વોટ્સએપની ભારત યાત્રા
લાંબા સમયથી જેની જાહેરાત કરવામાં આવી હતી તે વાત આખરે હવે સાકાર થઈ છે.
વોટ્સએપ કંપનીએ ભારત યાત્રા નામે એક નવી પહેલ શરૂ કરી છે. આ પહેલ હેઠળ કંપનીએ એક ખાસ પ્રકારની બસ ડિઝાઇન
કરી છે. જે દિલ્હીથી તેની યાત્રાની શરૂઆત કરશે અને દિલ્હીના વિવિધ વિસ્તારોમાં
ફર્યા પછી આગામી મહિનાઓમાં આગ્રા, લખનૌ, કાનપુર, ઇન્દોર, નાસિક અને મૈસુરમાં પણ ફરશે. વોટ્સએપની આ બસ અમદાવાદ અને સુરતમાં પણ ફરતી જોવા
મળશે.
આ બસમાં મુસાફરી કરતા વોટ્સએપ કંપનીના એક્ઝિક્યુટિવ્સ નાના અને મધ્યમ કદના
વેપારીઓને રૂબરૂ મળીને તેમના બિઝનેસ કમ્યુનિકેશન માટે વોટ્સએપ બિઝનેસ એપનો કઈ રીતે
ઉપયોગ કરી શકે તેની વિવિધ પદ્ધતિઓ શીખવશે. ખાસ કરીને વોટ્સએપ બિઝનેસ પ્રોફાઇલ કેવી
રીતે બનાવવો? પ્રોડક્ટ અને સર્વિસના
કેટેલોગ કેવી રીતે બનાવવા? ગ્રાહક ક્લિક કરીને ચેટ કરી
શકે એવી એડસ કેવી રીતે બનાવવી વગેરે તથા બિઝનેસ એપનાં ઓટો-રિસ્પોન્સ, કસ્ટમર મેસેજિંગ ટૂલ્સ, એનાલિટિક્સ વગેરે વિશે સમજ
આપવામાં આવશે.