વૉટ્સએપનું નવું ફિચર, વીડિયો કૉલ વખતે પણ મ્યુઝિક સાંભળી શકાશે

વૉટ્સએપ હાલ એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે, જેમાં યુઝર વિડીયો કોલ દરમ્યાન મ્યુઝીક સાંભળી શકે છે

જો તમે કોઈ સાથે સ્ક્રીન શેર કરો છો તો પણ તમને મ્યુઝીક સંભાળવા મળશે

Updated: Dec 7th, 2023


Google NewsGoogle News
વૉટ્સએપનું નવું ફિચર, વીડિયો કૉલ વખતે પણ મ્યુઝિક સાંભળી શકાશે 1 - image


Whatsapp Upcoming Feacher:  હાલ વૉટ્સએપ એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે. જેમાં તમે વિડીયો કોલીગ દરમ્યાન પણ મ્યુઝીક સાંભળી શકો છો. એટલે કે જો હવે તમને ઓફીસની બોરિંગ વિડીયો મીટીંગ દરમ્યાન કંટાળો આવે છે તો કોલની સાથે મ્યુઝીક પણ સાંભળી શકો છો. WaBetaInfoના એક રિપોર્ટ અનુસાર હાલ આ ફીચર ડેવલોપીંગ ફેઝમાં છે. જે બીટા ટેસ્ટર માટે ઉપલભ્ધ નથી. 

હવે વિડીયો મીટીંગ દરમ્યાન પણ સાંભળી શકાશે મ્યુઝીક 

આ ફીચરની સારી વાત એ છે કે વીડિયો કોલિંગના વોઈસની સાથે તમને મ્યુઝીક પણ સાંભળવા મળશે. મતલબ કે તમે ન તો મીટિંગ ચૂકી જશો કે ન તો મ્યુઝીક ચૂકશો. આ સિવાય જો તમે કોઈની સાથે સ્ક્રીન શેર કરશો તો તે સમયે મ્યુઝીક પણ સંભળાશે. તે તમને ઇમર્સિવ અને ઓડિયો વીડિયો અનુભવ આપશે. જ્યારે યુઝર્સ આ ફીચરને ઇનેબલ કરશે, ત્યારે તેઓ અન્ય લોકો સાથે ઓડિયો શેર કરી શકશે.

કઈ રીતે કામ કરશે આ ફીચર?

જ્યારે તમે વિડિયો કૉલ શરૂ કરો છો, ત્યારે તમને સ્ક્રીનની નીચેની તરફ ફ્લિપ કેમેરા વિકલ્પ મળશે. જ્યારે તમે આ ફીચરને એક્ટીવ કરો છો, ત્યારે વિડિઓ કૉલ પરના બંને યુઝર્સ ઑડિયો તેમજ મ્યુઝિક વિડીયોનો આનંદ માણી શકશે.

ક્યારે આ ફીચર કામ નહિ કરે?

મ્યુઝીક શેર ફીચર માત્ર વોટ્સએપ વિડીયો કોલિંગ દરમ્યાન જ કામ કરશે. આ ફીચર વોટ્સએપ પર જો વોઈસ કોલ કરવામાં આવે છે તો કામ કરશે નહિ. વોટ્સએપ તેના યુઝર્સને સારી સુવિધાઓ આપવા માટે સમયાંતરે નવા નવા ફીચર્સ લાવી રહ્યું છે. 

વૉટ્સએપનું નવું ફિચર, વીડિયો કૉલ વખતે પણ મ્યુઝિક સાંભળી શકાશે 2 - image



Google NewsGoogle News