WhatsApp યૂઝ કરતા લોકો આ સેટિંગ ચેક કરી લેજો, નહીંતર થઈ જશે ફોન હેક, જાણો ડિટેઈલ્સ
Image Source: Freepik
અમદાવાદ, તા. 29 ડિસેમ્બર 2023 શુક્રવાર
WhatsApp યૂઝ કરતા લોકો આ સેટિંગ ચેક કરી લેજો. નહીંતર હેકર્સ ફોન હેક કરી દેશે.
હેકર્સ ઉઠાવી શકે છે ફાયદો
હેકર્સ તમામ રીતોનો ઉપયોગ લોકોને ફસાવવા માટે કરે છે. આવી જ એક રીત વ્હોટ્સએપની એક સેટિંગથી તેમને મળી શકે છે.
બાય ડિફોલ્ટ રહે છે ઓન
વ્હોટ્સએપ પર ઘણા એવા ફીચર હોય છે, જે ડિફોલ્ટ રીતે ઓન થાય છે. આ ફીચર્સ ના માત્ર તમારો વધુ ડેટા કંજ્યૂમ કરે છે પરંતુ તમને રિસ્કમાં પણ નાખી શકે છે.
ઓટોમેટિક ડાઉનલોડ થાય છે
આવુ જ એક ફીચર WhatsApp Media Auto Download છે. આ ફીચરની મદદથી તમારા વ્હોટ્સએપ પર આવનાર મીડિયા ઓટોમેટિક ડાઉનલોડ થઈ જાય છે.
શું-શું ડાઉનલોડ થાય છે?
આ ફીચર ડિફોલ્ટ રીતે ઓન રહે છે. જેમાં તમને ફોટો, વીડિયો, ઓડિયો અને ડોક્યૂમેન્ટ્સ માટે ઓપ્શન મળે છે. તમે તેને સેટ કરી શકો છો.
હેકર્સ શું કરે છે?
સૌથી પહેલા સમજવુ પડશે કે હેકર્સ તેનો ફાયદો કેવી રીતે ઉઠાવી શકે છે. ઘણા મામલે હેકર્સ ઈમેજમાં મેલવેરને સંતાડીને મોકલે છે.
તક મળી જાય છે
જેમ કે કોઈ આ ફોટો, ડોક્યુમેન્ટ કે ફાઈલને ડાઉનલોડ કરે છે. હેકર્સ તેના ફોનને હેક કરી લે છે. ડિફોલ્ટ સેટિંગમાં આ તમામ મીડિયા ઓટો ડાઉનલોડ પર થાય છે.
ઓફ કરી શકો છો આ ફિચર
હેકર્સ સરળતાથી તમારા ફોનને હેક કરી શકે છે. સારુ એ રહેશે કે તમે આ સેટિંગને ઓફ કરી દો. આ માટે તમારે વ્હોટ્સએપ સેટિંગમાં જવાનું થશે.
શું કરવાનું રહેશે?
તમે તમામ સેટિંગને મેન્યુઅલ પર સેટ કરી શકો છો. આ માટે તમારે મીડિયા ડાઉનલોડની લિસ્ટથી તમામ ઓપ્શનને અનચેક કરવા પડશે.
ઓટોમેટિક ડાઉનલોડ થશે નહીં
અનચેક કર્યા બાદ તમે જે મીડિયાને ડાઉનલોડ કરશો, તે જ ડાઉનલોડ થશે. કોઈ પણ મીડિયા ઓટોમેટિક ડાઉનલોડ થશે નહીં અને હેકર્સને ચાન્સ મળશે નહીં.