Get The App

Instagram સાથે કનેક્ટ થશે WhatsApp ? મેટા કરી રહ્યું છે પ્લાનિંગ, જાણો સરળ શબ્દોમાં

યુજર એક જ સ્ટેપથી બન્ને એપ પર એક સાથે અપડેટ શેર કરી શકશે

Updated: Dec 5th, 2023


Google NewsGoogle News
Instagram સાથે કનેક્ટ થશે WhatsApp ? મેટા કરી રહ્યું છે પ્લાનિંગ, જાણો સરળ શબ્દોમાં 1 - image
Image Twitter 

તા. 5 ડિસેમ્બર 2023, મંગળવાર 

મલ્ટીપલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મની માલિકી કંપની મેટાએ તેના દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મને એકબીજા સાથે જોડવાની તૈયારી કરી રહ્યુ છે. કંપનીએ હાલમાં જ થ્રેટ એપ લોન્ચ કરી છે, જે ઈન્સ્ટાગ્રામથી કનેક્ટ છે. તો ફેસબુકના સાથે કંપનીએ મેસેન્જર એપને કનેક્ટ કરી દીધી છે. હવે જુકરબર્ગ નેક્સ્ટ લેવલનું પ્લાનિંગ કરી રહ્યા છે, જે થોડા દિવસોમાં વોટ્સએપની સાથે કનેક્ટ કરી શકે છે. 

રિપોર્ટ પ્રમાણે કંપનીએ Google Play Beta પ્રોગ્રામ દ્વારા નવુ અપડેટ રોલ આઉટ કરવામાં આવ્યું છે. અપડેટ સાથે ખ્યાલ આવી રહ્યો છે કે, કંપની એક વૈકલ્પિક સુવિધા શરુ કરી રહી છે. વોટ્સએપ પહેલા જ યુજર્સને ફેસબુક સ્ટોરી પર પોતાના અપડેટને ઓટોમેટિક શેર કરવાની સુવિધા આપી રહી છે. જેમા તમે ઓપ્શન તરીકે પસંદ કરી શકો છો. આ સુવિધા વિવિધ એપ્સ પર સ્ટેટસને અપડેટ કરવાની પ્રક્રિયાને સરળ બનાવશે અને તેનો સમય પણ બચાવશે. એટલે ત્યાર પછી યુજર્સ ફેસબુક અને વોટ્સએપ બન્નેમાં એક સાથે કન્ટેન્ટ શેર કરી શકશે. 

કઈ રીતે કામ કરશે અપડેટ 

રિપોર્ટ પ્રમાણે એક સ્ક્રીનશોટ પણ સામેલ છે જે વિકલ્પ આપશે કે જે યુજર્સને ફેસબુક પર સ્ટેટસ અપડેટ કરવાની મંજુરી આપશે. સ્ક્રીનશોટથી ખ્યાલ આવશે કે વોટ્સએપ ઈન્સ્ટાગ્રામની સાથે એંગેજ કરવા માટે શેરનું ઓપ્શન આપશે, જેનાથી આવનારા દિવસોમાં ઉપલબ્ધ થવાની સંભાવના છે. 

યુજર એક જ સ્ટેપથી બન્ને એપ પર એક સાથે અપડેટ શેર કરી શકશે

આ સુવિધાથી યુજર્સનો સમય તો બચશે જ પરંતુ સાથે સાથે વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ પર કન્ટેન્ટ શેર કરવાની વિશ્વસનીયતા અને સ્ટેબિલિટીમાં પણ વધારો થશે. જેથી હવે બે અલગ અલગ પ્લેટફોર્મ પર અલગ અલગ અપડેટ કરવા અને પોસ્ટ કરવાની જગ્યાએ યુજર એક જ સ્ટેપથી બન્ને એપ પર એક સાથે અપડેટ શેર કરી શકશે. જેમા એક ઓપ્શન પણ આપવામા આવેલ હશે, જેથી યુજર તેને ચાલુ રાખવા માંગતો ન હોય તો તેને બંધ પણ કરી શકાશે. 


Google NewsGoogle News