ઇન્સ્ટાગ્રામના આ ફીચરને બહુ જલદી ઉપયોગ કરી શકશે વોટ્સએપ યુઝર્સ, જાણો શું છે અને કેવી રીતે કામ કરશે?
Tag Feature: મેટા કંપની તેની એક પ્રોડક્ટના ફીચર્સ બીજી પ્રોડક્ટમાં લાવી રહી છે. આવું તે છેલ્લા ઘણાં સમયથી કરી રહી છે. ઇન્સ્ટાગ્રામની સ્ટોરી અને રિએક્સન બાદ હવે વધુ એક ફીચર વોટ્સએપમાં આવી રહ્યું છે. આ ફીચર હાલમાં વોટ્સએપના બીટા વર્ઝનમાં છે. આ ફીચરના ઉપયોગથી હવે વોટ્સએપના સ્ટેટ્સમાં પણ ચોક્કસ વ્યક્તિને મેન્શન કરી શકાશે.
વોટ્સએપ સ્ટેટ્સમાં પણ આવ્યું ટેગ ફીચર
વોટ્સએપ પર જે-તે વ્યક્તિના ફોટો અથવા તો વિડિયોને પોસ્ટ કરી શકાતું હતું, પરંતુ એના પર ટેગ અથવા તો મેન્શન નહોતું કરી શકાતું. જોકે હવે એ ફીચર પણ વોટ્સએપમાં આવી ગયું છે. આ ફીચરનો ઉપયોગ કોઈ માટે સ્ટોરી મૂકવામાં આવી હોય ત્યારે કરી શકાય છે. ઉદાહરણ તરીકે કોઈ ફ્રેન્ડનો જન્મ દિવસ હોય તો તે વ્યક્તિનો ફોટો શેર કરવાની સાથે એ ફોટો પર તેને ટેગ પણ કરી શકાશે.
આ પણ વાંચો: જિયો ડાઉન થતાં હજારો યુઝર્સ પરેશાન, સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ પર ફરિયાદોનું ઘોડાપૂર
તસવીર : WABetaInfo |
કેવી રીતે ટેગ કરવું?
આ માટે યુઝરે સૌથી પહેલાં વોટ્સએપને સ્ટેટ્સ અપડેટ કરે એ પ્રોસેસ કરવી. એ પ્રોસસ દરમ્યાન કેપ્શન જ્યાં લખવામાં આવે ત્યાં જ એક બટન આપવામાં આવ્યું છે. આ બટન પર ક્લિક કરતાં જ એમાંથી નામ પસંદ કરવું. આ નામ પસંદ કર્યા બાદ સ્ટેટ્સ શેર કરતાની સાથે જ એ વ્યક્તિ ટેગ થઈ જશે. આ વ્યક્તિ ટેગ થઈ ગયા બાદ તેના પર એક નોટિફિકેશન આવશે કે તેને ટેગ કરવામાં આવ્યો છે. આ માટે તેમને જેમના દ્વારા ટેગ કરવામાં આવ્યો છે એનો મેસજ આવશે, પરંતુ એ ઓટોમેટિક મેસેજ હશે.
પ્રાઇવસીને મહત્ત્વ
ઇન્સ્ટાગ્રામની પ્રોફાઇલને પ્રાઇવેટ અને પબ્લિક રાખી શકાય છે. તેમ જ એમાં ક્લોઝ ફ્રેન્ડ્સનું પણ એક ફીચર છે. જોકે વોટ્સએપમાં આ મેન્શન અથવા તો ટેગ એકદમ પ્રાઇવેટ રહેશે. એક યુઝર દ્વારા જે વ્યક્તિને ટેગ કરવામાં આવી છે તેને જ આ મેન્શન કરી હોવાની જાણ થશે. અન્ય કોઈ પણ યુઝરને આ ટેગ વિશે માહિતી નહીં મળે. જોકે તેઓ ફોટો શેર કર્યો હશે તો એ જરૂર જોઈ શકશે. યુઝરે ગમે એવી પ્રાઇવસી રાખી હોય, પરંતુ જે વ્યક્તિને જે-તે પોસ્ટમાં ટેગ કરી હશે એ પોસ્ટ જરૂર જોઈ શકશે. ભલે અન્ય પોસ્ટ તે વ્યક્તિ ન જોઈ શકતો હોય, પરંતુ ટેગ કરેલી પોસ્ટ જરૂર દેખાશે. આ સાથે જ ટેગ કરેલી પોસ્ટને તે વ્યક્તિ તેના સ્ટેટ્સમાં પણ રીશેર કરી શકશે. આ માટે તેણે સ્ટેટ્સ પર રીશેર બટન પર ક્લિક કરવાનું રહેશે. જોકે એ સમયે ઓરિજિનલ જે વ્યક્તિએ સ્ટેટસ શેર કર્યું હશે એની ઓળખ હાઇડ થઈ જશે. એથી એ કોણે શેર કર્યું છે એ નહીં જાણી શકાય.