WhatsAppમાં આવી ગયું સીક્રેટ કોડ ફીચર, કેવી રીતે કરશે કામ, જાણો તમામ ડિટેઈલ

Updated: Oct 9th, 2023


Google NewsGoogle News
WhatsAppમાં આવી ગયું સીક્રેટ કોડ ફીચર, કેવી રીતે કરશે કામ, જાણો તમામ ડિટેઈલ 1 - image


Image:Freepik

નવી મુંબઇ,તા. 9 ઓક્ટોબર 2023, સોમવાર

WhatsAppએ થોડા મહિના પહેલા જ, ચેટ લૉક ફીચર રજૂ કર્યું હતું. આ ફીચર દ્વારા યુઝર્સ અન્ય લોકો પાસેથી પોતાની ચેટને સુરક્ષિત રાખી શકે છે. 

ચેટ્સ પણ મેન ચેટ લિસ્ટમાં છુપાઇ જાય છે. જેને ઍક્સેસ કરવા માટે બે-સ્વાઇપ પ્રોસેસમાંથી પસાર થવું પડતું હતું. વોટ્સએપ હવે લૉક કરેલ ચેટ્સની ઍક્સેસને સરળ બનાવવા માટે એક નવું ફીચર લોન્ચ કરી રહ્યું છે, જેને સિક્રેટ કોડ ફીચર કહેવામાં આવે છે.સિક્રેટ કોડ ફીચર હાલમાં વોટ્સએપના બીટા યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવી રહ્યું છે.  

વોટ્સએપમાં લૉક કરેલી ચેટ્સ શોધવાનું સરળ બનાવશે

અત્યારે, જો તમે વોટ્સએપમાં કોઇ ચેટને લોક કરો છો, તો ચેટ મેન ચેટ લિસ્ટમાંથી છુપાઈ જશે. યુઝર્સને ચેટની લિસ્ટમાં સૌથી ઉપર જવુ પડશે અને લૉક કરેલ ચેટના ઓપ્શનને ઓપન કરવા માટે નીચેની તરફ સ્વાઇપ કરવુ પડશે.

અહીં, લૉક કરેલ ચેટને એક્સેસ કરતા પહેલા, યુઝરે તેના બાયોમેટ્રિક લોક વડે ચેટને અનલોક કરવાની રહેશે.

પ્રાઇવસીના કારણે લૉક કરેલી ચેટ્સ WhatsAppના સર્ચ બારમાં દેખાતી નથી. તેથી, જો તમારી પાસે ઘણી બધી લૉક ચેટ છે, તો ચોક્કસ લૉક કરેલી ચેટ શોધવાનું મુશ્કેલ બની જાય છે. વોટ્સએપ નવા સિક્રેટ કોડ ફીચરથી આ સમસ્યાનું સમાધાન લાવી રહ્યું છે. 

લેટેસ્ટ અપડેટ પ્રમાણે WhatsApp પર કોઈપણ ચેટને લોક કરતી વખતે એક સીક્રેટ કોડ સેટ કરવાનો ઓપ્શન મળશે. આ સિક્રેટ કોડ વોટ્સએપના સર્ચ બારમાં એન્ટર કરી શકાય છે, જે લૉક કરેલી ચેટનું નામ ખબર પડશે. જે બાદમાં પણ તમને તમારા બાયોમેટ્રિક ઓંથટિકેશનની સાથે ચેટને અનલોક કરવાનું કહેશે. યુઝર્સ કોઇ ઇમોઝીને અથવા તો એક શબ્દને પણ સીક્રેટ કોડના રુપમાં સેટ કરી શકે છે. 

WhatsAppમાં સીક્રેટ કોડ સાથેની ચેટ હજી પણ ચેટ લિસ્ટ ટોચ પરથી રેગુલર ટૂ -સ્વાઇપ પ્રક્રિયાનો ઉપયોગ કરીને ઍક્સેસ કરી શકાય છે. સિક્રેટ કોડ ફીચરનું હાલમાં વોટ્સએપના લેટેસ્ટ બીટા વર્ઝનમાં પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. 

WABetaInfo રિપોર્ટ મુજબ, સટીક વર્ઝન  નંબર 2.13.21.9 છે. આ ફીચર મૂળરુપથી પાછલા બીટા વર્ઝનમાં જોવા મળ્યુ હતું અને તે લેટેસ્ટ અપડેટ સાથે કેટલાક યુઝર્સ માટે ઍક્સેસિબલ છે.ચેટ લૉક સુવિધા હાલમાં કંપેનિયન ડિવાઇસેસ પર સપોર્ટ નથી કરતી. તે ફક્ત યુઝરના પ્રાઇમરી ડિવાઇસ પર જ ઉપલબ્ધ છે. 

WABetaInfo અનુસાર, WhatsApp ટૂંક સમયમાં કમ્પેનિયન જિવાઇસેસ પર ચેટ લૉક ફિચર શરૂ કરે તેવી અપેક્ષા છે. બ્લોગમાં જણાવ્યા મુજબ, હાલમાં આ સુવિધા પર કામ કરવામાં આવી રહ્યું છે.  

લિંક કરેલ ડિવાઇસ પર ચેટ લૉક સુવિધા ટૂંક સમયમાં શરૂ થવાની અપેક્ષા છે, પરંતુ તે હજી પણ સ્પષ્ટ નથી કે તે WhatsApp વેબ પર ઉપલબ્ધ થશે કે નહીં. વોટ્સએપનું વેબ વર્ઝન આવી ઘણી અદ્યતન સુવિધાઓથી વંચિત છે અને સામાન્ય રીતે નવા અપડેટ્સ મેળવવાની યાદીમાં સૌથી છેલ્લું છે.


Google NewsGoogle News