24 ઓક્ટોબર પછી આ ફોનમાં નહી ચાલે WhatsApp,લીસ્ટમાં ચેક કરી લો તમારો ફોન

24 ઓક્ટોબરથી વોટ્સએપ 5.0 થી ઉપરના એન્ડ્રોઈડ વર્ઝનવાળા ફોન પર કામ કરી કરશે

આઈફોન યુઝર હોવ તો તમારુ ડિવાઈસ iOS 12 અથવા તેની ઉપરના વર્ઝનમાં કામ કરશે

Updated: Sep 26th, 2023


Google NewsGoogle News
24 ઓક્ટોબર પછી આ ફોનમાં નહી ચાલે WhatsApp,લીસ્ટમાં ચેક કરી લો તમારો ફોન 1 - image
Image Twitter 

તા. 26 સપ્ટેમ્બર 2023, મંગળવાર

જો તમે ઈચ્છો કે તમારા ફોન (Phone) પર વોટ્સએપ ( WhatsApp) બંધ ન થાય તો અત્યારે જ તમારો મોબાઈલ ફોન કઈ ઓપરેટિંગ સિસ્ટમમાં કામ કરી રહ્યું છે તે ચેક કરી લેજો. આવુ એટલા માટે કારણ કે જુના OS પર વોટ્સએપ હવે સપોર્ટ નહી કરે . 

વોટ્સએપ ખૂબ જ જલ્દી જુના એન્ડ્રોઇડ (Android OS) વર્ઝન પર કામ કરવાનું બંધ કરી દેશે

વોટ્સએપ ( WhatsApp) પોતાના યુજરનો એક્સપીરિયંસને સતત સારો બનાવી રાખવા માટે એક પછી એક નવી અપડેટ આપી રહ્યુ છે. તેમજ એપને સતત લેટેસ્ટ અપગ્રેડ પણ કરતા રહે છે, પરંતુ હાલમાં એક એવી માહિતી આવી છે કે વોટ્સએપ ખૂબ જ જલ્દી જુના એન્ડ્રોઇડ (Android OS) વર્ઝન પર કામ કરવાનું બંધ કરી દેશે. હાલના સમયમાં વોટ્સએપ ( WhatsApp) 4.1 એન્ડ્રોઇડ વર્ઝન અથવા તેનાથી નવુ વર્ઝન હોય તેના પર કામ કરી રહ્યુ છે. 

પરંતુ 24 ઓક્ટોબરથી વોટ્સએપ 5.0 કે તેથી ઉપરના એન્ડ્રોઇડ વર્ઝનવાળા ફોન પર કામ કરી કરશે. તેના સિવાય જો તમે આઈફોન યુઝર હોવ તો તમારુ ડિવાઈસ iOS 12 અથવા તેની ઉપરનું વર્ઝન હશે તો તેના પર કામ કરશે. 

આવો જાણીએ કે એન્ડ્રોઈડ OS 4.1 વર્ઝન જુના ફોન પર ચાલતા કેટલાક પોપ્યુલર સ્માર્ટફોન વિશે જાણીએ..

Sony Xperia Z, LG Optimus G Pro, Samsung Galaxy S2, Samsung Galaxy Nexus, HTC Sensation, Motorola Droid Razr, Sony Xperia S2, Motorola Xoom, Samsung Galaxy Tab 10.1, Asus Eee Pad Transformer, Acer Iconia Tab A5003, Samsung Galaxy S, HTC Desire HD, LG Optimus 2X, Sony Ericsson Xperia Arc3, Nexus 7 (upgradable to Android 4.2),  Samsung Galaxy Note 2, HTC One

લીસ્ટમાં મોટાભાગના જુના મોડલ છે જેનો ઉપયોગ આજે મોટાભાગના લોકો કરી રહ્યા છે. પરંતુ જો તમારી પાસે હજુ પણ આ લીસ્ટમાંથી કોઈ ફોન હોય તો તમારે નવો ફોન ખરીદવા માટે વિચારવું પડશે.

કેવી રીતે ખબર પડશે કે કઈ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલી રહ્યો છે ફોન 

જો તમને ખબર નથી કે તમારો સ્માર્ટફોન  Android OS વર્ઝન 4.1 અને જુના ફોન પર ચાલે છે કે નહી, તો તમે તમારા ડિવાઈસ પર સેટિંગ મેનુ પર જઈ ચેક કરી શકો છો. તેમા તમારે સેટિંગ પર જઈ About Phone પર ક્લિક કરવાનું રહેશે. તેના પછી સોફ્ટવેર ડિટેલ્સમાં જવાનું રહેશે ત્યા તમારે Android વર્ઝન  Versions કેટેગરીની નીચે લીસ્ટ આપવામાં આવ્યું હશે.


Google NewsGoogle News