મ્સ પોતાની રીતે ધારી લે છે કે એ કન્ટેન્ટ આપણને
ગમશે.
જોકે હજી પણ એવી ઘણી ટ્રિક્સ કે પદ્ધતિ છે, જેને ફોલો કરીને તમે આ અલ્ગોરિધમ્સને પોતાના ફાયદામાં વાળી શકો છો. આવો જાણીએ.
MkkurþÞ÷
{erzÞk Ãkh ykÃkýku yðks çkw÷tË fu{ fhðku?
લોકશાહીની ટૂંકી વ્યાખ્યા શું? આપણા દેશમાં આપણું ધાર્યું
થાય (અમુક નિયમો આધીન) એ આપણે માટે લોકશાહી. એ જ હેતુથી, આપણા કામ માટે વિધાનસભા કે સંસદમાં, આપણા વતી અવાજ ઉઠાવે એવા
લોકોને આપણે પોતાના પ્રતિનિધિ તરીકે ચૂંટીએ છીએ.
પછી થાય છે શું? આપણા એ કહેવાતા લોકસેવકોમાંથી ઘણા આપણું હિત ભૂલી જાય
છે, આપણે માટે શું સારું છે એ
ભૂલી જાય છે અને પોતાના હિતનો પહેલો વિચાર કરવા લાગે છે!
કંઈક આવું જ થાય છે સોશિયલ મીડિયામાં. આપણે પોતાને ગમતું કન્ટેન્ટ મળશે એવી
આશામાં સોશિયલ મીડિયાની અમુક-તમુક સાઇટમાં એકાઉન્ટ ખોલાવીએ, તેમાં આપણને રસ પડે તેવા લોકો, બ્રાન્ડ, કંપની, સંસ્થા વગેરેનાં એકાઉન્ટને
ફોલો કરીએ. એ લોકો પણ, પૂરી મહેનતથી આપણને રસ પડે
તેવું કન્ટેન્ટ પીરસતા રહે, પણ વચ્ચે આવી જાય સોશિયલ
મીડિયાનું પોતાનું અલ્ગોરિધમ!
તમારી સાથે આવું ક્યારેક ને ક્યારેક થતું હશે - તમને કોઈ રેસ્ટોરાં ખૂબ ગમતી
હોય, તમે તેને ફેસબુક કે
ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરતા હો, એ રેસ્ટોરાં તમને રસ પડે તેવી
નવી નવી ઓફર્સ કે રેસિપી શેર કરતી હોય, છતાં તમને એ રેસ્ટોરાંની
પોસ્ટ્સ ભાગ્યે જ દેખાય!
કેમ? કેમ કે તમે એ રેસ્ટોરાંને
ફોલો કરતા હો તો પણ ફેસબુક કે ઇન્સ્ટાગ્રામનું અલ્ગોરિધમ કોઈક કારણે એવું નક્કી કરી લે છે કે તમને
એ રેસ્ટોરાંનું કન્ટેન્ટ ગમતું નથી!
લગભગ બધી જ સોશિયલ સાઇટ્સ તેના
યૂઝર્સને રસ પડે તેવું જ કન્ટેન્ટ બતાવવાનો પ્રયાસ કરે છે, પણ રસ છે કે નહીં એ નક્કી કરવાની દરેકની જુદી જુદી પદ્ધતિ હોય છે. એ માટે જે તે એકાઉન્ટને ફોલો
કરવું કે સબસ્ક્રાઇબ કરવું હવે પૂરતું નથી. હવે જુદી જુદી ઘણી બાબતો પરથી આપણને
શું ગમશે તે નક્કી કરવામાં આવે છે.
યાદ રહે, અહીં લખેલી વાતો કન્ટેન્ટ ક્રિએટર નહીં, કન્ટેન્ટ યૂઝર્સના પીઓવી - પોઇન્ટ ઓફ વ્યૂથી લખી છે!
çkÄwt VkufMk
Au yutøkus{uLx Ãkh
સોશિયલ સાઇટ્સનો મંત્ર છે એંગેજમેન્ટ! તમે તમારાં ફેવરિટ એકાઉન્ટ્સની પોસ્ટસ ફક્ત જુઓ એ ન ચાલે. તમારે થોડા થોડા સમયે એ પોસ્ટ્સને લાઇક કરવી પડે, શેર કરવી પડે, કમેન્ટ ઉમેરવી પડે... તો જે તે સાઇટ એ પ્રકારનું કન્ટેન્ટ આપણને વધુ પ્રમાણમાં બતાવે. જેમ કે ઇન્સ્ટાગ્રામ પર કોઈ રીલ કે પોસ્ટને સેવ કરો તો એ ઇન્સ્ટાની સિસ્ટમને સ્ટ્રોંગ સિગ્નલ આપે કે તમને આ પ્રકારનું કન્ટેન્ટ ગમે છે. ફેસબુક પર તમે જે મિત્રની પોસ્ટ પર વધુ કમેન્ટ કરશો તેનું કન્ટેન્ટ વધુ દેખાશે!
ykÃkýe
yuÂõxrðxe Ãký æÞkLku ÷uðkÞ
યુટ્યૂબ જેવા પ્લેટફોર્મ પર દેખીતી રીતે આપણી હિસ્ટ્રી પર સૌથી વધુ ફોકસ હોય છે. આપણે કયા વીડિયો જોયા, કેટલા સમય સુધી જોયા, કયા વીડિયો પછી, સજેસ્ટ થયેલા કયા વીડિયો પ્લે કર્યા... આ બધું યુટ્યૂબ સતત તપાસે. તમે કૂકિંગ કે ક્રિકેટનો એક વીડિયો જુઓ, પછી બીજો જુઓ ત્યાં તો, બીજી વાર યુટ્યૂબ ઓપન કરો ત્યારે એવા જ વીડિયોની ભરમાર થવા લાગે. આ વાત એક રીતે સારી પણ છે - તમને ખરેખર જેમાં રસ હોય એવા જ વીડિયો વધુ જુઓ, તો એવા વીડિયો વધુ દેખાશે.
fLxuLx,
yufkWLx ðøkuhuLkkt fLkuõþLMk
સોશિયલ મીડિયા સોશિયલ છે એટલે તેમાં ફ્રેન્ડ્સ, ફેમિલી વગેરે પર વધુ ધ્યાન આપવામાં આવે છે. એટલે જ તો ફેસબુક જેવા પ્લેટફોર્મ પર આપણે વર્ષોથી જેમની સાથે ઓનલાઇન ટચમાં ન હોઈએ, પણ વર્ષો પહેલાં કોઈક રીતે સંપર્કમાં હોઈએ એવી વ્યક્તિને પણ ફ્રેન્ડ તરીકે સજેસ્ટ કરવામાં આવે છે. લિંક્ડઇન પર હજી પણ આપણા નેટવર્કની બહારના લોકોની પોસ્ટ ઓછા પ્રમાણમાં અને કનેક્ટેડ લોકોની પોસ્ટ વધુ બતાવવામાં આવે છે. બસ, નજીકના લોકો સાથે ઇન્ટરેક્શન વધારો!
y{wf
Ã÷uxVku{o Ãkh Mk{ÞLke çkku÷çkk÷k
અગાઉના ટ્વીટર અને હવે એક્સ જેવા પ્લેટફોર્મ પર આપણને શું બતાવવું તે નક્કી કરવામાં, જે તે ટ્વીટ ક્યારે પોસ્ટ થઈ તેના પર વધુ ભાર મૂકાય છે. આથી તેમાં લેટેસ્ટ પોસ્ટ કઈ છે અને તેની સાથે લોકોએ કેટલા પ્રમાણમાં ઇન્ટરેક્શન કર્યું તે તપાસીને પછી એવી પોસ્ટ વધુ પ્રમાણમાં આગળ કરવામાં આવે છે. એટલે તો અમુક પોસ્ટ વાઇરલ થાય છે! તમે પણ લેટેસ્ટ અપડેટ્સ જાણવા એક્સ પર જતા હો, તો લેટેસ્ટ પોસ્ટ્સને લાઇક-શેર વગેરે કરતા રહો.
fLxuLxLkku
«fkh Ãký {n¥ðLkku
દરેક સોશિયલ પ્લેટફોર્મ કન્ટેન્ટના પ્રકારને જુદું જુદું વેઇટેજ આપે છે. જેમ કે ઇન્સ્ટાગ્રામ પર તમે રીલ્સ પર વધુ અટકતા હો, તો સિસ્ટમ તમને વધુ રીલ્સ બતાવશે. પિન્ટરેસ્ટ જેવા પ્લેટફોર્મ પર કયું કન્ટેન્ટ ક્યારે પોસ્ટ થયું તેનું લગભગ કોઈ મહત્ત્વ નથી. અહીં તમે ઇન્ફોગ્રાફિક કે મોટિવેશનલ ક્વોટ વગેરે વધુ પ્રમાણમાં જુઓ, તો એ જ પ્રકારનું કન્ટેન્ટ વધુ બતાવવામાં આવે. અહીં તમે પ્રોફાઇલ સેટિંગમાં જઈને તમારા ઇન્ટરેસ્ટ પણ ફાઇન-ટ્યૂન કરી શકો.
yksfk÷ Lknª,
yíÞkhu þwt xÙu®Lzøk Au?
ઉપર સમયની વાત કરી એ અને અત્યારે શું ટ્રેન્ડિંગ એ બંને વાત નજીકની છતાં જુદી છે. પહેલી વાતમાં આજે, ગઈ કાલે વગેરે પર ધ્યાન અપાય, તો અત્યારે ટ્રેન્ડિંગમાં જે
તે સમયની ઇવેન્ટ જેમ કે આઇપીએલ, ઇલેક્શન વગેરેની પોસ્ટ્સને
વધુ પુશ કરવામાં આવે. તેમ ચોક્કસ હેશટેગ સાથેનું જે કન્ટેન્ટ વધુ જોવાઈ રહ્યું હોય
તેને પણ ટ્રેન્ડિંગ ગણી વધુ આગળ કરવામાં આવે. તમને જે પ્રકારના કન્ટેન્ટમાં રસ હયો
તેના હેશટેગ સર્ચ કરતા રહો, તો એ પ્રકારનું કન્ટેન્ટ વધુ
પ્રમાણમાં બતાવવામાં આવશે.