હવે વોટ્સએપ સ્ટેટસમાં દેખાશે જાહેરાત, નવું ફીચર કંપની માટે રેવેન્યૂ સોર્સ તરીકે કરશે કામ
WhatsApp પોતાના ગ્રાહકો માટે નવુ ફીચર લાવી રહ્યુ છે.
આ નવા ફીચર કંપની માટે રેવન્યુ સોર્સની જેમ કામ કરશે
Image Envato |
તા. 8 નવેમ્બર 2023, બુધવાર
WhatsApp New feature : વોટ્સએપનો વિશ્વભરમાં લાખો લોકો ઉપયોગ કરી રહ્યા છે. આપણે દરેક લોકો સગા-સંબંધિઓ સાથે તેમજ અન્ય લોકો સાથે મેસેજ, કોલ, ફોટો- વીડિયો મોકલવા જેવા વિવિધ કામ માટે વોટ્સએપનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એવામાં કંપની નવા ફીચરનું ટેસ્ટિંગ કરી રહી છે જેની મદદથી તે રેવન્યુ જનરેટ કરી શકશે. જેમા હવે તમને વોટ્સએપ સ્ટેટસમાં જાહેરાત જોવા મળશે. આવો તેના વિશે વિગતે જાણીએ.
હવે સ્ટેટસમાં જોવા મળશે જાહેરાત
હવે તમે સ્ટેટ્સમાં જાહેરાત જોઈ શકશો. આ વિશે મળતી માહિતી પ્રમાણે, વોટ્સએપના પ્રમુખ વિલ કેથાર્ટે મીડિયા સાથે એક ઈન્ટરવ્યુમાં પોતાના મેસેજીંગ સેવા પર જાહેરાત સામેલ કરવાની યોજનાને સ્વીકાર કરવાની વાત કરી હતી.
ચેનલ અને વોટ્સએપના સ્ટેટ્સ ફીચરમાં જ જાહેરાત દેખાડશે
આ સિવાય રિપોર્ટમાં એ વાતનો પણ ખ્યાલ આવ્યો કે કંપની યુજર્સની પ્રાઈમરી ચેટ ઈનબોક્સમાં જાહેરાત નહી દેખાડે. રિપોર્ટમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, ચેનલ અને વોટ્સએપના સ્ટેટ્સ ફીચરમાં જ જાહેરાત દેખાડશે.
ઈન્ટરવ્યુમાં ફાઈનલ થઈ ગયુ કે આ અફવાઓ નથી સત્ય હકીકત
કેથકાર્ટે કહ્યું કે અન્ય કોઈ જગ્યાએ એટલે કે ચેનલ અથવા સ્ટેટસ પર પણ જાહેરાત થઈ શકે છે.
સરળ ભાષામાં કહીએ તો ચેનલ સબ્સક્રિપ્શન માટે કંપની ફી લઈ શકે છે. તમને જણાવી દઈએ કે તે માત્ર એ ગ્રાહકો માટે ઉપલબ્ધ હશે જેણે એક્સેસ માટે પેમેન્ટ કર્યુ હશે.
આ ઈન્ટરવ્યુમાં ફાઈનલ થઈ ગયુ છે કે આ દરેક અફવાઓ નથી સાચી હકીકત છે.