Get The App

વોટ્સએપ લાવ્યું નવા ફીચર, સ્ટેટસ અપડેટ અને મેસેજ બ્લૉકિંગમાં મળશે આ જોરદાર સુવિધા

Updated: Aug 17th, 2024


Google NewsGoogle News
વોટ્સએપ લાવ્યું નવા ફીચર, સ્ટેટસ અપડેટ અને મેસેજ બ્લૉકિંગમાં મળશે આ જોરદાર સુવિધા 1 - image


Image:Freepik

WhatsApp New Feature: વોટ્સએપ તેના લાખો યુઝર્સ માટે નવા-નવા ફીચર્સ રજૂ કરી રહ્યું છે. આ ટ્રેન્ડને આગળ વધારતા, કંપની હવે સ્ટેટસ અપડેટ્સ માટે એક શાનદાર ફીચર લાવી છે. સ્ટેટસ અપડેટ માટેના આ નવા ફીચરનું નામ લાઈક રિએક્શન- સ્ટેટસ અપડેટ્સ છે. 

WhatsApp સ્ટેટસ અપડેટ માટે એક નવું ફીચર આવ્યું છે. નવા ફીચરની મદદથી યુઝર્સ હાર્ટ ઈમોજી સાથે કોન્ટેક્ટના સ્ટેટસ અપડેટ પર રિએક્ટ કરી શકે છે. આ સિવાય કંપની ટૂંક સમયમાં મેસેજ બ્લોક કરવા માટે એક નવું ફીચર પણ લાવવા જઈ રહી છે.

WABetaInfoએ WhatsAppમાં આ નવા ફીચર વિશે જાણકારી આપી છે.વોટ્સઅપનું આ નવુ ફિચર્સ યુઝર્સને હાર્ટ ઇમોજી સાથે સ્ટેટસ અપડેટ્સ પર રિએક્ટ કરવાનો ઓપ્શન આપે છે. આ સિવાય પણ  કંપની અજાણ્યા એકાઉન્ટ્સમાંથી આવતા મેસેજ માટે એક મુખ્ય અપડેટ પણ રોલ આઉટ કરવા જઈ રહી છે.

X પોસ્ટમાં સ્ક્રીનશોટ શેર કર્યો

WABetaInfo એ સ્ટેટસ અપડેટના લાઈક રિએક્શન ફીચરનો સ્ક્રીનશોટ શેર કર્યો છે. તમે શેર કરેલા સ્ક્રીનશોટમાં આ નવી સુવિધા જોઈ શકો છો. આમાં, તમને સ્ટેટસ અપડેટ પર રિએક્ટ કરવા ટે રિપ્લાય બારની બાજુમાં હાર્ટ ઇમોજીનો ઓપ્શન મળશે. જે યુઝર્સ હાર્ટ ઇમોજી વડે રિએક્ટ કરીને પોતાનું સ્ટેટસ અપડેટ કરે છે તેઓને એક નોટિફિકેશન પણ મળશે જે તેમને જણાવશે કે, કોઈએ તેમનું સ્ટેટસ અપડેટ લાઈક કર્યું છે.

સ્ટેટસ લાઈક કરનારા યુઝર્સની યાદી સામાન્ય વ્યુઅર શીટમાં જ દેખાશે. આ સાથે, જે યુઝર્સ તેમના સ્ટેટસને અપડેટ કરે છે તેઓ સરળતાથી જાણી શકશે કે કયા કોન્ટેક્ટ્સને તેમનું અપડેટ લાઈક કર્યું છે. 

WABetaInfo અનુસાર, સ્ટેટસ અપડેટ્સ માટેની પ્રતિક્રિયા સુવિધા એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન દ્વારા પ્રોટેક્ટેડ છે. આ ફીચર હાલમાં WhatsApp બીટા ફોર એન્ડ્રોઇડ 2.24.17.21 મા જોવામાં આવ્યું છે. બીટા ટેસ્ટિંગ બાદ કંપની સ્ટેબલ વર્ઝનને ગ્લોબલ યુઝર્સ માટે રોલઆઉટ કરશે.  

મેસેજ બ્લોક કરવાની સુવિધા

WABetaInfoએ X પોસ્ટ કરીને આ ફીચર વિશે માહિતી આપી હતી. જેમાં વોટ્સએપના નવા ફીચર્સની યાદીમાં અજાણ્યા એકાઉન્ટમાંથી આવતા મેસેજને બ્લોક કરવાની સુવિધા સામેલ છે. કંપની હાલમાં આ ફીચર પર કામ કરી રહી છે. આ પોસ્ટમાં WhatsAppના અપકમિંગ ફીચરનો સ્ક્રીનશોટ પણ શેર કરવામાં આવ્યો છે. 

આ ફિચરને અનેબલ કરવાથી, મેસેજ સેન્ડ કરવાની લિમિટ પછી, મેસેજ મોકલનાર અજાણ્યા WhatsApp એકાઉન્ટ આપમેળે બ્લોક થઈ જશે. આ ફિચરથી તમારા વોટ્સએપમાં આવતા સ્પામ મેસેજને રોકવામાં આ ઘણું અસરકારક સાબિત થઈ શકે છે. 

WABetaInfoએ Google Play Store પર ઉપલબ્ધ WhatsApp બીટા ફોર Android 2.24.17.24 માં આ ફિચર  જોયુ છે. આ ફીચર હાલમાં ડેવલપ કરવામાં આવી રહ્યું છે. કંપની આગામી દિવસોમાં તેનું સ્ટેબલ અપડેટને રોલઆઉટ કરશે.

આ પણ વાંચો: વોટ્સએપનું આઇફોનમાં જે ફીચર હતું એ હવે એન્ડ્રોઇડમાં પણ, યુઝર્સ બનાવી શકશે કસ્ટમ સ્ટીકર્સ


Google NewsGoogle News