એલર્ટ! વોટ્સએપનું આ ફિચર તમને મોટી મુશ્કેલીમાં ફસાવી શકે છે, Iphone યુઝર્સ ખાસ વાંચે
WhatsApp View Once Feature: WhatsApp એક લોકપ્રિય મેસેજિંગ એપ્લિકેશન છે, ભારત સહિત સમગ્ર વિશ્વમાં ઘણા લોકો આ એપ્લિકેશનનો ઉપયોગ કરે છે. આમ તો વોટ્સએપ યુઝર્સની સુવિધા વધારવા માટે ઘણા બધા ફીચર્સ આપે છે. પરંતુ હાલમાં વોટ્સએપનું એક ખાસ ફીચર 'વ્યુ વન્સ' તમારી મુશ્કેલી વધારી શકે છે.
વોટ્સએપનું 'વ્યુ વન્સ' નામના ફીચરમાં ગંભીર ખામી
વ્યુ વન્સ નામનું ફીચર છે, જેનો ઉપયોગ કરીને વ્યક્તિ અન્ય વોટ્સએપ યુઝરને ફોટો મોકલી શકે છે અને યુઝર ફોટો જોતાની સાથે જ તે ફોટો ડિલીટ થઈ જાય છે. એટલે કે એક વાર તે ફોટો જોયા બાદ ન તો તેને ફરી જોઈ શકાય છે, ન તો સેવ કરી શકાય છે કે ન તો તેનો સ્ક્રીનશોટ લઇ શકાય છે. આથી મોટાભાગના લોકો તેને સુરક્ષિત માને છે. પરંતુ આ ફીચર લોકો મને એટલું પણ સુરક્ષિત નથી. તેમાં પણ ખામી છે.
વોટ્સએપના વ્યુ વન્સ ફીચરમાં એક ગંભીર ખામી જોવા મળી છે જે યુઝરની પ્રાઈવસીને જોખમમાં મૂકી શકે છે. એવું જાણવા મળ્યું છે કે વ્યૂ વન્સ ફીચર દ્વારા મોકલવામાં આવેલા ફોટોને જોયા પછી પણ જાતે જ ડિલીટ થઇ જાય છે. પરંતુ એવું નથી. જે યુઝરને ફોટો મોકલવામાં આવે છે તે ફોટો તે યુઝર કોઈપણ સમયે ઍક્સેસ કરી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ખામી હાલ માત્ર iPhone માં જ જોવા મળી રહી છે. આથી એવું કહી શકાય કે હવે iPhone યુઝરને વ્યૂ વન્સ ફીચર દ્વારા મોકલેલા ફોટો એકવાર નહીં પરંતુ વારંવાર જોઈ શકશે.