તમને કામ આવશે WhatsAppનું નવું ફીચર! બીજી એપ્સ પર પણ મોકલી શકશો મેસેજ, જાણો ડિટેલ

Updated: Mar 4th, 2024


Google NewsGoogle News
તમને કામ આવશે WhatsAppનું નવું ફીચર! બીજી એપ્સ પર પણ મોકલી શકશો મેસેજ, જાણો ડિટેલ 1 - image


Image:Freepik

નવી દિલ્હી,તા. 4 માર્ચ 2024, સોમવાર 

વોટ્સએપ કંપની એક સૌથી મોટું અપડેટ લાવી રહી છે, જેની મદદથી વોટ્સએપ યુઝર્સ અન્ય એપ્સ પર પણ મેસેજ મોકલી શકશે. વ્હોટ્સએપ યુઝર્સ ટેલિગ્રામ અને સિગ્નલ જેવી એપ્સ પર કોઈપણ મુશ્કેલી વિના મેસેજ કરી શકાશે. 

વોટ્સએપના અપકમિંગ ફીચર્સને ટ્રેક કરનારી વેબસાઈટ WABetaInfoએ કહ્યું કે, WhatsApp નવા ફીચર લાવી રહ્યું છે. આ 2.24.6.2 વર્ઝન છે. અને આ અપડેટ સૂચવે છે કે આગામી ફીચરને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે તે થર્ડ પાર્ટી ચેટ્સને મેનેજ કરી શકશે. 

શા માટે નવું ફીચર બનાવી રહ્યું છે?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, WhatsAppએ EU રેગ્યુલેટરી એજન્સી ડિજિટલ માર્કેટ્સ એક્ટ (DMA)ને કહ્યું છે કે, તે યુઝર કોમ્યુનિકેશનને સુધારવા માટે ચેટ ઇન્ટરઓપરેબિલિટી પર કામ કરી રહ્યું છે, જે અન્ય એપ્સને પણ સપોર્ટ કરશે.

એન્ડ્રોઇડ બીટા વર્ઝનમાં ફીચર 

મેસેજિંગ એપ પહેલાથી જ જાહેરાત કરી ચૂકી છે કે, તે ચેટ ઇન્ટરઓપરેબિલિટી ફીચર પર કામ કરી રહી છે, જે હાલમાં એન્ડ્રોઇડ બીટા વર્ઝન 2.24.5.18માં છે. ગૂગલ પ્લે સ્ટોર પર રીલીઝ થયેલ લેટેસ્ટ 2.24.5.20 બીટા વર્ઝનમાં જાણવા મળ્યું છે કે, વોટ્સએપ ડેડીકેટેડ ચેટ ઇન્ફો સ્ક્રીન નામનો ઓપ્શન આપશે અને તે થર્ડ પાર્ટી ચેટ્સ માટે હશે.

અન્ય એપ્સમાંથી આવતા મેસેજ ચેટ માહિતી સ્ક્રીન પર દેખાશે

થર્ડ પાર્ટી ચેટ્સ માટે ચેટ ઇન્ફો સ્ક્રીન ઉપલબ્ધ હશે. જેની જાણકારી WABetaInfo દ્વારા શેર કરાયેલ સ્ક્રીનશોટમાંથી ઉપલબ્ધ છે. આમાં માત્ર મહત્વની વિગતો જ જોવા મળશે. પ્રોફાઇલ નામ અને ફોટો દેખાશે નહીં. WhatsApp નો પ્લાન છે કે, આમા  ડિફોલ્ટ ફોટોનો ઉપયોગ કરવામા આવે. વોટ્સએપના આ આગામી ફીચરમાં કેટલીક મર્યાદાઓ હશે. થર્ડ પાર્ટી એપ્સને ગ્રુપ ચેટ માટે સપોર્ટ નહીં મળે, આ સાથે કોલ વગેરેને પણ સપોર્ટ નહીં મળે. આ ફીચર્સ અંગે ઘણી વિગતો હજુ જાહેર કરવાની બાકી છે.


Google NewsGoogle News