Get The App

ફોટો મોકલવો યુઝર્સ માટે વધુ મજેદાર બનશે, વોટ્સએપ લાવી રહ્યું છે મોશન ફોટો ફીચર

Updated: Mar 24th, 2025


Google News
Google News
ફોટો મોકલવો યુઝર્સ માટે વધુ મજેદાર બનશે, વોટ્સએપ લાવી રહ્યું છે મોશન ફોટો ફીચર 1 - image


WhatsApp New Feature: વોટ્સએપ હાલમાં નવા ફીચર્સ પર કામ કરી રહ્યું છે. આ ફીચર્સની મદદથી હવે ફોટો શેર કરવામાં વધુ મઝા આવશે. વોટ્સએપ પર અત્યાર સુધી ચેટ અને ચેનલ બન્નેમાં ફોટો શેર કરી શકાતા હતા, પરંતુ હવે મોશન ફોટો શેર કરી શકાય એવું ફીચર આવી રહ્યું છે. એપલ આઇફોનમાં જે લાઇવ ફોટો ક્લિક થાય છે, તેને મોશન ફોટો કહેવાય છે. આ પ્રકારના ફોટા હવે વોટ્સએપ પર પણ શેર થઈ શકશે. અત્યાર સુધી આવા ફોટા શેર કરતાં સ્ટીલ ફોટામાં રૂપાંતર થઈ જતા હતા. જો કે, નવી અપડેટ બાદ આ લાઇવ ફોટા મોશન ફોટા તરીકે જ મોકલાશે.

મોશન ફોટો ફીચર

એપલમાં લાઇવ ફોટો અને પિક્સેલ ફોનમાં ટોપ શૉટ તરીકે જે ફોટો ક્લિક થાય છે તેને મોશન ફોટો કહેવામાં આવે છે. વોટ્સએપ આ ફીચર પર હાલ કામ કરી રહ્યું છે, જેની મદદથી વોટ્સએપમાંથી જ આવા ફોટા ક્લિક કરી શકાશે. યુઝર્સ વોટ્સએપમાં જ લાઇવ ફોટા ક્લિક કરી શકશે. આ ફોટા એક રીતે એનિમેશનની જેમ કામ કરશે.

ફોટો મોકલવો યુઝર્સ માટે વધુ મજેદાર બનશે, વોટ્સએપ લાવી રહ્યું છે મોશન ફોટો ફીચર 2 - image

એન્ડ્રોઇડમાં કરવામાં આવી રહ્યું છે ટેસ્ટિંગ

હાલમાં એન્ડ્રોઇડ વર્ઝન માટે આ ફીચરના ટેસ્ટ્સ થઈ રહ્યા છે. આ ફીચર કેવી રીતે કામ કરી શકે અને એની જરૂરિયાતો વિશે ચર્ચાઓ થઈ રહી છે. આ ટેસ્ટિંગ બાદ ફીચર રજૂ કરવામાં આવશે. એ અંગે કોઈ ચોક્કસ સમયમર્યાદા આપવાની નથી.

આ પણ વાંચો: ઇન્સ્ટાગ્રામ પર હવે કમેન્ટ કરવા માટે વિચારવાની જરૂર નહીં પડે, યુઝર્સ માટે હવે AI સજેસ્ટ કરશે...

અન્ય ફોનમાં પણ સપોર્ટ મળશે

લાઇવ ફોટો અથવા મોશન ફોટા દરેક ફોનમાં ન હોઈ શકે. આ માટે ચોક્કસ કેમેરા અને ટેક્નોલોજીની જરૂર પડશે. જો કે, આવી ટેક્નોલોજી ન હોય એવા ફોનમાં પણ આ ફીચર ઉપયોગ કરી શકાય તે માટે વોટ્સએપ કામ કરી રહ્યું છે. આ માટે સ્પેશિયલ બટન આપવામાં આવશે, જેની મદદથી મોશન ફોટો ક્લિક કરી શકાશે. WABetaInfo અનુસાર આ ફીચર સૌપ્રથમ વોટ્સએપ બીટા વર્ઝન 2.25.8.12માં જોવા મળ્યું હતું.

Tags :