છેતરપિંડીથી બચવા માટે વોટ્સએપ લાવી રહ્યું છે સ્પેમ બ્લોક ફીચર, જાણો કેવી રીતે ઉપયોગ કરી શકાશે?

Updated: Aug 19th, 2024


Google NewsGoogle News
છેતરપિંડીથી બચવા માટે વોટ્સએપ લાવી રહ્યું છે સ્પેમ બ્લોક ફીચર, જાણો કેવી રીતે ઉપયોગ કરી શકાશે? 1 - image


Spam Blocking Feature: વોટ્સએપ હાલમાં નવા ફીચર પર કામ કરી રહ્યું છે. આ ફીચર છે સ્પેમ બ્લોકર. આજકાલ ઓનલાઇન ઘણાં ફ્રોડ થાય છે. આ ફ્રોડ માટે વોટ્સએપનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ઘણાં હેકર્સ મોબાઇલમાં એપ્લિકેશન મોકલી આપે છે જેના પર ક્લિક કરતાં જ એ ઇન્સ્ટોલ થઈ જશે અને મોબાઇલમાં વાઇરસ આવી જાય છે. કેટલાક છેતરપિંડી કરનારા વોટ્સએપ પર લિન્ક મોકલે છે. આ લિન્કમાં પણ વાઇરસ હોય છે. આથી વોટ્સએપ જેટલું ફાયદાકારક બન્યુ છે એટલા જ એના ગેરફાયદા પણ છે. જોકે આ ગેરફાયદાને ઓછા કરવા માટે વોટ્સએપ ખૂબ જ મહેનત કરી રહ્યું છે.

આ પણ વાંચો: ઇન્સ્ટાગ્રામની પ્રોફાઇલમાં થશે પરિવર્તન, સ્ક્વેરની જગ્યાએ હવે વર્ટિકલ ફોટો અપલોડ થઈ શકશે

સ્પેમ બ્લોકિંગ ફીચર

વોટ્સએપના એન્ડ્રોઇડ માટેના બીટા વર્ઝનમાં આ ફીચરને હાલમાં ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે. આ ફીચરની મદદથી અનજાણ્યા એકાઉન્ટને બ્લોક કરી શકાશે. ઘણીવાર યુઝર સામેની વ્યક્તિ સાથે વાત કરે ત્યારે તેને ખબર પડે છે કે વ્યક્તિ જેન્યુન છે કે ફ્રોડ. ઘણી વાર એવું થાય છે કે વ્યક્તિને પારખવામાં પણ ભુલ થઈ જાય છે અને પરિણામે યુઝર છેતરપિંડીનો ભોગ બને છે. આથી વોટ્સએપ દ્વારા સ્પેમ બ્લોકિંગ ફીચર પર કામ કરવામાં આવી રહ્યું છે. આ ફીચરની મદદથી અજાણ્યા મેસેજિસને સીધા જ બ્લોક કરવામાં આવશે. કોન્ટેક્ટમાં જે પણ નંબર સેવ ન હશે એવા જ અજાણ્યા મેસેજિસને વોટ્સએપ દ્વારા બ્લોક કરવામાં આવશે. યુઝર માટે આ એક પ્રોટેક્શન છે.

છેતરપિંડીથી બચવા માટે વોટ્સએપ લાવી રહ્યું છે સ્પેમ બ્લોક ફીચર, જાણો કેવી રીતે ઉપયોગ કરી શકાશે? 2 - image

કેવી રીતે ઉપયોગ કરશો આ ફીચરનો?

  1. આ માટે વોટ્સએપનો એન્ડ્રોઇડ યુઝર (2.24.17.24) વર્ઝનનો ઉપયોગ કરતો હોવો જોઈએ જે એક બીટા વર્ઝન છે.
  2. આ વર્ઝનના વોટ્સએપ સેટિંગ્સમાં જવું.
  3. એમાં પ્રાઇવસી ઓપ્શનને પસંદ કરવો.
  4. ત્યાર બાદ એડ્વાન્સ ઓપ્શનમાં જવું.
  5. અહીં ‘પ્રોટેક્ટ IP એડ્રેસ ઇન કોલ્સ’ ફીચરની ઉપર જ બ્લોક અનકોન એકાઉન્ટ ઓપ્શન આપેલું હશે એને ઓન કરી દેવું.

આ પણ વાંચો: એન્ડ્રોઇડ અથવા તો સેમસંગમાં ફોટો હાઇડ કરવા છે ખૂબ જ સરળ. આટલું કરો...

આઇફોનમાં પણ બહુ જલદી આવશે

આ ફીચર હાલમાં એન્ડ્રોઇડના બીટા વર્ઝનમાં ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે. ઓક્ટોબર અથવા તો ત્યાર બાદ એને રિલીઝ કરવામાં આવી શકે છે. એન્ડ્રોઇડમાં ટેસ્ટ થઈ ગયા બાદ આઇફોનના ટેસ્ટ વર્ઝનમાં એને લોન્ચ કરવામાં આવી શકે છે અથવા તો એને સીધુ જ રિલીઝ કરવામાં આવશે.



Google NewsGoogle News